________________
૩૭૩
જગતને ધ્રુજાવનાર મહાન પેલિયન १७१-जगतने ध्रुजावनार महान नेपोलियन
અંધારામાં રહેલી કેટલીક હકીકત
નેપોલિયનની રાજ્યવ્યવસ્થાને આધુનિક ઇતિહાસવેત્તાઓએ હજુ સ્પર્શ નથી કર્યો એવું વિધાન એક વિદ્વાને ૨૮ વર્ષ ઉપર કરેલું. એ પછી તો એ ક્ષેત્રમાં થોડું કામ થયું છે, પણ હજુ ઘણું કરવાનું બાકી છે. એ કામને અંતે જગતને ઘણો લાભ થશે. વેટીકન પુસ્તકાલયે નેપોલિયનના પત્રો મેળવ્યા છે; પરંતુ હું જાણું છું ત્યાં સુધી હજુ એ પ્રસિદ્ધિ પામ્યા નથી. નેપોલિયને ટસ્કનીનું રાજ્ય ચલાવ્યું હતું; એ કારભારને લગતા કાગળ હજુ અણુઅડક્યા પડયા છે. નેપસ, મીલાન, વેનિસ વગેરે સ્થળે નેપોલિયનના ઇતિહાસને અજવાળનારાં રત્નો પડયાં હશે; એના ઉપર ચઢેલી રજ કાઈ ખંખેરે યારની વાત ત્યારે. નલિયને ઈટલીનું રાજતંત્ર ચલાવ્યું હતું એ આખો વિષય ઐતિહાસિક દષ્ટિએ બહુ અગત્યનું છે. કોઈ મહાન ઇતિહાસકર્તા પોતાની બુદ્ધિના જાદુઈ સ્પર્શથી એને સજીવન કરે એમ આપણે ઈચ્છીએ.
મારૂં વિદ્યાર્થીજીવન મેં પારિસમાં ગાળ્યું હતું. ત્યાં મને એક જણનો ભેટો થયો. એના પિતાએ નેપલિયનના લશ્કરમાં સિપાહીગીરી કરી હતી. આ માણસ જ્યારે નેપોલિયનની કથા વાંચતા ત્યારે તેનું હૈયું ભરાઈ આવતું અને તેનાં અબુ ગાલની કરચલીમાં વહેતાં, એનું વૃદ્ધ શરીર આવેશથી કંપી ઉઠતું.
માસ્કનાં સંસ્મરણે મારા એ વૃદ્ધ મિત્રને પિતાના બાળપણના અનુભવની કથા કહેવાનું બહુ ગમતું. પિતાને નેપોલિયનની કથા સાથે તથા મેના યુદ્ધ સાથે સંબંધ છે એ વિચારથી એનું હદય ફૂલાતું. પિતાના પિતા તથા ભૂતકાળની કરુણ કથાના ઇતિહાસનાં ચિત્ર એની અંતરદષ્ટિ નીહાળતી અને તે સાથે એ વૃદ્ધને એક પ્રકારનું જેમ ચઢતું. પૂર્વની મરણસૃષ્ટિને જ
રનું જોમ ચઢતું. પૂર્વની મરણસૃષ્ટિને જાગ્રત કરતો કરતો એ કોઈ - વાર મદિરાનો પ્યાલો પીતે, કોઈ વાર એકાદ સીગારેટ પીતે અને કંઈ કંઈ જુસ્સાના ઉભરા અનુભવતા.
નેપોલિયનની કથામાંથી લોકોનો રસ ઓસરી ગયું હોય એવું હજી તો નથી જણાતું. હમણાંજ નેપોલિયનવિષે બે પુસ્તકે બહાર પડયાં છે; એક જર્મનીમાં અને બીજું રશિયામાં. જર્મન પુસ્તક પ્રખ્યાત લેખકની કલમથી લખાયું છે, પણ નાયકને મુખેજ એની જીવનકથા કહેવડાવવાની કળા એ લેખકની પોતાની નથી.મી જોન્સ્ટન નામના અમેરિકન વિદ્વાને “ધી કોર્સિક નામનું પુસ્તક લખ્યું છે તેમાં એજ કલાનો એણે ઉપયોગ કર્યો છે; છતાં એ પુસ્તક લોકપ્રિય નથી થઈ શક્યું, એ નવાઈ જેવું છે. નેપોલિયનના જીવનનો નમુનેદાર અભ્યાસ જે આ પુસ્તકમાં મળે છે તેવો બીજે ભાગ્યે જ મળી શકશે; પણ એમાં ચિત્રો નથી મૂક્યાં, એ એને દેષ છે. જર્મન લેખકનું પુસ્તક આ દૃષ્ટિએ ચઢીઆનું છે. એમાં ઘણાં સુંદર ચિત્રો છે. બાકી અનેક દૃષ્ટિએ મિ. જોન્સ્ટનનું ધી કેસિક ચઢી જાય છે એમાં શક નથી.
પરંતુ રશિયામાં બહાર પડેલું પુસ્તક તે જૂદીજ જાતનું છે, એના લેખકની દષ્ટિજ જૂદી છે. એ લેખકનું નામ મેરેકેન્ઝી છે. એ તો નેપોલિયનના આત્મા સંબંધી જ વિચાર કરવા ઇચ્છે છે. જગતે નેપોલિયનના આત્માને વિચારજ નથી કર્યો, એમ એ કહે છે. જર્મન કવિ ગેટેને -નેપોલિયનના આત્માનું દર્શન થઈ શક્યું હતું. ગેટે કહેતો–“નેપોલિયનનું જીવન એટલે કે દેવાંશી વ્યક્તિનું વિરાટ પગલું. એની આંતરદૃષ્ટિ સદા ખુલ્લી જ રહેતી. એના જેવું ભાવી ભૂતકાળમાં કેઈનું નથી થયું અને ભવિષ્યમાં કેઇનું નહિ થાય.”
મી. લીઓન બ્લોય નામનો એક બીજો મહાબુદ્ધિશાળી લેખક છે એમ આપણે રશિયન લેખક જણાવે છે. ગ્રહોય અને કાર્લાઇલ જેવા નેપલિયનના વિરોધી લેખકેનું કોઈ સાંભળતું નથી.
મેરેકેન્સ્કી નેપોલિયન વિષે જે કહે છે તે બધે રાજનૈતિક પ્રલા૫ છે, એમ ટુંકામાં કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com