________________
ભગવાન જીસસ ક્રાઈસ્ટની જયંતિ
૨૧૧
વધારે મળતો આવે છે. જ્યારે વેદાન્તશાસ્ત્ર પાપ એ અજ્ઞાન અથવા અવિદ્યાથી જીવમાં ઉભું થયેલું છે એવું માને છે, ત્યારે શિવ સિદ્ધાંત એવું માને છે કે, જીવન સ્વાભાવિક “અણુમલ” નામનો દોષ, જેમ ધાતુમાં કાટનો સ્વભાવ દોષ હોય તેમ, જીવ સાથે લાગેલો હોય છે એટલે પાપ એ જીવને ભાવમય દેષ છે. વેદાન્તના કહેવા પ્રમાણે અજ્ઞાનથી ઉભો થયેલો દોષ નથી. શિવ સિદ્ધાંતનું મંતવ્યું છે કે, જ્ઞાનવ અજ્ઞાનની નિવૃત્તિ થયા છતાં મનુષ્ય પાપાચરણ કરે છે
અને તે જીવના સ્વભાવમલ અથવા અણુમલને લીધે થાય છે. અજ્ઞાન કરીને મનુષ્ય અશુભ કર્મ કરે છે એ વાત ખરી છે; પરંતુ સમજણ અથવા જ્ઞાનનો ઉદય થયા છતાં પણ જીવ અણુમલથી જ્યાં સુધી હણાયેલું રહે છે ત્યાં સુધી સવશ પા૫ પ્રવૃત્તિથી તે અટકતો નથી. જીવના આ આરંભના સહજ દોષ અથવા અણુમલની નિવૃત્તિ પરમેશ્વરના શક્તિપાત અથવા અનુગ્રહથીજ થઈ શકે છે. જીવના માયાદેષથી પ્રકટ થતાં પરિણામ અને કર્મવડે થતા સંસ્કારો પ્રયત્નવડે દૂર થઈ શકે છે; પરંતુ સ્વભાવમલ અથવા અણુમલ તે પરમેશ્વરની કરુણા અથવા પ્રસાદથીજ દૂર થાય છે. આ મુદ્દામાં ખ્રિસ્ત સિદ્ધાંત અને હિંદુઓને શૈવ સિદ્ધાંત અત્યંત મળતા છે.
ત્રીજુ વ્યાપક અને નિરાકાર પરમાત્મા સાથે જીવને સંબંધ દેહધારી અને સાકાર પરમેશ્વરના પુત્રમાં શ્રદ્ધાભક્તિવડે જીવાત્મા સાધી શકે છે. આ ખ્રિસ્ત સિદ્ધાંતમાં મુક્તિનું દ્વાર “ગુરુ-ઇશ્વર” છે એ શિવસિદ્ધાન્તનું પ્રતિબિંબ હિંદુઓને સારી રીતે સમજાય તેવું છે. હિંદુઓ ખ્રિસ્ત–ચર્ચના ખ્રિસ્ત ધર્મને કદાચ ભિન્ન દેશકાળમાં ઉછરેલ હોવાથી ન માને તેપણ જિસસ ક્રાઈસ્ટની છેવનમાં ગુંથાયેલી ધર્મભાવનાને તો પોતાનીજ કરી માની શકે એમ છે. પરમેશ્વરવાદના નીચે પ્રમાણે પાંચ મુદ્દાઓમાં ખ્રિસ્તીઓ હિંદુઓના સમાનગાત્રવાળા ગણાય તેમ છે –
(૧) પતિ અથવા પરમેશ્વરનું અસ્તિત્વ બનેને સંમત છે.
(૨)પરમેશ્વર દેહધારી થાય છે અને પુરુષોત્તમભાવ જીસસ ક્રાઈસ્ટમાં જેવો મૂર્ત ધારી થયાનું ખ્રિસ્તીઓનું પવિત્ર મંતવ્ય છે, તેમ પરમેશ્વર નાનામોટા અવતારી થાય છે અને જીવનો ઉદ્ધાર કરવા તે મથે છે-આ ભૂમિકા હિંદુઓની પાયામાં એક છે. જો કે બન્ને મત ઉપર બંધાયેલી ઇમારત ભિન્ન દેશકાળને લઈને ભિન્ન ભાસે છે.
(૩) પરમેશ્વરનું જગતકવ ખ્રિસ્તીઓને અને સેવરવાદી હિંદુઓનું સમાન કક્ષાનું છે.
(૪) પરમેશ્વર અથવા ભગવાન અનેક કલ્યાણગુણોના આધાર છે એ નિર્ણય જેવો ખ્રિસ્તીએને છે તેવો હિંદુ શેવ અને ભાગવતોનો પણ છે.
પર મનષ્યના આ માનો પ્રેમ અને કરુણાથી જીસસ ક્રાઇસ્ટના ઠારવડે ઉદાર કરે છે. મંતવ્ય જેવું ખ્રિસ્તીઓનું છે, તેવું પરમેશ્વરગુરુદ્વારથી શક્તિપાત અથવા અનુગ્રહ કરી જીવને શિવસાયુજય આપે છે. આ હિંદુઓને સમાન કક્ષાને સિદ્ધાન્ત છે.
હિંદુ ધર્મની ઊંડી સમજણવાળા સજીને આ પાંચ મુદ્દામાં ખ્રિસ્ત સંપ્રદાય સાથે એકમતવાળા હોવાથી ભગવાન જિસસ ક્રાઈસ્ટની જયંતિમાં મુદિતા ભાવનાથી જોડાઈ પોતાના ધર્મજ્ઞાનની વિશુદ્ધિ કરી શકે એમ છે. ધર્મના આચરણનાં બાહ્યરૂપમાં અનેક ભેદો છતાં અને ખ્રિસ્તીઓનો પરમેશ્વરમાં અનન્ય શરણતાનો ભાવ બનેના ધાર્મિક આત્માઓનું સંગીકરણ કરનાર હોવાથી ખ્રિસ્તીઓના આવા જયંતિપ્રસંગે હિંદુઓને સ્વાભાવિક રીતે આનંદ થાય એમાં આશ્ચર્ય નથી.
ખ્રિસ્ત સિદ્ધાન્તના તત્ત્વત્રો-પરમેશ્વર પિતા, તેમના પુત્ર અને તેમનો અંતર્યામી આત્મા, પ્રાચીન અધિદેવ, અધિભૂત અને આધ્યાત્મિક, એવા ત્રણ ઔપનિષદ બૃહ સાથે, તથા પરાપ્રકૃતિ વાસુદેવમાંથી કાર્ય બૃહરૂપે સંકર્ષણ એટલે જીવડ્યૂહ પ્રદ્યુમ્ન એટલે અંતઃકરણબૃહ અને અનિરુદ્ધ એટલે અહંકારવ્યુહ એવા ત્રણ ભાગવત મતના ત્રણ કાર્યવ્યહે સાથે, અને શોના પરશિવમાંથી પ્રકટ થનારા શક્તિતાવ, સદાશિવતત્ત્વ અને ઈશ્વરતત્ત્વ નામના તત્તવત્ર સાથે તેમના સ્વભાવ ધર્મોને લક્ષમાં લઈએ તો મળતાં આવે છે. જેવી રીતે ખ્રિસ્તીઓમાં “બેટીઝમ” નામનો ધર્મસંસ્કાર છે, તેવો શોમાં શિવી દીક્ષાને ક્રમ મુક્તિમાર્ગમાં આવશ્યક મનાયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com