________________
હિંદના ઉદ્ધારની ચાવી
૨૮૭
તુજારા ચીનાઓ લાભ ઉઠાવી રહ્યા છે. સરકાર આપણી મદદે આવે ત્યાંસુધી રાહ જોવાથી હિંદીઓનુ` કશું વળવાનું નથી; કારણ કે એમ રાહ જોવામાં તે યુગેાના યુગેા વહી જશે. આપણે આમવર્ગોમાં કેળવણીના પ્રચાર કરવાની ખાખતમાં ચીના યુવાને પગલે ચાલવુ જોઇએ. ચીનાઓએ તે મદિરાજ શાળાએ બનાવી દીધી છે અને મદિરનાં ચેાગાનાને રમતગમતનાં મેદાન બનાવ્યાં છે.
હાલના હિંદી ગ્રેજ્યુએટાની દુર્દશા તરફ્ સહાનુભૂતિ બતાવતાં આચાર્યં શ્રી રાય ખેલ્યાઃ– હિંદી ગ્રેજ્યુએટાની દુદર્શી
“હિંદી યુનિવર્સિટિએના એક સામાન્ય ગ્રેજ્યુએટ કરતાં વધારે યાજનક પ્રાણી શોધવુ એ મુશ્કેલ છે. તેએાની પંડિતાઇ અને મિલ્ટન તથા શેક્સપિયર વિષેનું જ્ઞાન ઑફિસમાં ચાલતા પત્રવ્યવહારમાં વપરાય છે અને તેઓને બદલામાં માત્ર આવિકા જેટલી કમાણી મળે છે.’
શિક્ષણુની ચાલુ પદ્ધતિ પાકળ છે. શિક્ષણ પરદેશી ભાષામાં અપાય છે અને જે વખતે વિદ્યાર્થીએ સત્યાસત્ય હકીકતાનુ સંશાધન કરતા હેાવા જોઇએ તે વખતે તેએ શબ્દો શીખવાને મથી રહ્યા હાય છે. આધુનિક કેળવણીના માર્ગ, વિદ્યાની કબર ભણી દોરી જનારા છે.''
ધગધગતી ભાષામાં રજુ થયેલા હૃદયના આ ઉદ્ગારે!, સરકારી શિક્ષણપદ્ધતિની અસ`ગીનતા સારી રીતે ઉઘાડી પાડે છે અને રાષ્ટ્રીય કેળવણી માટેની આવશ્યકતા પણ એટલાજ સચેષ્ટપણે પૂરવાર કરી બતાવે છે.
રાષ્ટ્રીય કેળવણી કેવી હાવી જોઇએ ?
રાષ્ટ્રીય કેળવણીની ધણી યાજનાએ આજે આપણા દેશ સમક્ષ પડેલી છે, પણ એ બધીને વિચાર અત્રે થઇ શકે તેમ નથી. આપણે તે ટુકમાં રાષ્ટ્રીય કેળવણીનું સ્વરૂપ નિરખી જઇશું. પ્રથમ તે। રાષ્ટ્રીય કેળવણીને મુખ્ય હેતુ, ખાળામાં દેશભક્તિ ઉત્પન્ન કરવાના હોવા જોઇએ. રાષ્ટ્રીય કેળવણી એવી રીતની અપાવી જોઇએ, કે ખળકા નિર્માલ્ય અને નિઃસત્ત્વ ન ખનતાં તેજસ્વી, બુદ્ધિમાન અને નિડર અને. આજકાલના સરકારી કેળવણી પામેલા યુવžા નેાકરી કરવામાંજ જીવનની સાર્થકતા માને છે. રાષ્ટ્રીય કેળવણી પામેલેા યુવક નેાકરીના મૃગજળ પાછળ કાંકાં ન મારતાં સ્વાવલખી બનવા જોઇએ. સ્વાવલંબન એ મનુષ્યજીવન અને રાષ્ટ્રજીવનના ઉદયનું મુખ્ય પગથી છે. સરકારી કેળવણીમાં ધશિક્ષણ અને શરીરરક્ષણના વિષયેાપરત્વે ભારે અવગણુના જોવામાં આવે છે. આ ખામી રાષ્ટ્રીય કેળવણીમાં નહાવી જોઇએ. બળવાન શરીરવગર યુવક કશું કરી શકવાના નથી અને સત્ય ધર્મોની તેને ઝાંખી પણ નહિ હાય તે! તે પેાતાને કવ્યમાગ ખરાબર એળખી શકવાના નથી; માટે રાષ્ટ્રીય કેળવણીમાં આ એ વિષયેાપરત્વે ખાસ ધ્યાન અપાવુ ોઇએ. બાળકાને બ્રહ્મચર્યાંનું મહત્ત્વ સારી પેઠે સમજાવવુ જોઇએ અને તેના કડક પાલનમાટે ખાસ પગલાં લેવાવાં જોઇએ. બ્રહ્મચારી યુવકૈા અને યુવતીઓની નાની સંખ્યા પણ જો દેશદ્વાર અર્થે બહાર પડે તે પચીસ વર્ષીનુ કા એક વર્ષીમાં કરી શકે. અખડ બ્રહ્મચારીએ ભગવાન ઇસુ ખ્રિસ્ત, ભગવાન શંકરાચાય અને આધુનિક મહાપુરુષ સ્વામી વિવેકાનંદજી બ્રહ્મચર્યના પ્રતાપે કેટલું બધું કાર્યં કરી શક્યા એ તેા સૌને વિદિતજ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કેળવણી માતૃભાષામાંજ અપાવી જોઇએ. સરકારી કેળવણી અંગ્રેજી ભાષામાં અપાતી હાવાથી વિદ્યાથી એના મગજપર જે ખેાજો આવી પડે છે તે અસહ્ય હાય છે. આટલા ખાતર માતૃભાષાઢારાજ બાળકાને શિક્ષણ મળવું જોઇએ, જેથી તે પેાતાને મળતા જ્ઞાનનું સ્વરૂપ સપૂર્ણ રીતે સમજી શકે.
આ રાષ્ટ્રીય કેળવણીની ટુકી રૂપરેખા છે. તેમાં મુખ્ય મુખ્ય મુદ્દાઓ રજુ કરેલા છે. ખીજા ઘણા અગત્યના નાના મેટા મુદ્દાએ રહી ગયેલા હશે; પરંતુ એ બધાના વિચાર કરવાના આ લેખને ઉદ્દેશ નથી.
છેવટે સરકારી શિક્ષણપદ્ધતિની મેાહજાળમાં ક્રૂસાયેલાં માબાપેને એટલીજ વિનંતિ કરવાની કે, એ મેહજાળને ફગાવી દઇ બહાર નીકળેા અને તમારાં બાળકોને દેશભક્તિના પાઠ શીખવે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com