________________
શુભસંગ્રહ-ભાગ ચેાથે १०६-पंजाबकेसरी लाला लजपतराय
નિશ્રેતનોમાં નવચેતના સંચારનારી રણભેરીનું રણગાન પૂરું થયું.... પણ એના પ્રેરક સૂરમાં દિગન્તવ્યાપી પડવા ગિરિઓ ને ગહરા, અરણ્યો ને વનરાઇઓ, નદીતીર ને જનપદો મળે હજી ગાજી રહ્યા છે ! હજી એ રણભેરી બને છે ! નવચેતનાને મંત્ર ગુંજે છે ! એ રણભેરી અમર છે !.
હિમાલયને હિમત ગૌરીશંકર સમા ઉન્નત ગિરિશંગ ઉપર ઉભીને, પચાસ પચાસ વર્ષ સુધી, એકજ સૂરે અવિરામ રણભેરી બજાવનાર એ જોદ્ધી પડ્યા. નરોમાં નરોત્તમ, પુરુષોમાં પુરુષસિંહ, ચક્કામાં યોદ્ધાવર, શહીદોમાં શહીદ-શિરોમણિ નરકેસરી લજપતને દેહ પડ્યો.
આજથી ત્રેસઠ વર્ષ પૂર્વે પંજાબના એક અજાણ્યા ગામમાં જન્મેલા એ હિંદી પુત્રમાં એવું કયું અદ્દભુત તત્તવ હતું કે આજની જુવાન પેઢીને જ્યારે જન્મ પણ નહોતે થયો તે કાળમાં, સને ૧૯ ૦૫-૦૬ના કાળમાં, જ્યારે ‘વંદે માતરમ'નો ઉચ્ચાર એ ભયંકર ગુન્હો ગણાતો અને હિંદી રાષ્ટ્રવાદનાં કિરણે હજી મંબાઈ–કલકત્તાસમાં નગરોની માટીમેટી મહેલાતેની અટારીઓને જ અજવાળતાં હતાં ત્યારે, કાઠિયાવાડનાં નાનાં નાનાં ગામડાંઓમાં ચુસ્ત સનાતની બ્રાહ્મણે પણ પ્રતિદિન પ્રભાત શિવપૂજાની સાથે આ નરવીરની અને તિલક મહારાજની છબીની અનન્ય ભક્તિભાવપૂર્વક પૂજા કરતા? પંજાબના એ નરે હિંદુસ્તાનના ખૂણેખૂણાનાં ગામગામડાંમાં વસતા સામાન્ય ગામડીઆઓનાં દિલ ઉપર, આજથી એક આખી પચ્ચીસી પહેલાં એવું કયું કામણ કર્યું હતું કે આ વિદેશી સરકારના વહીવટદારે તેને પકડીને માંડલેના કિલ્લાને માર્ગે લઈ જતા હતા ત્યારે
લાલાજી હીરો હિંદુસ્તાનને, પાપીએ નાખ્યો કેદજી!” એવી પુણ્યપ્રકોપથી ભભુકતી લોકકવિતામાં લોકહદયની પ્રેમલાગણી આવે પારદર્શક આવિર્ભાવ પામતી ? દેશને ચરણે જીદગીની પળેપળ અપી દઈ નરસિંહ લજપતરાયે નિજના ચારિત્ર્યબળથી, નિજની નિર્ભયતાથી, નિજના સિંહ-સ્વભાવથી, હિંદની પ્રજાનાં માન આજસુધી કદાચ કોઈ પુરુષ છત્યાં નથી એવાં છત્યાં હતાં.
સત્તાવન-અઠ્ઠાવનને બળ બુઝાયા પછી સાત વર્ષે, એ બળવા વેળા પ્રગટેલા હિંદના આત્મતત્વના અવતારસમો લજપત, ઇ. સ. ૧૮૬૫માં પંજાબના લુધિયાણા જીલ્લાને ખૂણે જગરાન નામના નાનકડા ગામમાં મુનશી રાધાકૃષ્ણ લાલાને ત્યાં જો. ગરીબ પણ જૂના ને ખાનદાને અગ્રવાલ વણિક કુટુંબના એ લાલા રાધાકૃષ્ણ સરકારી હાઇસ્કૂલમાં ઉર્દૂને શિક્ષક હતા અને તેમની ટુંકી કમાણીમાંથી એમનાં પત્ની ઘણીજ ત્રેવડથી સુખપૂર્વક ગુજરાન ચલાવતાં. માતાની એ વ્યવસ્થાશક્તિ, વડ અને કુટુંબવાત્સલ્યનાં લજપતરાયે ધરાઈ ધરાઈને વખાણ કરતાં અનેક વખત કહ્યું છે કે “મેટે થયે મારી આવક જ્યારે હજારોની થઈ ત્યારે પણ એ શરૂઆતની કરકસરવાળી જીંદગીના કરતાં લેશમાત્ર વધુ સુખકર આબાદી અમે જાણી નથી; એટલો મારી માતાને હાથ એ ટુંકી આવકમાં પણ બરકત ને રસ પૂરતો.”
બાર વર્ષની બાળવયે લજપતે મહર્ષિ દયાનંદનાં પ્રવચનો સાંભળેલાં અને તેમાં ભારતરાષ્ટ્રને પુનરુદ્ધાર કરવાની પ્રેરણાનું પાન કરેલું. બાળક લજપતને પિતા રાધાકૃષ્ણ પણ એ માર્ગે
ગ્ય ઉત્તેજન આપ્યાજ કર્યું અને પૂરાં પંદર વર્ષને ન થયું ત્યાં તે પોતાના આ પરાધીન દેશના ઉદ્ધારનાં સ્વપ્નાં સેવત, દેશદ્વારની અનેક યોજનાઓ ઘડતે એ કટ્ટર દેશભક્ત બન્યો.
એકવડા બાંધાના, નબળી તબિયતવાળા એ કુમારનું અભ્યાસજીવન તીવ્ર અને તેજસ્વી બુદ્ધિના ચમકારથી ઝળકતું હતું. સહવિદ્યાથીઓમાં સદા મોખરે રહીને લાલાએ અઢાર વર્ષની કામળ વયે કાયદાની પરીક્ષા પસાર કરીને વકીલાત માંડી.
પણ, ૯ મારો આ પ્રિય દેશ હિંદુસ્તાન આજ પરાધીન દશામાં છે, એની પ્રજા આજે પતિત છે, એના પર પરદેશી સત્તાનો પંજો ચેલો છે અને એની સમૃદ્ધિ ને નુર સતત ચૂસાયે જાય છે, એ દર્દભરી વસ્તુસ્થિતિનું ભાન એના મગજ પર સદા ધમકારા કર્યા જ કરતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com