SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ એક સમાજહિતકારી સંસ્થા १५३-एक समाजहितकारी संस्था ચેસ્ટરમાં એક એવી સંસ્થા સ્થપાઈ છે કે જેને ઉદ્દેશ ધનવાન સ્ત્રીપુરુષોના ધનનો -લોકહિતનાં કાર્યોમાં ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવાનો છે. આ સંસ્થાને આર્થર છસ્ટેબલના સામ્યવાદી પુત્ર વાઈકાઉન્ટ એનિમેર યાને મિ. ડબ્લ્યુ. એફ. દેમર તરફથી સંપૂર્ણ મદદ મળી છે. સંસ્થાનું નામ નેબર્સ લિમિટેડ' છે. તે કલા, વિજ્ઞાન, લોકદશા અને શ્રાતૃભાવની ઉન્નતિ માટે કેટલાક પ્રકારના ઉદ્યોગે, ધંધાઓ અને સામાજિક કાર્યો શરૂ કરશે. મૈત્રીપૂર્ણ સંસ્થાઓના કાનુનના પાલન માટે સભાસદેએ એક કે એથી વધુ શેર લેવા જોઇશે; અને પ્રત્યેક શેરની સાથે સંસ્થાને સો પૌંડનું દાન આપવું પડશે. કોઈપણ સભાસદને સો પડના દાનને માટે એક શેર મેળવવાનો અધિકાર રહેશે; અને એ હિસાબે તેને શેર મળશે. સંસ્થાનું કામ મિલ્કતોની લેવડદેવડ તથા વેચાણ વગેરેનું તેમજ જેઓને સંપત્તિ જેવું કશું જ નથી તેમને સામાન્ય નિર્વાહની અને શાંતિથી જીવન ગાળી શકાય તેવી વ્યવસ્થા કરી આપવાનું છે. તેઓ આશા રાખે છે કે, સંસ્થાના ઘણાખરા સભ્ય પોતાની સધળી માલમિલ્કત સંસ્થાને અર્પણ કરશે. કે જે લાગે હશે. બદલામાં તેમને દર અઠવાડીએ સ્ત્રી યા પુરુષને ત્રણ પૌંડ મળશે. પતિ-પત્ની એકસાથે રહેતાં હોય તેમને દર અઠવાડિયે ચાર પૌડ મળશે. તેમની સાથે બાળકો પણ હોય તો તેમને માટે દશ દશ શિલિંગ વધારે મળશે. “નેબર્સ લિમિટેડ” સંસ્થાના નિયમોમાં વાઈકાઉન્ટ એનિમેરે ડોક સમય થયાં સુધારો કર્યો હતો અને તેઓ દર અઠવાડિયે ત્રણ પૌંડ લઈને મિ. હેયરતરીકે રહેવા ઇચ્છે છે. શરૂઆતમાં કેમ્બ્રિજની સૈયસ કૅલેજના અર્થશાસ્ત્રના અધ્યાપકે આવી એક સંસ્થાને ઠરાવ રજુ કર્યો હતો. સંસ્થા રાજકારણથી અલગ રહેશે; પરંતુ સામ્યવાદની ભાવનાથી ભરેલા ધનવાનોને નિવેદન કરશે કે, તેઓ સંપત્તિની મુશ્કેલીઓ દૂર કરે. આ સંસ્થાના વ્યાપક કાર્યક્રમમાંથી કેટલુંક આ પ્રમાણે છે:-(૧) સર્વ પ્રકારની કળાઓને ઉત્તેજન આપવું અને નવી નવી શોધીને વ્યવહારમાં લાવવી. (૨) ગામો અને ગામડાંના સૌંદર્યનું સંરક્ષણ કરવું. (૩) ખુલ્લા મેદાનોની રક્ષા કરવી તથા દેશને સ્વચ્છ કરવો. (૪) ગંદકી, ધૂમાડે, ઘોંઘાટ અને રોગનાં ઉત્પાદક કારણોને દૂર કરવાં. (૫) શિક્ષણ અને શિક્ષણવિષયક સિદ્ધાંતોને પ્રચાર કરે. (૬) સંસ્થાના કાર્ય માટે ધન અને બીજી સગવડો ઉભી કરવી તથા તેમાં વધારે કરવો. (૭) સમાજસેવાનાં કામોમાં વધારો કરવો, બાળકની કલબો ખોલવી, રજાઓ ગાળવાના કેપે ગોઠવવા, વાચનાલય ખોલવાં, વિશ્રામાલયો ખેલવાં અને શિક્ષણ–પ્રચારના પ્રયત્નો કરવા તથા દરિદ્રો અને વૃદ્ધો માટે આશ્રમો બનાવવા. (૮) કેદખાનામાં શિક્ષણની સગવડમાં સુધારો કરવો તથા કેદમાંથી ફ્ટવ્યા પછી કેદીને માટે કામધંધાની સગવડ કરી આપવી. (૯) જેમનાં ઘરબારનું કંઈ ઠેકાણું નથી એવાંઓના પાલન-પોષણની વ્યવસ્થા કરવી.(૧૦) કામધંધાઓમાં સહકાર અને સભાવ પેદા કરવો તથા સૌ રાષ્ટ્રોમાં આંતર્રાષ્ટ્રીય સંબંધની વૃદ્ધિ કરવી. નેબર્સ લિમિટેડ સંસ્થાના એ ઉદ્દેશ અને અભિલાષ છે. 6 = - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy