________________
શુભસંગ્રહ-ભાગ ચોથા પ્રવાસોની પ્રથા-એ આ પ્રવૃત્તિનાં સુંદર લક્ષણો છે. હું હિંદુસ્થાનની યુવક-પ્રવૃત્તિને બ્રહ્મચર્યના આદર્શ અને ભાવનાના પાયા ઉપર ઘડતર પામતી જોવા ઈચ્છું છું. * * * *
થોવન એ નવસર્જનની શક્તિને અખંડ ઝરે છે. યુવાને ! ઋષિઓના શાણપણના વારસદારો ! હિંદી આદર્શોથી પ્રેરિત બનીને, નૂતન ભારત સર્જવાને કટિબદ્ધ થાઓ. હિંદુસ્થાનની તવારીખમાં નવો શક આરંભે.... કઈ કઈ વાર યુવકો મને કહે છે-અમે દરિદ્ર છીએ, અમે અજાણ્યા છીએ, અમે નિર્બળ છીએ, અમે શું કરી શકીએ?’ અને તેમને હું જવાબ આપું છું–તમે દરિદ્ર છે, બહુ સારું. તમે અજાણ્યા છે, બરાબર છે, પણ તમે નિર્બળ છે એવી વાણી કદી ન વદ જે. યુવકે ! તમારા અંતરમાં ગુપ્ત શક્તિના ભંડાર ભર્યા છે; તમારા ભીતરમાં મહાશક્તિ પઢેલી છે. એ શક્તિને જગાડ, તેને ધેધ વહેવા દો અને ભારતવર્ષના ખૂણેખૂણું ખળભળી ઉઠશે. પ્રકાશના પુત્રો ! ગુપ્ત પ્રકાશને બહાર આણે અને પૃથ્વીને અજવાળે.’
આયેલડમાં પ્રતિવર્ષે શારીરિક ખેલોના ઉત્સવ થાય છે ત્યારે હજારો આયરિશ એ ઉત્સવમાં ભાગ લે છે. જર્મનીની યુવક-પ્રવૃત્તિ જંગલો અને સીમમાં ભટકવાના શેખને-ખેતરી જીવનને પ્રાધાન્ય આપે છે. જવાન જર્મન છોકરાઓ અને છોકરીઓ પર્વત ઉપર ભટકતાં જ હોય છે અને માઈલોના માઈલો પગપાળા અથાક રખડતાજ હોય છે. જાપાનમાં રમતગમતો ફરજિયાત છે. વિદ્યાર્થીઓને શિયાળાના બરફ ઉપર ચાલવું પડે છે. જુવાન કુમારે અને કુમારીઓ કઠણ જીવન જીવતાં શીખે છે અને હિંદી કુમારો અને કુમારીએ? તેઓ ખાસ કરીને જ્યારે કૅલેજમાં પ્રવેશે છે ત્યારે બહુજ સુકુમાર બની જાય છે. હવે વખત આવી પહોંચ્યો છે કે જ્યારે હિંદુસ્થાનના પ્રત્યેક યુવક અને યુવતીને સમજાઈ જવું જોઈએ કે, આજે હિંદુસ્થાન જે શિક્ષણ માગે છે તે સુકુમારતાનું નહિ, પણ મનુષ્યત્વનું શિક્ષણ માગે છે. હિંદુસ્થાનના યુવકોએ પુર૧ બનવું જોઈએ છે. હિંદુસ્થાનની યુવતીઓએ શક્તિના અવતાર બનવું જોઈએ છે. વજાંગ બને. એ આજના હિંદી વિદ્યાર્થીને જીવનમંત્ર બન જોઈએ છે.
યુવકે! સેવાની મશાલ લઈને તમે જનપદમાં ભટકે. ભારતવર્ષનાં રાંક ગ્રામ્યજનો તમારા આગમનની વાટ જોઈ રહ્યાં છે, સાચું ભારતવર્ષ ગામડાઓમાં વસે છે. ભારતવર્ષના પ્રાણ ગ્રામ્યજનોનાં હૈયાંમાં ધબકે છે. ભારતીય પ્રજાનું નવવિધાન તળિયેથી થવું જોઈએ છે. ગ્રામ્ય ઉદ્ધારની જનાઓ રચે અને એ ભાવનાના ભેખધારી બને. ક્ષુધા, કંગાલિયત, અજ્ઞાન, અનારોગ્ય-એ બધાં તો એ ગ્રામ્ય પ્રજાને નિપ્રાણ બનાવી દીધી છે. તેમને આરોગ્યનાં પ્રાથમિક સૂાનું પણ જ્ઞાન નથી; તેઓ નિર્બળ છે, નુતન જગદૂબળાનું તેમને કશું જ ભાન નથી, હિંદી આદર્શો અને ભાવનાઓનું તેમને કશું જ જ્ઞાન નથી અને રાજદી રોટી માટે તેમને તરફડાટ દયાપાત્ર છે. ગ્રામ્ય જનતાના સેવક જોઈએ છે, ગામડાંઓના ઉદ્ધારક જોઈએ છે અને ગ્રામ્ય જનતાની સેવા એટલે હિંદી પ્રજાની સેવા, ગ્રામ્ય જનતાનો ઉદ્ધાર એટલે હિંદી પ્રજાને ઉદ્ધાર, ગામડાઓનું પુનરૂત્થાન એટલે ભારતવર્ષનું પુનરૂત્થાન.
(સાધુ વાસવાણીના વ્યાખ્યાનમાંથી “સૌરાષ્ટ્ર” તા. ર૭-૧૦-૨૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com