________________
૨૨૦
શુભસંગ્રહ ભાગ-ચાથી થયેલા લોકોની ઠઠ જેવાને ધસી આવી. લોકોની માભિલાષાને સંતોષ આપ્યા પછી એ સમૂહને દૂર કરવામાં આવ્યો અને ફકીરના શિષ્ય એ શરીરને બહાર કાઢી પેટીને અઢેલીને મૂછ્યું; અને જેમ હિંદુઓના દેવની મૂર્તિ સમાધિ અવસ્થામાં બેઠેલી હોય તેમ રાખી. અમે પછી ભોંયરામાં ઉતર્યા. ભયરૂં એટલું તો નાનું હતું કે માંડમાંડ બેસી શકાતું હતું અને હાથપગ બનેને અડોઅડ લાગતા હતા.
૫છી શિષ્ય તે શરીર ઉપર ગરમ પાણી છાંટવા માંડયું. પરંતુ મને છળભેદની ભ્રાંતિ થઈ: તેથી મેં મહારાજાને આ શરીર કોથળામાંથી બહાર કાઢવા કહ્યું. અમે કથળે ખેલ્યો તે ભીનો થયેલો માલૂમ પડ્યું. સાધુના હાથપગ ચીમળાઈ ગયેલા અને ઠંડા લાગતા હતા, મહે સીધું અને ડોકું વળી ગયેલું મુડદા જેવું હતું. મેં આ પછી ઊંટરને બોલાવી એ મુડદાની તપાસ કરાવી; પરંતુ તેઓ નાડીના ધબકારા સાંભળી શક્યા નહિ અને હાથ કે છાતીમાં કશી હીલચાલ નહોતી. માત્ર મગજમાં થોડી ગરમી માલૂમ પડી અને બીજે સ્થળે કંઈ જીવનના સંચારનાં ચિહ્નો જણાયાં નહિ.
શિષ્ય ગરમ પાણીથી સાધુને નવરાવ્યા અને હાથપગને લાંબા-ટૂંકા કરવા માંડયા. શિષ્ય મેટ ગરમ રોટલો સાધુના માથે મૂકો અને એ પ્રમાણે ગરમ રોટલાને બે ત્રણ વખત ઉથલાવીને મૂકો. કાન તથા નાકમાંનાં મીણ તથા રૂ તેણે કાઢી નાખ્યાં અને છરીવડે મહામુશ્કેલીએ હાં ઉઘાડયું અને હાથ વડે જડબાં પકડી રાખી જીભ ખેંચી; પરંતુ વારંવાર તે પાછી ચાલી જતી, પણ તેમાં પાછું સજીવન પણું મેળવવા લાગટ પ્રયાસ કર્યો.
આ પછી તેની આંખોનાં પોપચાં ઘીથી મસળ્યાં. પછી તે ઉઘાડયાં તે માલૂમ પડયું કે ડાળામાં મુદ્દલ જીવનને સંચાર નહોતો. ત્રણ વખત ગરમ રોટલો પાછો મૂક્યા પછી શરીરમાં હીલચાલ શરૂ થઈ શ્વાસને ગતિ આવી અને કુદરતી રીતે સજીવનપણાની નિશાની જણાવા માંડી. હાથની નાડીમાં ધીમે ધીમે ધબકારા શરૂ થયા અને તે પછી શિષ્ય ઘી જીભ ઉપર મૂકયું અને ગળાવી દીધું. - થોડી મિનિટ પછી કેળા ઉઘડયા અને સામે મહારાજા રણજિતસિંહને જોયા. પછી ધીમે અવાજે સાધુએ કહ્યું કે “કેમ મહારાજા સાહેબ ! હવે મારી યોગક્રિયાને માન્ય કરો છે કે નહિ ?”
મહારાજાએ હા પાડી અને સાધુને મોતીની અમૂલ્ય માળા ભેટ આપી. તે ઉપરાંત બે સેનાનાં કડાં અને એક ખેલાતને લેખ અર્પણ કર્યો, કે જે માત્ર રાજકુમારેનેજ આપવામાં આવે છે. ( આ પ્રમાણેની ક્રિયામાં માત્ર અ કલાક વહ્યો હતો અને બીજા અર્ધા કલાકમાં સાધુ સૌની સાથે છૂટથી વાત કરવા મંડયા. માણસ જીવતો દટાય અને પાછે જીવતો રહે એ બાબત કદી હું માનતો નહોતો અને તેમાં પણ ૪૦ દિવસ સુધી દટાય, એ તે અસંભવિત જ માનતો હતો. પરંતુ આ પ્રત્યક્ષ પૂરાવાથી મારા મનની સમાધાની થઈ છે અને આ હેરતભર્યો પ્રયાગ કદી પશ્રિમમાં કોઈ કરી શકશે નહિ એતો પૂર્વજ સોંપ્યું છે અને દુનિયામાં હમેશાં પૂર્વજ વિજ્ઞાનમાં ચઢિયાતું છે એમ ચોક્કસ માનું છું.
( દૈનિક “હિંદુસ્થાન”ના તા. રર-૯-૧૯૨૮ ના અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com