________________
શુભસંગ્રહ ભાગ ચોથો એવું મનાવા લાગ્યું છે. ખાવાના પદાર્થો ભલે ફળ હોય કે મિઠાઈ હોય, પણ જે રકાબીને એક કરતાં વધારે મનુષ્યોના ખાધેલા હાથનો સ્પર્શ થાય છે, તે રકાબીના પદાર્થો શુદ્ધ રહી શકતા જ નથી. તે રકાબીમાંથી ખાનાર કેટલાકના મે યથાર્થ દાતણ નહિ કરવાથી ગ ધાતા હોય છે. કેટલાક તમાકુ ખાનાર તથા પીનાર હોવાથી તેમનાં મુખ તેના દુષ્ટ વાસથી માથું ફેરવી નાખે એવાં હોય છે. તપખીર સુંધનાર કેટલાકનાં આંગળાં તપખીરવડેજ ખરડાયેલાં હોય છે. કેટલાકના હાથ, નાક વગેરે મળનાં સ્થાનોના સંબંધથી અત્યંત ભ્રષ્ટ સ્થિતિમાં હોય છે. આવા મનુષ્યોનો સ્પર્શ ખાવાના પદાર્થોને થાય અને તેને સુઘડ મનુષ્ય ખાઈને પોતાની શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક શુદ્ધિને રક્ષી શકે, એ ન બની શકે એવું છે.
કેટલાક ઉપચોટીયા વિચારવાળા મનુષ્યો કહે છે કે, કોઈ હલકી જાતિના મનુષ્યને પિયર્સ પથી સ્નાન કરાવી, તથા શુદ્ધ વસ્ત્રને ધારણ કરાવી, તેને તમારી પાસે બેસાડીએ તો તેની સાથે તમે જ કે નહિ ? આવા મનુષ્યો ચામડીની શુદ્ધિનેજ શુદ્ધિ ગણે છે; પણ શુદ્ધિ કંઇ મનુષ્યની ચામડીમાં જ રહી છે, એમ નથી. શુદ્ધિ તે ચામડીથી તે શરીરના સાતે ધાતુપર્યત તેમજ સૂમ, કારણ તથા મહાકારણ દેહપર્યંતની હોય છે; અને ઉપરથી એક શુકને સ્નાન કરાવ્યું માટે તેના સાતે ધાતુઓની તથા સૂફમાદિ દેહેની શુદ્ધિ થઈ ગઈ ગણાતી નથી. ચારે દેહની યથાર્થ શુદ્ધિ સાધી લાવનાર મનુષ્ય સાથે જમતાં કોઈ પણ વિવેકી બ્રાહ્મણ કદી પણ બાધ ગણે તેમ છેજ નહિ; પરંતુ પ્રકૃતિના નિયમો જાણનાર સર્વ સુજ્ઞોને સુસ્પષ્ટ છે કે, ચારે દેહની શુદ્ધિ, એકજ દેહમાં સાધવા કોઈ પણ શુદ્ધ કદી પણ સમર્થ થતો નથી.
આ સ્થળે એક બે બાબત ઉપર સુજ્ઞ વાચકનું લક્ષ ખેંચેલું અયોગ્ય નહિ ગણાય. કેટલાંક માબાપ પોતાનાં છોકરાંને પિતાની સાથે લઈને જમવા બેસે છે, ત્યારે જે હાથે પતે જમતાં હોય છે. તેજ એડે હાથે તેને પણ ખવડાવે છે. પિતાના મોંમાં ઘાલેલા અને પોતાના દૂષિત થુંકથી ભ્રષ્ટ થયેલા હાથથી તેને દાળભાત ચાળી આપે છે. શુદ્ધિના અને આરોગ્યના વિચારથી માબાપનું આ વર્તન અત્યંત વિખેડી કાઢવા જેવું છે. બાળકો અજ્ઞાન અને નાનાં રહ્યાં, માટે તમારા ગંધાતા
ખના દુષ્ટ થુંકમાં રહેલા અસંખ્ય જંતુઓ ખાવાને બંધાયેલાં નથી. તેમનું રુધિર, ત્વચા વગેરે સર્વે ધાતુઓ તમારા કરતાં અત્યંત શુદ્ધ છે. તેમની જીભ જુઓ, તે કેવી સ્વચ્છ અને લાલ છે; અને તમારી જીભ ઉપર કેવી છારી બાઝી છે, અને તેમાં કેટલાં જંતુઓએ થાણાં જમાવ્યાં છે! ગંગાજળમાં તમારી ખાળકુંડીનું મેલું પાણું ભેળવવાને તમને શું અધિકાર છે? તમારે નેવું વર્ષને ડોસો અથવા ડેશી ગળતા નાકથી દાળભાત ખાતાં ખાતાં પોતાના એઠા હાથથી તમને પિતાનાં ચોળેલાં દાળભાતના કાળીયા કરી કરીને પ્રેમથી ખવડાવે તો તમે ખાશો કે ? શામાટે ત્યારે તમે તમારાં બાળક સાથે તેવું નિંદ્ય આચરણ કરે છે, અને તેના અજ્ઞાનનો તથા પરવશતાને ખોટો લાભ લો છો ? તમારે તેને ખવડાવવું હોય તે સ્વચ્છ હાથથી પ્રથમ તેને ખવડાવી લો, અને પછી તમે ખાઓ; પરંતુ તેના આરોગ્યને ખાતર તમારૂં થુંક અને તેમાં ભળેલા જતુઓ તેને ન ખવડાવો; કારણ કે તમારું બાળક એ મનુષ્ય છે. કાંઈ કીડા કે મળને ખાનાર કાગડે કે કાબર નથી.
કેટલીક જ્ઞાતિઓમાં એક જ થાળમાં ચાર અથવા પાંચ જણ ભેગા જમવા બેસે છે, તથા એક જ પાત્ર એકજ ગળીમાં બળીને તે જ પાત્રે સઘળા પાણી પીએ છે. કેટલીક સ્ત્રીઓ પિતાના પતિની એકઠી થાળીમાં તથા કેટલાક શિષ્ય પોતાના ગુરુની એડી થાળીમાં જમવામાં લાભ સમજે છે. સ્ત્રી કરતાં પતિ અધિક શુદ્ધ હોય, અને ગુરુમાં ગુરુનાં લક્ષણે હોય તે આ પ્રકારના વર્તનથી લાભ થ સંભવ છે; પરંતુ તેમ જે નથી હોતું છે તેવું વર્તન ભાગ્યેજ લાભપ્રદ થાય છે. પ્રસંગે આરોગ્યના નિયમને ભંગ થવાથી હાનિ પણ થાય છે. પ્રસંગે જે શ્રદ્ધાનું પ્રમાણ અધિક હોય છે તે હાનિનું નિવારણ થઈને લાભ થવાનો સંભવ પણ આવે છે.
જે જ્ઞાતિઓમાં થાળીઓમાં જમવાનો રિવાજ છે, તે રિવાજ પણ ઉપરનાં કારણોથી પસંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com