________________
ધમાચાર્યોની પાપી લીલા
૫ २४-धर्माचार्योनी पापी लीला
ભેળી સ્ત્રીઓ કેમ ઠગાય છે? નવજીવનના એક અંકમાં ગાંધીજી લખે છે કે –
શ્રી. જયદયાલજી ગોયનકાના પ્રયાસથી આજકાલ મારવાડી સમાજમાં ભક્તિરસ ઉત્પન્ન કરવાના પ્રયાસ ચાલી રહ્યો છે. તેને અંગે ભજન મંડળીઓ સ્થપાઈ છે ને ભજનભવને પણ ચાલે છે. આવું એક ભવન કલકત્તામાં ગોવિંદભવનને નામે નીકળ્યું છે. તેમાં શ્રી. જયદયાલજીની પ્રેરણાથી એક ભાઈને મૂકવામાં આવ્યા હતા. તેમણે ભક્તિને નામે વિષયભોગ ભોગવ્યા, તેમણે સ્ત્રીઓની પાસેથી પૂજા અંગીકાર કરી, તેમને સ્ત્રીઓ ભગવાન ગણું પૂજવા લાગી, તેમણે સ્ત્રીએને પિતાનું જઠું ખવરાવ્યું ને વ્યભિચારમાં ઉતારી. ભોળી સ્ત્રીઓએ માની લીધું કે “આત્મજ્ઞાનીની સાથે શરીરસંગ વ્યભિચાર ન ગણાય.
આ બનાવ દુઃખદાયક છે, પણ મને તેથી આશ્ચર્ય નથી થતું. ભક્તિને નામે વિષયભોગ ભોગવાતા ચોમેર જોવામાં આવે છે; અને જ્યાં લગી ભક્તિનું રહસ્ય સમજવામાં નથી આવ્યું, ત્યાં લગી ધર્મને નામે ધાડજ પડે એમાં નવાઈ શી? જે બગભગતેમાંથી અનિષ્ટ પરિણામ ન નીપજે તો આશ્ચર્ય ગણાય.
રામનામને, દ્વાદશમંત્રનો હું પૂજારી છું; પણ મારી પૂજા આંધળી નથી. જેનામાં સત્ય છે, તેને રામનામ નૌકારૂપ છે; પણ જે ઢંગથી રામનામ ઉચ્ચારે છે, તેને ઉધાર રામનામથી થાય એવું હું માનતા નથી. અજામીલ ઈત્યાદિનાં દટાંતો આપવામાં આવે છે. તે કાળે છે અને તેમાંય રહસ્ય છે. તેમને વિષે શુદ્ધ ભાવનાનું આજે પણ છે, “રામનામથી મારા વિષયો શાંત થશે એમ માનનારને રામનામ ફળે, ત્યારે “રામને નામે હું મારા કામને વુિં' એમ વિચારી જે ઢંગી રામનામનું ઉચ્ચારણ કરે છે તે તરતે નથી, તે ડૂબે છે–જેસી જિસકી ભાવના, અસા ઉસકો હેય, .
ભક્તજનોએ બે વાત વિચારવા યોગ્ય છે.
(૧) ભક્તિ એટલે નામેચ્ચારણ જ નહિ, પણ તેની સાથે રહેલું સતત યજ્ઞકાર્ય. આજકાલ એવી માન્યતા જોવામાં આવે છે કે, સંસારી કામને ધર્મ કે ભક્તિની સાથે કશો સંબંધ નથી. આ અસત્ય છે. સત્ય તો એ છે કે, આ જગતનાં સવ કાર્યોને ધર્મ-અધર્મની સાથે સંબંધ એક સુતાર કેવળ દ્રવ્ય એકઠું કરવા સારૂ સુતારી કરે છે, તેમાં લાકડાની ચોરી કરે છે ને કામ બગાડે છે. આ અધર્મ થયો. બીજે સુતાર પોપકારાર્થેમાને કે દર્દીને સારૂ ખાટલે બનાવે છે, તેમાં ચોરી નથી કરતો ને પોતાની બધી શક્તિનો ઉપયોગ કરે છે, અને ખાટલો બનાવતે. રામનામ લે છે. આ ધર્માર્થે થયેલું કામ છે. આ સુતાર ખરો રામભક્ત છે. ત્રીજે રામનામ લેવાને નિમિત્તે જાણી જોઈને કે અજ્ઞાનતાથી સુતારી ધંધે છોડી બેસે છે, પિતાને સારૂ ને છોકરાંને સારૂ ભિક્ષા માગે છે, દરદીને સારૂ કંઈ બનાવવું હોય તો પણ કહેશેઃ “મારે તો રામ સાચા, હું ન જાણું દરદીને, ન જાણું સુખી.” આ અજ્ઞાનરૂપમાં પડેલે પામર પ્રાણું છે.
મનુષ્ય ભગવાનને વાચાથી જ નથી ભજતો, પણ વાચાથી, મનથી ને કાયાથી ભજે છે. ત્રણમાંથી એક પણ ન હોય તે તે ભક્તિ નથી. ત્રણેને મેળ રસાયણું મેળવણ જેવો છે. રસાયણું મેળવણુમાં એક પણ વસ્તુ તેની માત્રામાં ન હોય તે તે જે વસ્તુ બનાવવાની હોય છે તે બનતીજ નથી. આજના ભક્તો વાણીના વિલાસમાં ભક્તિની પરિસીમા સમજતા જોવામાં આવે છે, ને તેથી છેવટે ભક્ત મટી ભ્રષ્ટાચારી થાય છે ને બીજાને ભ્રષ્ટ કરે છે.
(૨) આકૃતિવાળો મનુષ્ય ભગવાનને કયી રીતે ને ક્યાં ભજે? ભગવાન તે સર્વ સ્થળે છે. તેથી તેને ભજવાનું સારામાં સારું ને સમજી શકાય તેવું સ્થાન પ્રાણીમાત્ર છે. પ્રાણીમાત્રમાં જે દુ:ખી છે, જે નિરાધાર છે, તેની સેવા તે ભગવદ્ભક્તિ છે. રામનામનું ઉચ્ચારણ પણ તે શીખવાને અર્થે હાય. રામનામ જે આમ સેવામાં ન પરિણમે તો તે નિરર્થક છે ને બંધનરૂપ થાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com