________________
શુભ ગ્રહ-ભાગ કેમકે મનુષ્ય પૃથ્વી ઉપરની છેલ્લામાં છેલ્લી અને નવામાં નવી વસ્તુ છે અને સૌથી નવી વસ્તુ. હોય તેમાં મને રસ પડે છે. વિજ્ઞાનશાસ્ત્રીઓની શોધ પ્રમાણે મનુષ્યજીવન ૨૩ અબજ વર્ષથી પૃથ્વીપર છે; અને એટલા કાળમાં તો આમાં અનેક અનુભવો મેળવે છે.”
“ ત્યારે તમારા અભિપ્રાય પ્રમાણે જીવનનો હેતુ શો છે ?” પત્રકારે પૂછયું.
“મારા માનવા પ્રમાણે જીવનને હેતુ અનુભવ મેળવવાને છે. મનુષ્ય ખોરાક અને શારીરિક સુખ-સગવડ કરતાં કાંઈ વધુ શોધે છે. માત્ર ખોરાક અને આરામથી મનુષ્યને સંતોષ થતો. હેય તે તેટલું તો તેને સહેજે મળી રહે છે. બહુ ઘેડા માણસે માત્ર દેહની જરૂરીઆતો મળી રહેવાથી તૃષ્ણરહિત થઈમેક્ષ પામે છે. આપણે બધાય પુનર્જીવન પામ્યાજ કરીએ છીએ, દરેકની પાછળ કંઇક હેતુ રહેલો હોય છે અને તેથી જીવન-પરંપરા ચાલુ રહે છે.”
દરેક વનના અનુભવથી આપણે શીખતા જઈએ છીએ. સફળતા અને નિષ્ફળતા, બનેમાંથી આપણે કંઈક શીખીએ છીએ, જે સફળતા કરતાં નિષ્ફળતાથી વધારે શીખીએ છીએ. ફાંસીને માંચડે જતાં જતાં એક માણસે કહ્યું હતું કે, “મારે માટે આ બહુ સારે પાઠ છે.” તેનું આ કથન ખોટું નહિ હોય. ફાંસીએ લટકીને પણ માણસ કંઈક અનુભવ મેળવે છે. આમાં ખેટનો નહિ પણ નફાને હિસાબ રાખે છે. આમાના ચોપડામાં ખાટ પણ અનુભવરૂપી નફામાં ગણાય છે.”
સંત ક્રાંસિસની માફક તમે પણ એમ માને છે કે, પશુઓમાં આત્મા છે ?” “જરૂર, શા માટે નહિ !”
“પણ, મિ. ફોર્ડ ! જો તમે બીજે જન્મ પણ મનુષ્યજીવન પામે તો તમે તમારું જીવન જૂદુજ ઘડવાના પ્રયત્ન કરો કે નહિ ?”
“ પણ તેમાં સવાલ જ “જેને છે. જેને હું વિચારજ કરતું નથી. મારા માનવા પ્રમાણે પ્રત્યેક જીવનમાં લેવાના અનુભવો પણ ભાવીએ નિર્માણ કરી મૂક્યા હોય છે. આપણે આપણું જીવન ઘડતા નથી. આપણને કદાચ અગાઉથી ભાન થાય છે, પરંતુ નિર્માણ આપણે કરી શક્તા નથી.”
“ ત્યારે શું રાષ્ટ્રોને પણ એજ નિયમ લાગુ પડે છે? “એમાં જરાયે શંકા નથી.” “તો જગતનાં મહાયુદ્ધોની ભયંકર આફત માટે તમે અમુક રાષ્ટ્રને દેવ આપે નહિ ને?”
બીલકુલ નહિ.” “જીવનમાં તમને શા કામમાં સૌથી વધુ આનંદ આવે છે ?”
“અમુક કામ મને આનંદ આપે છે તેટલા માટે હું કાંઈ કરતો નથી પણ અમુક કામ કરવાની જરૂર છે, તે માટે જ કરું છું. સહેલો માર્ગ પસંદ કરતો નથી, પરંતુ કઠિન માર્ગ પસંદ કરું છું. આપણને મનગમતું કામ કરીએ એમાં આપણે કાંઈ ભલું કરતા નથી.”
ત્યારે તમે કામમાંથી નિવૃત્ત થવા ઈચ્છતા નથી ?'
“અને ભય રહે છે કે, તદ્દન કામવગરના બેસી રહેવાનું દુઃખ હું કદી સહન કરી શકીશ નહિ. કંઈક ને કંઈક કામ કરવાનું તે હેાયજ છે. યુવાની એ જીંદગીની દોલત છે, પરંતુ અનુભવવિના યુવાને જગતને કારભાર ચલાવી શકે નહિ. જે માણસો ૩૦-૫૦ વર્ષે કામ કરવું છોડી દે તે કદાચ સંસ્કૃતિની અવદશા થાય. અનુભવીએ જગતના વ્યવહારને નિયમમાં અને સુયોગ્ય ગતિમાં રાખે છે. ૫૦ વર્ષ નીચેના માણસોમાં દુનિયાનો વ્યવહાર ચલાવવા જેટલો અનુભવ હતા નથી, એટલે જે ૫૦ વર્ષ ઉપરના માણસો કામ કરવું છોડી દે તે દુનિયાને વ્યવહાર કદાચ બંધ પડે.”
“તમને સાહિત્યમાંથી કાંઈ જાણવાનું મળ્યું?”
વિજ્ઞાનનાં પુસ્તકમાંથી ઘણું જાણવાનું મળ્યું; તેમજ “ઈને ટયુન વિથ ધી ઇન્ફિનિટ'.* જ આ સંસ્થા તરફથી ગુજરાતીમાં સ્વતંત્રાનુવાદરૂપે આ પુસ્તક પ્રભુમય જીવન એ નામથી ત્રીજી વાર હમણાં નીકળ્યું તે આગલી આવૃત્તિ કરતાં વિશેષ સંશાધનપૂર્વક અને સરલ ભાષામાં તથા માત્ર ચાર આનામાં (પાકા પૂઠા સાથે છ આનામાં) ની કર્યું છે.
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com