________________
બગીચામાં મજુર એકલનાર એજંટ
૫ માંથી પણ મને જાણવાનું મળ્યું છે.”
“બાઈબલને તમે ધાર્મિક ગ્રંથ ગણે છે ?”
“બાઈબલને હું અનુભવોની સેંધથી માનું છું. બાઇબલ વાંચતાં આપણને એટલું આશ્વાસન મળે છે કે, જીવનમાં આપણે જેવી ઠેકર ખાધી છે તેવી બીજાઓને પણ ખાવી પડી છે; એટલે બાઇબલ અનુભવોનું ખરું પુસ્તક છે."*
“તમે માનો છો કે તમારા જીવનને અંતે તમને તમારી મહેનતેનો બદલે મળશે?”
“જીવનના અંતવિષે હું કાંઈ જાણતો નથી. અંત તો બહુ દૂર છે, પરંતુ આપણે જેને માટે લાયક હોઈશું તેટલું આપણને મળે છે જ અને મળ્યાજ કરશે.”
(“બે ઘડી મેજ” તા. ૨-૧૨-૨૮ના અંકમાંથી)
१२९-बगीचामां मजुर मोकलनार एजंट
સાહેબ ! થોડા વખતપર સરકારી કામને અંગે સુરત જીલ્લાના કીમ સ્ટેશને જવાનું થયું હતું. ત્યાં મજુર પૂરા પાડનાર મિત્ર સેન્ડફ્રેંડ નામના એક યુરોપીયન સાથે થયેલી વાતચીતને સાર નીચે પ્રમાણે છે:
હુ આયર્લાન્ડને વતની છું. મારું નામ સેન્ડફર્ડ. લશ્કરી નોકરીમાંથી ફારગત થઈ હાલ હું આસામના પ્લાના બગીચામાં મજાર મોકલનાર એજ તરીકે કામ કરું છું. ત્યાં મોકલવામાં આવતા દરેક કુટુંબ દીઠ મને રૂ. ૬૦ કમીશન મળે છે. તમે જે એક સ્ત્રી ને એક પુરુષ એવું કુટુંબ મેળવી આપે તે હું તમને દરકુટુંબ દીઠ વીસ રૂપીઆ આપું.
ત્યાં કામ કરનાર મજુરો સુખી છે કે દુઃખી એ સવાલ તમે પૂછો છો તો ઈશ્વરને હાજર જાણી જણાવું છું કે, અત્રેથી મોટી આશા આપી મોકલવામાં આવતા મજુરે ત્યાં ગયા પછી બહુ જ પસ્તાય છે. રોજના રૂપિયા-દોઢ રૂપિયા કમાશે” એવી લાલચ આપી લઈ ગયેલા મજુરને ચારથી પાંચ આના પણ રોજ પડતો નથી. મફત બળતણ મળશે એનો અર્થ એ કે, મજુરોએ જંગલમાં જઈ ખપ પૂરતાં લાકડાં જાતે કાપી લાવવાં. પેટને ખાતર અજ્ઞાન લોકોને ઉંધું સમજાવીને ફસાવવાને ધંધો હું લઈ બેઠે છું, પણ તેના બદલામાં ઈશ્વરને ક્રોધ અને ગરીબેના શાપ મારા ઉપર ને મારા કુટુંબ ઉપર વર્ષ રહ્યા છે. | મારા બે દીકરા ગામેગામ ફરી ખરી હકીકત ગરીબ લોકોને સમજાવી મારી વિરુદ્ધ પ્રચારકામ કરી રહ્યા છે; અને એવી રીતે તેઓ પગે ચાલી મહાત્મા ગાંધીજીને મળી બધી હકીકત રૂબરૂ નિવેદન કરવા જવાના છે અને તમને પણ હું પરવાનગી આપું છું કે, જાહેર છાપાદ્વારા આ હકીકત જેમ બને તેમ વધારે લોકોને જાહેર કરવી. આસામમાં રહાના બગીચામાં જનાર મજુરને કોઈ પણ પ્રકારનું સુખ મળતું નથી. ઘણા ખરા ત્યાંજ મરણ પામે છે. મહાત્મા ગાંધીએ ચંપારણ્યમાં જે સહેજ ચળવળ ચલાવી તેથી પણ મજુરોને ઘણો લાભ થયો ને તેમના માલીકને રૂપિયા દશ લાખને આશરે વધારે ખર્ચ કરવું પડયું. આસામમાં પણ મહાત્માજી જેવાની ચળવળની ખાસ જરૂર છે.”
આટલી વાતચીત થયા પછી વિશેષ ખાત્રી માટે મેં મિ. સેન્ડફર્ડના હસ્તાક્ષર માગ્યા, જેમણે ઉપર જણાવેલી કેટલીક હકીકતની નેધ મારી ડાયરીમાં પિતાને હાથે કરી.
(“ગુજરાતી”ના તા. ૨૩-૧૨-૨૮ના અંકમાં લખનાર ડે. મોતીરામ હરિશંકર ભટ્ટ-વેટનરી સત્યેન–ઓલપાડ )
૪ આપણી ભગવદગીતા બાઈબલથી પણ કેટલી બધી ચઢિયાતી છે તે સંસ્કારી સજનોને કહેવું પડે તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com