________________
ઠાને મેળો ११३-वौठानो मेळो
લેકની અસાધારણ ભીડ એક ખબરપત્રી લખે છે કે, ચાલુ સાલે વૌઠાના મેળામાં આવેલાં મનુષ્યોની સંખ્યા અસાધારણ હતી. લગભગ સવાલાખ ઉપરાંત મનુષ્યો ભેગાં થયાં હતાં. આ વખતે આ મેળામાં યાત્રાળુઓ માટેની સગવડ કરવાનું–એટલે કે બજાર ગોઠવવું, રસ્તા રાખવા, જાજરૂ બાંધવા, ઢાળ કરવા, ઘાસ વગેરેનાં ઝાંખરાં ખોદી કઢાવવાં, ઠેર ઠેર દીવાબત્તીઓ રાખવાં વગેરેની વ્યવસ્થા કરવાનું જે કાર્યો અત્યારસુધી રેવન્યુ ખાતાને હસ્તક હતું તે અમદાવાદ જીલ્લા કલબડે હસ્તક લીધું અને તે બોર્ડના પ્રતિનિધિતરીકે ધોળકા તાલુકા લોકલ બોર્ડના પ્રમુખે તે બધી સગવડો કરવાની હતી, પણ દિલગીરી સાથે જણાવવું પડે છે કે, ગઈ સાલ કરતાં આ સાલનો વહીવટ વધુ અસંતોષકારક હતો. જાજરૂ આગળ કે ત્યાં જતાં રસ્તાઓમાં બત્તીઓ પણ મૂકવામાં નહોતી આવી. નદીના પટમાં ઉગેલાં કાંટાળાં ઝાંખરાંના વેલા કાઢી નખાયા નહોતા; તેથી લેકેને ઉતરવાની ભારે મુશ્કેલી નડતી હતી. સૌથી મોટી અડચણ તો વૌઠે જવાની ધોળકા-સઈજની સડક ઉપર અર્થે માઈલ ઉપરાંત મેટલ પાથરી તે રસ્તા વાહનોની અવર-જવર માટે મુશીબતભરેલો ને ત્રાસદાયક બનાવી દીધો હતો. આથી તાલુકા સમિતિએ જે રસ્તો ચોથા વર્ષ ઉપર કાઢયો હતો તે રસ્તે પાછો આ વખતે સમિતિએ દુરસ્ત કરાવ્યો હતો. જાજરૂને કંતાનથી બંધાવવામાં આવ્યાં હતાં તે અતિશય જીર્ણ ને પાતળાં હોવાથી અંદરના મનુષ્યોની ક્રિયા બહારના માણસો જોઈ શકે તેવી હોવાથી સ્ત્રી-પુરુષ વચ્ચેની મર્યાદા જળવાતી નહોતી. નદીની ધારે કેટલેક સ્થળે ઉંચી ભેખડ જેવી હતી અને નહાનારાઓ પડે ને લપસી જાય તથા હેરાન થાય તેવી હતી; તેથી આ કામ, દુકાનોનાં ભાડાંની લગભગ બે હજારની આવક ખાનાર બોર્ડનું હતું. છતાં તે તાલુકા બેડે કરાવ્યું નહિ. એટલે સ્વયં સેવકવિભાગે આખી રાત ગાળી નદીની ધારો સરખી કરી ઢાળ ઉતારી લોકોને નહાવાની સગવડ કરી આપી હતી. દર દર ભાવનગર ને બારડોલી જેટલા છેટેથી આવનારા તમામ સ્વયંસેવકો વગેરેની સંખ્યા ૧૫૦ ઉપરાંતની હતી. આખી રાત ને દિવસ તેમણે ફરતા રહી ચુકી કરી, તમામ પ્રકારનો બંદોબસ્ત જાળવી જેને તેને સહાય કરી હતી; અને ખુદ મામલતદાર સાહેબના તંબુ આગળને ઉચ્ચ ઢાળ કે જ્યાં બળદ ગાડું ચઢાવતાં બેસી જઈ હેરાન થતા તે ઢાળ તથા બીજા અનેક ઢાળે તેમણે સરખા કરાવ્યા હતા. વળી આ ઉપરાંત ભૂલાં પડેલાં બાળકો સ્વયંસેવકોના પડાવે આવ્યાં હતાં અને બીજા તેથી વધુ રસ્તામાં ભૂલાં પડતાં તેમને ઓળખીતાની જોડે જઈ તેમનાં માબાપ ને વાલી વગેરેને જણસો સાથે સંપ્યાં હતાં. ભીલ સેવામંડળવાળા વૈદ ઈશ્વરલાલ અને ભાલેજના ડૉકટર કમળાશંકરે સેંકડો દરદીઓની સારવાર કરી હતી;
જ્યારે સરકારી દવાખાનું કયાં છે તેની લોકોને ખબર પણ નહોતી. શ્રી. આનંદપ્રિયળ તેમની ટકડી સાથે સ્વયંસેવકોને સહાય કરવા આવ્યા હતા. તેમના કાર્યોકર્તાએ ભાઈ ભૂલાશંકર ને કાલિદાસ કે જેએ, આ મેળામાં ધાંધલ મચાવી તોફાન કરી તથા ત્રાગાં કરીને દુકાનદારને ત્રાસ આપી એ આના ઉધરાવતા કુકરનો સત વિરોધ ઉઠાવવામાં દુકાનદારને સહાયભૂત થયા હતા; જ તેના બદલામાં એસિસ્ટ, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પિલીસે તેમને પકડી પોલીસના પહેરામાં કલાકો સુધી બેસાડી રાખ્યા હતા અને કયા પ્રકારનો આરોપ મૂકવો તે નિર્ણય થઈ શક્યો નહિ; અને જમીન ઉપર છૂટવાની આ ભાઈઓએ ના પાડી ત્યારે આખરે થાકીને ઓળખાણ લઈ તથા જાતજામીન લઈ છેડી મૂક્યા હતા. ફોજદારનું વલણું સારું હતું, પણ આ સાહેબલોક કે જેમને ગુજરાતના મેળાની ખાસિયતનું કાંઈ જ્ઞાન હોય નહિ તેમનું વર્તન પસંદ કરવા યોગ્ય નહોતું. છેલ્લાં બે વર્ષ થયાં ધારાળાએ તોફાન કરે છે તેવું તેફાન ચાલુ સાલ પણ થવાની તૈયારીમાં હતું, પણ ખંભાત તરફના એક બાહોશ જમાદાર, ધોળકાના ફોજદાર, ભાવનગરવાળા સ્વામી રાવ, મી૦ ડાહ્યાભાઈ પટેલ, વસંતરાવ, શિવાનંદજી અને અન્ય સ્વયંસેવકેના એકત્ર પ્રયાસથી તે કાબુમાં - આવ્યું હતું. આવાં તેફાને જાણી જોઈને કોઈ ગુંડાઓ કરાવે છે તેની ખાત્રી તે ટોળામાં પેઠેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com