________________
૨૨
જોઈ લે આ જાદુ છે કે માનસિક બળ?
१०३-जोइ लो आ जादु छे के मानसिक बळ ? - હિંદુ સાધુઓ અને મિસરના ફકીરે જે અનેક પ્રકારના યોગ વગેરેના ચમત્કારે બતાવે છે, તેવા ડાક ચમત્કારો વિલાયતી દુનિયાને બતાવવા માટે અને જે વૈજ્ઞાનિકેથી બને તો એ ચમત્કારેનાં મૂળ તે લોકે શોધી કાઢે એટલા માટે રહેમાન બે નામનો એક ફકીર યુરોપ અને અમેરિકાના જુદા જુદા દેશમાં ફર્યો હતો. એ ચમત્કારોનું સચિત્ર વર્ણન ૧૯૨૬ના સપ્ટેમ્બરના “ પિયુલર મિકેનિકસ' નામના અમેરિકન માસિકમાં આપ્યું છે. તેનો સાર નીચે પ્રમાણે છે:
રહેમાન બેના પ્રયોગોથી ઈગ્લેંડ અને ફ્રાન્સના સાયન્ટિસ્ટ છક્ક થઈ ગયા હતા. તેણે લંડનમાં ૨૭ ડૉકટરોને ભેગા કરીને પોતાના ગાલમાં મોટા મોટા સોયા ઘસ્યા અને ડૉકટરોને પણ પોતાના શરીરના ગમે તે ભાગમાં સેયા ઘાંચવાની પરવાનગી આપી. તેણે અગાઉથી જ જણાવી દીધું હતું કે, કોઈ પણ જખમમાંથી લેહી વહેવાનું નથી અને ર્ડોકટરેએ જોયું તો રહેમાન બેના હુકમ પ્રમાણે ઠેકઠેકાણે સોયા ઘાંચવા છતાં કોઈ પણ જખમમાંથી લોહી નીકળ્યું નહિ; પણ એક વેંકટરે માગણી કરી કે એક જખમમાંથી લોહી વહેવા દેવું, અને તે પ્રમાણે રહેમાન બેની રજાથી એક જખમમાંથી લોહી નીકળ્યું. જ્યારે સયા ખેંચી લેવામાં આવ્યા, ત્યારે તે જગાએ કોઈ પણ જાતની નિશાની જણાઈ નહિ.
રહેમાન બે કહે છે કે “જો દરેક માણસ પોતાની ઈચ્છાશક્તિ ઉપર પૂરત કાબુ મેળવે તો તે પણ મારા જેવા ચમત્કાર કરી શકે. )
રહેમાન બેના અનેક ચમત્કારો પૈકી એક ચમત્કાર એ છે કે, તીણ અણીવાળા ખીલાઓની બાણશયા ઉપર તે સૂઈ જાય છે અને પોતાની છાતી ઉપર મેટો પથ્થર મૂકાવી મેટા મેટા હડાઓથી તે ભંગાવે છે. વિજ્ઞાનના નિયમ પ્રમાણે મોટો પથ્થર હોય તે તેના ઉપર હથોડો મારતાં છાતીને કશી અસર થાય નહિ, પણ બાણશયા ઉપર સૂઇને આવો ખેલ કરવો એ ચમહારિક છે. જ્યારે બાણશયા ઉપરથી રહેમાન બે ઉઠશે, ત્યારે ખીલાનાં નિશાન તેના શરીર ઉપર સ્પષ્ટ દેખાયાં હતાં, પણ થોડીજ વારમાં એ નિશાન અદશ્ય થયાં હતાં.
ડોકટરોની હાજરીમાં રહેમાન બેએ પિતાની નાડીને વેગ મરજી મુજબ ઓછાવત્તો કરી બતાવ્યો. એક હાથની નાડી ધીમે ધીમે વધારે વેગથી ચાલતી જણાઈ, જ્યારે બીજા હાથની નાડી તેજ વખતે ઓછા વેગવાળી થતી ગઈ. ત્યાર પછી તેણે પોતાની ગરદન દબાવી અને મુડદા જેવો થઈ પડશે અને ફેંકટરોને કહેવડાવ્યું કે, તેઓ તાના શરીરમાં કોઈ પણ ઠેકાણે જીવ છે કે કેમ તે ખેળી કાઢે. 1ટએ ખાત્રી કરી લીધા બાદ, તે પાછો જીવતો થયો. તેની નાડી પાછી ચાલવા માંડી, શ્વાસોચ્છવાસ ચાલવા માંડયો અને ફકીર પાછો પહેલાં જેવો જાગૃત થઈને ઉભે થયો.
આના કરતાં પણ, વધારે ચમત્કારિક ખેલ તેણે એ કર્યો કે, પોતે પેટીમાં સૂઈ ગયો અને બીજા માણસોએ તેની ઉપર રેતી ભરી અને દાટી દીધો. પ્રેક્ષકોના કહેવાથી ડૉકટર પાંચ મિનિટ થાભ્યા; પછી એ ફકીરને રેતીમાંથી બહાર કાઢતાં તે જીવતો થયો!
પોપ્યુલર મિકેનીકસ” કહે છે કે “સાયન્સને હજી સુધી આના થગ્ય ખુલાસા મળ્યા નથી. સાયન્સની અત્યાર સુધી થયેલી પ્રગતિ પ્રમાણે તો જે એમ માનવામાં આવે છે કે, કુદરતી નિયમ પ્રમાણે અમુક થવું જ જોઈએ અને અમુક વગર તે છવાયજ નહિ” વગેરે સિદ્ધાંત પૌરરત્યે સાધુઓના કહેવા પ્રમાણે ખોટોજ છે. તેઓ કહે છે કે, આત્મસંયમથી થડા વખત સુધી બધું બની શકે છે. જીવને ઉંચો પણ મૂકી શકાય છે અને મરછમાં આવે ત્યારે પાછો બોલાવી શકાય છે.
ચાર્લ્સ બમ નામનો એક અંગ્રેજ જાદુગર પચીસેક વર્ષ પહેલાં આખી દુનિયામાં ફર્યો, ત્યારે જોગીઓ અને ફકીરના આવા ચમત્કારો શીખવા માટે તેણે ઘણી મહેનત કરી હતી અને અમેરિકન જાદુગર કેલરની માફક તેણે પણ કહ્યું હતું કે, જાદુગરતરીકે પ્રખ્યાત થયેલા હિંદુસ્તાની જાદુગરોમાં તો કંઈ દમ નથી, અને ફકીરોના ચમત્કારો તો કઈ રીતે સમજી શકાય તેમ નથી. એક સાધુ એક હાથ ઉંચો રાખીને ફરતો હતો. તેણે બટ્ટીમના સવાલના જવાબમાં કહ્યું કે, એ હાથ છ વર્ષ થયાં ઉંચો ને ઉંચોજ છે અને હજી બીજા છ વર્ષ સુધી ઉંચો જ રહેશે. ત્યારપછી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com