________________
શુભસંગ્રહ-ભાગ ચોથા સ્થાપૂર્વક કરવાથી આંદોલનમાં થતા સઘળા ફેરફાર કમપૂર્વક થાય છે, એ યથાર્થ રીતે જાણવાની મનુષ્યને અગત્ય છે.
આ પ્રકારે વિચારતાં આ વિષય અત્યંત મટે તથા પ્રત્યેક મનુષ્યના મનનું આકર્ષણ કરનારે છે, પરંતુ આ લઘુ લેખમાં તેની મહત્તાનું ભાન કરાવવા ઉપરાંત વિશેષ કંઈ થઈ શકે તેમ નથી; કારણ કે આ લધુ લેખને આશય, પ્રત્યેક માનસક્રિયા શરીરમાં રાસાયનિક ફેરફાર ઉત્પન્ન કરે છે એટલું જ દર્શાવવાનો છે. એમ છતાં આ અત્યંત ઉપયોગી વિષયની ભવિષ્યમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવાની અનુકૂળતા લેવામાં આવશે.
શરીરમાં રહેલું પ્રત્યેક તત્ત્વ હાલ જે પ્રકારનું છે તે પ્રકારનું તે હવામાં તેનાં આંદોલનની અમક ગતિ છે, તે જ કારણ છે તેથી પ્રત્યેક માનસક્રિય આંદોલન છે તેથી; આંતરપ્રદેશમાંથી ઉઠતું પ્રત્યેક આંદોલન બાહ્યપ્રદેશમાં પ્રવર્તતાં આંદોલનોમાં ફેરફાર કરી શકે છે તેથી; અને સઘળાં આંદોલને ક્રિયાના પૂળ પ્રદેશની મર્યાદામાં રહેલાં છે તેથી આંદોલનના જે નિયમને આપણે વિચાર કરીએ છીએ તે શાથી ખરે છે, એ આપણે લક્ષમાં બરાબર આવે છે.
આમ છતાં, એ ૫ણું ખરું છે કે, એકજ પ્રદેશનાં બે જૂદી જૂદી સ્થિતિવાળાં આંદોલન એકબીજામાં ફેરફાર કરી શકે છે; પરંતુ તેમાંનું એક જ્યારે બીજાના કરતાં ઘણું વધારે બળવાન હોય છે ત્યારે જ તે તેમ કરી શકે છે.
શારીરિક પ્રદેશનાં આંદોલન કરતાં સઘળાં માનસ આંદોલનનું રાસાયનિક જીવન વધારે ઊંડે સુધી પહોંચેલું હોય છે, તેથી શારીરિક અદલને ગમે તેટલાં બળવાનું જણાતાં હોય છે, તેપણ માનસ આદેલને તેમને કેવળ ફેરફાર કરી નાખવા સમર્થ હોય છે. આ કારણથી જ એક પ્રચંડ શરીરવાળા પુરુષને, એક દુર્બળ શરીરવાળા યોગી પોતાના માનસસંકલ્પથી દશ હાથ કે સો હાથ દૂર ફેંકી શકે છે.
પણ કેટલાંક માનસ આદેલનો શારીરિક અદલનોના જેવાં જ લગભગ સપાટી પાસે રહેનારા હોય છે. આવાં આંદોલનો બહુજ અ૫ ફેરફાર ઉત્પન્ન કરે છે. કોઈ કોઈ પ્રસંગે એટલો અ૫ ફેરફાર ઉત્પન્ન કરે છે કે તે આપણા જાણવામાં પણ આવતા નથી.
આ કારણથી જેમ મનુષ્ય અંતરમાં અધિકાધિક ઉંડે ઉતરે છે, તેમ તેના વિચારનું બળ સ્થૂળ તો ઉપર અધિક ચાલે છે.
તેથી, શરીરના કોઈપણ ભાગમાં જે આપણે અનુકૂળ અને સુખદ ફેરફાર કરવા હોય તે આપણે અંતરમાં અધિક અને અધિક ઉંડા ઉતરવાનો અભ્યાસ પાડવો જોઈએ—અંતરમાં એકાગ્ર થવાને આપણે અભ્યાસ પાડ જેઈએ જ
વધારે ઉંડા રાસાયનિક જીવનમાંથી નીકળતાં માનસ આંદોલન તત્તમાં આવશ્યક ફેરફાર સર્વદા કરેજ છે, પણ છેલ્લો ફેરફાર કરવાને કેવાં માનસિક આંદોલનને પ્રવર્તાવવાં એ પ્રશ્ન પાછો ઉઠે છે.
( આ પ્રશ્નના સવિસ્તર સમાધાનને ઈચ્છનારે આ વર્ગ તરફથી પ્રકટતા યમદંડમાં થોડા સમયથી આવતો “અર્વાચીન રોગોપશમસરણી” એ નામને વિષય કૃપા કરી અવલો .)
આ વિષયમાં જે સિદ્ધાંતે વાચકની દૃષ્ટિતળે આણવાનો ઉદ્દેશ રાખે છે, તે સિદ્ધાંત આ છે પ્રત્યેક માનસક્રિયા આંદોલન છે; શરીરના પ્રત્યેક અણુમાં તે પ્રસરી જાય છે; વધારે ઉંડા રાસાયનિક જીવનમાંથી તે પ્રકટે છે; અને એક રાસાયનિક નિયમાનુસાર સ્થૂળ શરીરનાં તત્વોમાં તે ફેરફાર અને સુધારો કરી શકે છે.
સ્થૂળ શરીરનાં તનાં આંદોલનોમાં ફેરફાર કરવાથી શરીરમાં રાસાયનિક ફેરફાર ઉત્પન્ન થાય છે. અને આ ફેરફારને ઉત્પન્ન કરનાર માનસક્રિયા જે જાતની હોય છે, તે પ્રમાણે આ ફેરફાર સુખને કે દુઃખને આપે છે.
(આધિન ૧૯૬૬ ના “મહાકાળ'માં લખનાર સદ્ગત માસ્તર સાહેબ છોટાલાલ)
* અંતરમાં ઉંડા ઉતરવાને અભ્યાસ કેવી રીતે કરે, એ આ વર્ગ તરફથી પ્રકટ કરવામાં આવેલા અધ્યાત્મબળપષક ગ્રંથમાળાના પ્રથમ અક્ષમાં વિસ્તારથી વર્ણવવામાં આવ્યું છે, તેથી જિજ્ઞાસુએ તે વાંચવા કૃપા કરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com