________________
શુભસંગ્રહ-ભાગાથા ને બે બેલ કહેવાને જે કમી અધિકાર ધરાવે છે તેને ઉપગ આ સ્થાને અમારેમાટે અયોગ્ય નથી.
બિરાદરે ! તમારા મગજનું સમતોલપણું ગુમાવો ના! તમારું ભાન ભૂલો ના ! પારકાની આંખે અને પારકાની બુદ્ધિએ ગતાનુગતિકની માફક દેરાવ્યા હવે દોરાઓ ના ! જે હિંદુઓ સામે તમે જંગ માંડી બેઠા છે, જે વિદેશીઓનાં શરણો શોધી રહ્યા છે, તે ઉપર કાંઈક વિચાર કરે !
તમારીજ બાદશાહી અને સત્તાની જાહોજલાલીની વાડી વેડફી નાખનારા, તમારા એ વૃદ્ધ અને કવિવર બાદશાહના શાહજાદાઓનો શેરીએ શેરીએ શિકાર કરનારા વિદેશીઓ સામે રંગુનની નામ ભૂલાયેલી કારમાંથી તમારા એ શહીદ બાદશાહને કરુણ આર્તનાદ તમે સાંભળી શકતા નથી ? નવાબ સુરા જુદૌલા સામે કાળાં કાવતરાં શું કોઈ હિંદુએ કર્યા હતાં ? બંગાળાની એ મુસ્લીમ સલતનતના નામને ખાતર ખુદાનું નામ લઈ ફાંસીને માંચડે હસતાં હસતાં ચઢી જનાર મહારાજા નંદકુમાર શું કોઈ ફીરંગીને પેટે જન્મ્યો હતો ? નિરાધાર હરણની પછવાડે શિકારી વરૂએનાં વિફરેલા ટોળાં ગાજતાં હોય તેમ ખુદ મુસ્લીમ શિકારીઓજ-અફઘાન જેની પછવાડે કાળના ડાબલા ગજાવતા પડયા હતા, તે તમારા ભલા અને દીનપ્રેમી બાદશાહ હુમાયૂને જ્યારે તેના ભાઈઓએજ તિરસ્કાર કર્યો, ત્યારે તેને આશરો આપી શાહી ગુસ્સો પોતાને માથે ખેંચી લેનાર મેવાડનો એ મહારાજ અંગ્રેજ નાત, ફીરંગી કે વિદેશી ન હતો ! એ તો હિંદવાણીના રત્નગર્ભ માંથી હિરણ્યગર્ભના પરિપાકરૂપ એક ક્ષત્રિય–એક હિંદુ હતો !
બિરાદરો ! એ જગજાનો ઇતિહાસ તો વિચારો ! ! હજારો હજારો વર્ષનાં વહાણાં જે ભાઈ ચારા ઉપર તયાં છે, તે તમે કેમ ભૂલો છે ? દીનપ્રેમી મુસ્લીમોને આશ્રય આપનારા મેવાડ, રણથંભોર, જેસલમીર આદિ રજપૂત રિયાસતમ તમારા માન-તમારા સ્વમાનને ખાતર હસતે મુખડે જળહળતા અગ્નિની પાવકજ્વાલામાં હોમાઈ જતી હિંદવાણીઓના જોહરની જ્વાલાઓની સુવર્ણ જ્યોત, જે બંધુત્વ ઉપર પ્રકાશી રહી છે, જે બંધુત્વે ક્ષત્રિનાં કેસરિયાં લોહીના પવિત્ર માર્જનથી પોષાયું છે, તેને તમે વિસારી શકવા જેટલું તમારું ભાન ભૂલ્યા છે ? તમારા ધર્મ પટને ખાતર વેચી તમારા યકીનનાં હાસ્યજનક લીલામ કરાવવાં છે?
અને અમારે હિંદુભાઈઓને પણું કહેવું પડે છે તમે છવીસ કરેડના જેરવાળા હો તે પણ અમને સાત કરેડને જરાય ઈજા કરી શકવાના નથી ! તમારામાં અંદર અંદરજ એટલો કુસંપ, એટલો અઘોર અત્યાચાર અને અન્યાય પ્રવત રહ્યો છે કે, તમારા ક્રોધની ઠંડી જવાળાઓથી અમારી મજીદના મિનારાઓ ડગમગવાના નથી. તમારી ગાયો માટે શહીદ થયેલા પીરની દરગાહ આજ ઠેર ઠેર વેરાઈ છે ! તમને નાદીરશાહના ક્રોધમાંથી ઉગારી લેનાર મુસ્લીમ શાહજાદી આજ પિતાની ઇરાની કબરમાંથી બોલી ઉઠે છે કે “આટલા ખાતર મારો ભાગ !”
મુસ્લીમ ! હિંદુઓ ! એકજ ખુદાનાં ખુદાઈ બાળકે ! તમારા સ્નેહ ઉપર આજ દિવસ સુધી સ્વાર્થનાં આવરણ છવાયાં નહોતાં ! તમારા ભાઇચારા માત્ર વાણીમાંજ સમાયા ન હતા ! જગન્નાથ પંડિતને વરનારી એ મલીમ નાજનીન કે મોગલોના જનાનખાનાને ઓજસ આપનારી હિંદુ રમણીઓ એ ભાઈચારાનાં બંધને વધારે મજબૂત અને સ્થાયી બતાવે છે ! પરંતુ આજ વીસમી સદીના યુગમાં અન્યની ધમધેલછા અને ધર્મપ્રેમ એટલો બધે શું વધી ગયે, તમારા અંગત સ્વાર્થનાં મૂળ શું એટલાં ઊંડાં રોપાયાં કે બંધુત્વથી પ્રાપ્ત થતી સનાતન શાંતિ, પરસ્પર વિશ્વાસ અને તજજન્ય ઉલાસભરી–અરસ્પરસ વિશ્વાસભરી સલામતી એ સર્વને ભૂલી જઈ, ચોવીસે કલાક તમારા સ્વજનો અને બાળબચ્ચાં તથા ફૂલની કળીથી સુકુમાર સ્ત્રીઓને પ્રતિક્ષણ સળગી ઉઠનારા જવાલામુખીના અહોનિશ ભયમાં રાખવાનું તમે સારૂં સમજો છો ? - મજીદ અને મંદિરના ઝઘડામાં મચેલા ગાંડાતુર માનવીઓ ! જરી તે થોભે ! અને જરા વિચાર કરો કે, આ કલહનું શું અંતિમ અંજામ આવશે ? જે ધર્મની ઘેલછાએ, જે અંધશ્રદ્ધા અને ખુદાને નામે ખેલાતી પિશાચતાએ તરસ્યાંને પાણી પીતાં અને ભૂખ્યાને અન્ન પામતાં અટકાવ્યાં છે, તેને એકબીજાને રહેલો વાણી અને અન્ય વ્યવહાર પણ અટકાવવા શા માટે ઉશ્કેરો છો?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com