________________
કામદારે જગતના ઉગતા તારા
૩૫૩ શ્રી. એસ એસ, મીરજકર કલાબા જીલ્લાના એક ગામડામાં ૧૯૦૨ ની સાલમાં જન્મ્યા. અસહકારમાં દફતર લપેટી મૂક્યા બાદ ફેંચ બેંકમાં જોડાયા ને સાત વર્ષ સુધી ત્યાં નોકરી કીધી. લાલા હરદયાળે લખેલું પુસ્તક “આધુનિક રૂશિયા અને કાર્લ માર્કનું જીવન વાંચી તેઓ સામ્યવાદી બન્યા અને કામદાર ચળવળમાં રસ લેવા લાગ્યા, ત્યારથી તેઓ કમ્યુનિસ્ટ મતોમાં માનવા લાગ્યા.
ગયે વર્ષે મિ. ઍટ લખેલી “ઈડિયા અને ચાઈના” ચોપડીના પ્રકાશક તરીકે તેઓ સામે કેસ માંડ્યો હતો, પણ છૂટી ગયા હતા. ખેડુત અને કામદાર સંઘમાં તેઓ પ્રચાર ખાતાના પ્રમુખ છે.
શ્રી. અર્જુન આળવે તેઓ એક આદર્શ કામદાર છે. ઉંમર વર્ષ ૨૮ છે. દક્ષિણમાં આવેલા સાવંતવાડી રાજ્યમાં જન્મ થયો. ડું મરાઠી શીખ્યા અને પેટને માટે ૧૧ વર્ષની કુમળી ઉંમરે મુંબઈમાં આવી મીલમાં રહ્યા. સ્વભાવે અતિશય નિડર અને સાહસી હાઈ સિપાહીગીરીના પૂરા ગુણ ધરાવતા હોવાથી છેલ્લી લડાઇમાં લશ્કરમાં જોડાઈ ફ્રાન્સ, બસરા વગેરેનાં રણમેદાન પર શાહીવાદના સાગરીતતરીકે લયા. ૧૯૧૫ થી ૨૦ દરમિયાનનાં પાંચ વર્ષ ખૂનખાર લડાઈમાં ગાળી ૧૯૨૧માં સ્વદેશે પાછા ફરી વળી મીલમાં વણકરતરીકે જોડાયા. ૧૯૨૩ ની સાલમાં પડેલી હડતાલમાં તેઓ કામદાર, યુનિયનમાં જોડાયા. ૧૯૨૫ ની હડતાલમાં પણ તેઓ આગળ પડતું કામ કરતા હતા અને આજે તે કામદારોના એક જબરજસ્ત નેતા થઇ પડયા છે. ગીરણી કામદાર યુનિયનના તેઓ પ્રમુખ છે.
શ્રી શાવકએચ. ઝાબવાળા સુરત જીલ્લામાં ઝાબ ગામે ૧૮૮૭ની સાલમાં જન્મ થયો. મેટ્રીક પૂરી કરી મુંબઈ આવ્યા. ને ૧૯૦૬ માં બી. એ. થયા, ત્યારથી એક લેખક અને શિક્ષક તરીકેનું જીવન ગાળે છે. તેમણે કુલ ૨૭ પુસ્તકો લખ્યાં છે. છેલ્લા મહાન યુદ્ધમાં તેઓ સરકારને મદદ કરવાની તરફેણમાં ટાઈમ્સ પત્રમાં લખતા, પણ ગરીબોની કંગાલિયતની તેમના મન પર અસર થઈ અને ૧૯૧૫ માં કામદારો. તરફ આકર્ષાયા. બુદ્ધીસ્ટ સેસાઇટી, હ્યુમેનીટેરીઅન લીગ વગેરેમાં કામ કર્યું. કામદાર આલમમાં શ્રી. ઝાબવાળાનું કાર્ય અજોડ છે. તેમણે ૨૨ યુનિયને સ્થાપી ૫૦-૬૦ હજાર કામદારોનું સંગઠન કર્યું છે. દયા-બુદ્ધિથી પ્રેરાયેલા આ સાચા જરથોસ્તીને જલદીજ નિરાશ થવું પડયું; કેમકે રાજતંત્ર સર કર્યા સિવાય કામદારે અને ગરીબ પ્રજાએાની સ્થિતિમાં બળ નહિ આવે, એવો અનુભવ તેમને કરવો પડ્યો. ત્યારથી તેઓ આર્થિક ક્રાંતિમાં માનવા લાગ્યા. આ માટે તેમને ઘણીજ વીતકે. વેઠવી પડી છે. નોકરી છૂટે, ભૂખમરો વેઠવો પડે, જ્ઞાતિભાઈઓનાં ટાણું ખમવાં પડે એ સર્વે ક્રમોમાંથી તેમને પસાર થવું પડયું હતું. તેઓ જેમ મીલ વર્કર્સ યુનિયનના પ્રમુખ છે તેમ બીજી અનેક યુનિયને સાથે પ્રમુખ કે મંત્રી તરીકે સંબંધ ધરાવે છે. “ખેડત અને કામદાર સંધના કાર્યકારી. મંડળના તેઓ એક સભાસદ છે.
| શ્રી લાલજી પૅડસે. શ્રી. વિનાયકરાવ સાવરકરની પ્રવૃત્તિઓની એમના ઉપર ઉંડી અસર થવાથી કોઈ પણ માગે સ્વતંત્રતાની લડતમાં તેઓ માનવા લાગ્યા. અહિંસાવાદ ઉપરથી એમની શ્રદ્ધા ઉઠી ગઈ. એ. પછી તેઓ કેટલાંક મંડળના સમાગમમાં આવ્યા. છેલી લડાઈમાં તેમની સહાનુભૂતિ જર્મની સાથે હતી. હિંદની સ્વતંત્રતા માટે એ વખતે એમને કેાઈ પણ જાતને ઉપાય બાધક લાગતો. ન હતો. પાછળથી એમને બ્રિટિશ લશ્કરમાં જોડાવાની ઈચ્છા થઈ હતી અને એ ઇચ્છા બર લાવવા એમણે બે મિત્રો સાથે લશ્કરમાં જોડાવાની ખટપટ કરી; પણ તેમાંય ફાવ્યા નહિ. આવી સ્થિતિમાં રિક્રુટીંગ માટે જે જુલમ થતા તે જોઈ તેમનું મન અકળાયું અને લડાઈ શુ. ૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com