________________
૩૦.
શુભસંગ્રહ-ભાગ ચેાથે १५४-भादरणनो भगवान रात लइने नाठो!
નડીયાદ તા. ૧-૮-૨૮ આપણા દેશમાં ઘણી ખરી જગ્યાએથી દ્વારા ખબર આવે છે કે, “અમારા ગામમાં (વગર મોસમના) કૃષ્ણ ભગવાન(!) ફુટી નીકળ્યા છે ! અમારા ગામમાં પણ છેડા વખત ઉપર “ભાદરણના ભગવાન આવ્યા હતા. તેમને પોષાક મખમલને હતા, તેમણે કોટ–પાટલુન અને માથે વરરાજા જેવી પાઘડીમાં ફૂલને હાર લટકા હતો. કોઈ અજાણ્યો માણસ નિઃસંદેહ વરરાજાની ઉપમા આપી શકે ! તે પોતે વૃદ્ધ છે. આ ભાગવાન અમારી માતૃભૂમિને અપવિત્ર કરવા પોતાને ખર્ચે બંધાયેલા મંડપમાં પધારી અંધશ્રદ્ધાળુ લેકની પવિત્રતાનો ભંગ કરવા સ્વયં પ્રેરાયા હતા. અમારા ગામના કેટલાક ભાઈઓની અને બહેનની પૂજા અંધ ન હોવાને પ્રતાપે, અધેર પાપમાંથી એ “ભાદરણના ભગવાન અને અંધશ્રદ્ધાળુ લેકે મુક્ત થયા હતા. આ મહારાજને રાત્રે ને રાત્રે નાસી જવાની ફરજ પડી હતી, અને તે રાત્રે ને રાત્રે પલાયન થઈ ગયા હતા. આ મહારાજને બધા “ભાદરણના ભગવાન !તરીકે ઓળખે છે.
આવા ધર્મનું નિકંદન કાઢનારાઓની ધુંસરીને ફગાવી દેવા અને હિંદુધર્મને આઝાદીને અખંડ દીપક પ્રગટાવવા ભારતીય યુવકે ! તૈયાર થજે.
કળિયુગમાં અંધશ્રદ્ધાળુઓની આંખોએ દેખાતા કૃષ્ણ ભગવાનને અને તેના સ્વાથી ચેલાઓની આંખે અંધાપો આવ્યો છે, અને તેઓ હિંદુધર્મના સત્યાનાશના સમરજંગ માં ઉછળવા સ્વયં પ્રેરાયા છે!
અંતરિક્ષમાં ઉભેલે વહિવે આજે કાળા અક્ષરે આકાશની પાર્ટીમાં આલેખી રહ્યો છે કે “આ અંધશ્રદ્ધાળુઓ હિંદુધર્મને વિનાશકાળ ઘડી રહ્યા છે.”
ઓ ભારતીય યુવકે ! આજે તમારી ધાર્મિક કસોટી થઈ રહી છે. તમારી છાતીને મજબૂત રાખજે. આવા લેભાગુ ભગવાનનાં પોકળ ખુલ્લાં પાડી જનતા સમક્ષ રજુ કરજે, અને અધમઓની અધર્મશાહીના જવાબમાં તીખી મર્દાનગી જરૂર દાખવજો!
(“પલ પત્રિકાના તા. ૧૩-૯-૨૦ના અંકમાં લેખક-સ. ચંદ્ર કંથારિયા.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com