________________
૨૧૦ •
શુભસંગ્રહ-ભાગાથા મયતા, પિતાનું જેવું હિત તેવું અન્યનું હોય છે, તે ધર્મો આપણને જેવા પ્રિય છે તેવા અન્યને પણ પ્રિય છે; એવા બુદ્ધિવડે થતા નિર્ણયથી સમજાય છે. આ કારણથી પિતાના પ્રિયપણાના ભાનથી અને અમુક વાસના સાચા સંકલ્પથી ઉત્પન્ન થઈ છે એવા અવલોકનવડે જે ધર્મતત્વને નિર્ણય થાય છે તેને પ્રાકૃત ધર્મ એટલે પ્રકૃતિના જ્ઞાનથી સમજાય તે ગણવામાં આવે છે. આ પ્રકારે હિંદુધર્મના વિચારોએ (૧) પ્રાકૃત ધર્મનું દ્વાર, પ્રિયપણાનું ભાન અને સત્યસંકલ્પવડે ઉદય પામતી કામનાને માન્યું છે અને (૨) અપ્રાકૃત પૌરુષેય ધર્મને આધાર, આસ પુના ઉપદેશ અથવા વાકય ઉપર અને તેમના સદાચાર ઉપર રાખ્યો છે અને (૩) અપ્રાકત અપૌરુષેય ધર્મનો આધાર શ્રુતિ અથવા વેદ ઉપર રાખ્યો છે.
હિંદુધર્મ એવો તો સંગ્રાહક છે કે તે સર્વને પિતામાં શમાવી દે છે. ભારતવર્ષે બ્રાહ્મણધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મને પિતાની મર્યાદામાં પ્રકટ કરી પોતાના કર્યા છે, તે સાથે ખ્રિસ્તી અને મુસલમાન ધર્મને આવાહન કરી તેણે નોતર્યા છે, અને તેમનો અતિથિ તરીકે સત્કાર કર્યો છે. અતિથિ તરીકે આપણે ખ્રિસ્તી ધર્મનો સત્કાર પ્રથમ દક્ષિણાપથમાં કર્યો છે. આર્યપ્રજા કરતાં દ્રાવિડ પ્રજાએ તે ધર્મનું આતિથ્ય વહેલું કયું જણાય છે. મલબારકિનારા ઉપર ખ્રિસ્તી સંપ્રદાયને સીરીઅન પંથ ઈ. સ. ના લગભગ છઠ્ઠા સૈકાથી પ્રવેશ પામેલો છે. સીરીઅન, જેકબાઇટ અને રિફર્ડ એટલે સુધરેલા સીરીઅન એ રીતે ત્રણ મુખ્ય વર્ગમાં એ પંથ ચાલે છે. હિંદુધર્મની બે મુખ્ય શાખાઓ છે. (૧) વેદવાદની અને (૨) આગમવાદની. સઘળા મહાપુરુષોથી પ્રબોધાયેલા ધર્મસાહિત્યને હિંદુઓ આગમ બૃહમાં ગણે છે. જેમકે જૈનગમ, બૌદ્ધગમ, વૈષ્ણવ અથવા સાત્વત આગમ, શિવાગમ. કાવિદેશમાં વેદનું જેટલું પ્રામાણ્ય છે તેટલું આગમનું પણ છે. તામીલ દેશમાં જે શવ સિદ્ધાન્તના નયનાર અને શિવાચાર્યો થયા છે તેમણે “વેદાન્ત સિદ્ધાંત સમરસ” એવા ભાવથી નિગમ અને આગમની એકવાયતા કરી છે અને તેમાં શિવસિદ્ધાન્તનાં મૂળતત્ત્વો સાથે ખ્રિસ્ત સંપ્રદાયનાં મૂળતનો સજાતીય સંબંધ છે. વેદાન્તદર્શનના બ્રહ્મવાદ કરતાં શિવ સિદ્ધાન્તના પરમેશ્વરવાદ સાથે ખ્રિસ્તધર્મના પાયાના સિદ્ધાન્તો ઘણા મળતા આવે છે. શિવસિંદ્ધાત પ્રમાણે ત્રણ મુખ્ય ત છે અને તેને શેવો (૧) પતિ એટલે પરમેશ્વર, (૨) પશુ એટલે જીવ અને (૩) પાશ એટલે પશુને બંધન ઉત્પન્ન કરનાર નિમિત્ત એવાં નામો આપે છે.
જેવી રીતે ખ્રિસ્ત સિદ્ધાન્ત પ્રમાણે પરમેશ્વર જગતના અંતર્યામી છે, અને જીસસ ક્રાઈસ્ટમાં દેવને આત્મા પૂર્ણપણે પુત્રભાવે પ્રકટ થઈ મનુષ્ય પ્રજાને પ્રભુ સાથે સંયેજન કરાવે છે એવું મંતવ્ય છે, તેવી જ રીતે શિવ સિદ્ધાતમાં પણ સ્વતંત્ર પતિ અથવા શિવ ગુરુદ્વારથી પશુ એટલે જીવનું સમુદ્ધરણ કરે છે, અને એવી એક પણ જીવકલા નથી કે જેમાં શિવકલા પેકેલી ન હોય, એવું માનવામાં આવે છે. જીવ શિવને ઝંખે તેના કરતાં શિવ જીવને પિતામાં સાયુજ્ય ભાવ પમાડવા અત્યંત કરુણાથી શક્તિપાત કરી ખેંચે છે. જેમ પરમેશ્વર અને પતિત મનુષ્યના આત્માનું સંયોજન ભગવાન જિસસ ક્રાઈસ્ટના તારક અવતારી આત્માથી થાય છે એવું ખ્રિસ્તી સંપ્રદાયનું મતવ્ય છે, તેમ શૈવ સિદ્ધાન્તમાં પણ શિવચેતન કેઈ દિવ્ય સિદ્ધ અથવા મનુષ્યનિના શરીરમાં ઉતરી આવી પશુ એટલે જીવોના પાશને તોડે છે. પશુપાશવિમેચનમાં છો પિતાના પ્રયત્નથી જેટલા સફળ થાય છે તેના કરતાં ઈશ્વરને પ્રસાદ વધારે ઉપકારક થાય છે. જ્યારે સામાન્ય વેદાન્ત સિદ્ધાન્તમાં જીવ તે અવિકૃત બ્રહ્મજ છે અને તેનું ભિન્ન અસ્તિત્વ નથી, ત્યારે શૈવ સિદ્ધાન્તમાં એવું માનવામાં આવે છે કે, જીવમાત્રનો વિખૂટો પડેલો અંશ તે શિવ સાથે પાપ અથવા સ્વભાવચળ દૂર થતાં સાયુજ્ય પામે છે, વેદાન્તને મેક્ષ કૈવલ્યમાં છે. શિવ સિદ્ધાંતનો મોક્ષ ઈશ્વર સાયુજ્યમાં છે. કેવલ્યમાં જીવાત્માનું ભિન્ન અસ્તિત્વ નથી. સાયુજ્યમાં જીવનું સ્વગત ભિન્નાસ્તિત્વ પરમેશ્વરમાં વિદ્યમાન રહે છે અને શવના સાયુજય સંબંધથી શિવના સર્વ કલ્યાણગુણોવાળે તે જીવ મેક્ષ અવસ્થામાં બને છે. ખ્રિસ્ત સિદ્ધાંતનું સરખાપણું શૈવ સિદ્ધાંત સાથે ઘણું બંધબેસતું આવે છે.
વેદાન્તશાસ્ત્ર કરતાં શૈવ સિદ્ધાંત ખ્રિસ્ત સંપ્રદાય સાથે જીવના સ્વભાવ પણું સંબંધમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com