________________
સાહિત્યસેવા વિષે જાણવા જેવા વિચારે
૩૯૭
નેાજ પ્રયત્ન આપણે કરતા આવ્યા છીએ. એને ઠેકાણે નવા આદર્શોની નવી મર્યાદા તૈયાર કરવાનું આપણને સૂઝયું નથી. કૃત્રિમ કે યાંત્રિક વાડેાની હિમાયત હું પણ નથી કરતા, પણ સમાજહૃદયમાં કાંઈક આદ તેા હાવાજ જોઇએ; અને એ આદશ જાળવવાનેા આગ્રહ રાખનાર સમાજરીણે! પણ જોઇએ છે. તેઓ જે પેાતાનું આ સ્વભાવસિદ્ધ ક છેાડી દે તા સંસ્કૃતિ શી રીતે ટકે ? સંસ્કૃતિ એ સગડીના દેવતાની પેઠે પવન ચાલે ત્યાંસુધીજ ટકનારી વસ્તુ છે. પુરુષા અને જાગૃતની ચેાકીવગર એક સસ્કૃતિ ટકી નથી. સંસ્કૃતિને કુદરત ઉપર નજ છેડી શકાય; પણ આજે તે! આપણે સામાજિક અરાજકજ જાણે પસંદ કરતા હેાએ એમ લાગે છે. જૂની વ્યવસ્થા ટકી નજ શકે એ દેખીતી વાત છે, ન ટકવી જોઇએ; પણ જૂનીને ઠેકાણે નવી વ્યવસ્થા રચવા જેટલું પ્રાણબળ પણ આપણા સમાજમાં હાવુ જોઇએ.
કેવા અંકુરા
કાયદાના અકુશની વાતે હું નથી કરતેા. સાહિત્ય ઉપર કાયદાના અંકુશ ઓછામાં ઓછે હાવા જોઇએ એમજ હું માનું છું. સદાચારની સર્વોચ્ચ કૈટને વિચાર કરીને કાયદે ચાલતા નથી. કાયદાની આંખા સ્થૂળ હોય છે, જડ હાય છે અને એના ઉપાયે। અસસ્કારી હાય છે. સાહિત્ય ઉપર અંકુશ હેાવે જોઇએ લેાકમતને. લોકમતના એટલે સંસ્કારી, ઉદાર, ચારિત્રવત્સલ સમાજરીણાના. આવું કશું કરવાને આજને સમાજ તૈયાર નથી એ હું નથી જાણુતા એમ નથી; પણ સમાજ એથી પેાતાનુંજ નુકસાન કરે છે, એમ કહ્યા વગર છૂટકો નથી. વૈદ્દો મુનિયંચ વજ્ર: પ્રમાણમ્। એ દલીલ તળે આપણે તમામ મર્યાદાએને છેદ તેા ઉડાડવેા નથી ને ?
સાહિત્ય એ કળાનેાજ એક વિભાગ છે. એટલે કળાના નિયમે એને પણ લાગુ પાડીએ છીએ. કળા માટેજ કળા છે, કળા બાહ્ય કાઈ વસ્તુના અંકુશ સ્વીકારે નહિ, એમ કહેનારા કેવળ કળાવાદીએ નીતિના અંકુશની હમેશાં ઠેકડી કરતા આવ્યા છે. ‘ વામની ય સમાપ્ત મહિમા એવી એ કેવળ કળા જોતજોતામાં નિર`લ સ્વાર્થી બની જાય છે. અને સ્વાર્થી સાથે સત્ત્વ ક્યારે
""
ટક્યું છે ? આર્ટ ફોર આર્ટસ સેક’ ની પરિણતિ “ આ ફૅાર આર્ટીિસ્ટ્સ સેઇક ” માં છે. કળા અને સાહિત્ય
કળાએ નીતિને અંકુશ સ્વીકારવેાજ જોઇએ એવા મારા આગ્રહ નથી; પણ એનું કારણ જૂદું છે. સાહિત્ય પાસે પેાતાનું ગાંભી, પ્રસન્નતા અને પવિત્રતા કેમ ન હોય ? વિનાદ એ કંઇ આ ત્રણેને વિરાધી નથી. ઉલટુ વિનેાદ આ ત્રણેને ઉચ્ચ કાટિએ પહાંચાડી બતાવી શકે છે,
સાહિત્ય જો સ્વધર્મ પાળે તે એને નીતિને અંકુશ સ્વીકારવા ન પડે. સાહિત્ય જ્યારે હીન અભિરુચિ અને કલાશત્રુ વિલાસિતાના પીઠામાં જઇને પડે છે, ત્યારેજ નીતિને લાચારીથી એને ત્યાંથી ઉઠાડી ઘેર આણુવી પડે છે. સદાચારી અને સ્વયંશાસિત નાગરિકાને નગરરક્ષકાથી હીવાનું કારણ રહેતુંજ નથી.
પણ કળા અને સાહિત્ય એકજ વસ્તુ નથી. સુંદરતા એ સાહિત્યનુ ભૂષણ છે, પણુ સાહિત્યનું સર્વીસ્વ નથી. સાહિત્યનું સર્વસ્વ-સાહિત્યના પ્રાણ એ એજસ્વિતા છે, વિક્રમશીલતા છે, સત્ત્વવૃદ્ધ છે, જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પૌરુષ વધારવામાંજ સાહિત્યની ઉન્નતિ રહેલી છે.
શુ' વિષયસેવન સમાજમાં એટલું ક્ષીણ થઇ ગયુ` છે કે વિલાસપ્રેરક સાહિત્યદ્વારા તેને ઉત્તેજન આપવાની જરૂર હૈાય ? સમાજની જેમ સાહિત્યને પણ દેહધારીના નિયમેને વશ થઇને ઉચ્ચાવચ સ્થિતિએ ભાગવવી પડે છે. જ્યારે સમાજના સંપૂર્ણ ઉત્કર્ષ થઇ ચૂકયેા હાય, તેને અંગે આવતી સમૃદ્ધિનેા પણ થાક ચઢયા હાય, તે વખતે ભલે સમાજ વિલાસિતામાં ડૂબી સસ્વ ખાવા તૈયાર થઇ જાય; પણ જ્યારે પતિત સમાજ માણસન્નતિ ઉપર આવતી બધીજ આપત્તિએનું દુદૈવી સંગ્રહસ્થાન બન્યા હાય, કરેાડા ભૂખે નહિ તે નિરાશાથી પીડાતાં હાય, પુરુષાની જ્યાં ત્યાં આટજ દેખાતી હાય અને અજ્ઞાન ચામાસાની કાળી રાત જેવું ચેમેર ફેલાયુ. હાય, એવે વખતે તા હૃદયની દુળતા વધારનાર, નામ વાસનાઓને રૂપાળી કરી બતાવનાર અને અનેક હીન વ્રુત્તિઓનેા બચાવ કરનાર હત્યારૂ સાહિત્ય પેદા ન કરીએ.ચઢતા પહેલાંજ પડવાની તૈયારી કેવી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com