________________
૧૮૬
શુભસંગ્રહ-ભાગ જોઈએ. કેમકે આપણે ધર્મની સેવા નથી કરતા, પરંતુ ઉલટા તેને નષ્ટ કરી રહ્યા છીએ. આપણાથી તે પાપી બીજે કોણ હશે? બીજા ધર્મો આજે કરોડો રૂપીઆને ધૂમાડો કરી પરધમને પિતાના કરે છે, ત્યારે આપણે અક્કલના દસ્મને સહધમી ને ધકેલી મૂકીએ છીએ અને તેમને માટે બારણ બંધ રાખીએ છીએ, એ આપણી કેટલી બધી મૂર્ખાઈ છે? અને જ્યારે બીજા ધર્મમાં ચાલી જાય છે-વટલી જાય છે, ત્યારે તે સામા ધર્મવાળા ઉપર રોષ ઠાલવીએ છીએ-દોષ દઈએ છીએ, આ આપણી કેવી મૂર્ખાઈ ?
આપણે ગમે તેટલા તવંગર હાઈએ, ગમે એટલી ઉચ મનાતી જ્ઞાતિના હાઈએ; પણ હિંદુધર્મને નામે આપણું સ્થાન–આપણે ધર્મોહકક એક તલભાર પણ આપણાથી જે ગરીબ હોય, નીચમાં નીચ જાતિના હોય કે ઉતરતી પંક્તિના કે ઉતરતી જાતિના હોય, તેનાથી ચઢીઆતે યા તો તેમને નાથી વિમુખ કે જૂદ ન હોવો જોઈએ. આજે આપણામાં ખામી છે તે એજ છે. ધર્મની પડતીનું કારણ એજ છે. આપણે મેડા-વહેલા પણ આપણી ભૂલ તે જોઈશુંજ અને તે સુધારવી તો પડશે જ. ( “હિંદુસ્થાન”ના તા. ૧૧-૯-૧૯૨૮ ના અંકમાં લેખક:-શ્રી, ધર્મધુરંધર )
=૦૦
= ८८-श्री. बजाजनुं शुभ कार्य આજે હિંદુ કામને પક્ષાઘાત લાગુ પડ્યો છે. તેના શરીરના હિંદુજાતિના મુખ્ય અંગરૂ૫ ૭ કરોડ અંત્યજ પ્રજાને આજે જે તિરસ્કાર કરવામાં આવે છે તે જોઈ સાચા હિંદુને દુ:ખ થયા વગર ન રહે. મહાત્માજીના અને સ્વામી દયાનંદના તથા હિંદુ સભાના કાર્યકર્તા એ અસ્પૃસ્થતાના કલંકને ધોઈ નાખવા મથી રહ્યા છે, પણ અમારા ચુસ્ત રૂઢિપૂજકે દેશને વિચાર કર્યા વગર બાપના કુવામાં ડૂબી મરવાની મૂર્ખાઈ છેડતા નથી. વર્ધાના શ્રી. જમનાલાલ બજાજ આજે અંત્ય માટે ખૂબ શ્રમ લઈ રહ્યા છે. વર્ષોમાં શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર છે અને બજાજ તેના ટ્રસ્ટી છે. પ્રભુના દરબારમાં ઊંચ-નીચ યા જાતિભેદ જેવી કોઈ વસ્તુ નથી. ધર્મશાસ્ત્રો પણ અસ્પૃશ્યતાનો કોઈ સ્થળે ઉલ્લેખ કરતાં નથી. આ સવાલ રાજકીય દૃષ્ટિએ પણ મહત્વનો છે અને હિંદુઓને માટે તે જીવનમરણને છે. શ્રી. બજાજે સાથેના ટ્રસ્ટીઓને ગળે એ વાત ઉતારી અને તેમણે ઠરાવ કર્યો કે, દેવદરબાર અંત્યજેને માટે ખુલાં મૂકવાં. આ વાત ગામમાં વિજળીને વેગે પ્રસરી. ચુસ્તમાં ચુસ્ત તિલક-માળાધારી મારવાડીઓ વગેએ ખૂબ વિરોધ કર્યો. અંત્યજોનાં માથાં ભાંગી નાખવા સુધીની દમદાટી આપી. કેટલાક બજાજ પાસે ગયા, દલીલો કરવા માંડી; પણ દલીલમાં હાર્યા. કંઈ કંઈ બહાનાં કાઢવાં, પણ ફાવ્યા નહિ. છેવટે ગઈ તા. ૧૯-૭-૨૮ ને ગુરુવારે બીજા હિંદુઓની સાથે અંત્યજ બંધુઓએ પણ પિતાના પ્રભુનાં ધરાઈ ધરાઈને આ જન્મમાં પહેલી જ વાર દર્શન કર્યા અને મનુષ્યદેહ પાવન થય માનવા લાગ્યા. શ્રી. બજાજ સવારથી તે રાતના ૧૦ વાગ્યા સુધી મંદિરના દરવાજે ઉભા રહ્યા અને દરેકનો પ્રેમથી સત્કાર કરતા. મૂર્તાિપૂજાના સંબંધમાં કેઇના વિચાર જૂદા હોય છતાં આ અપૂર્વ બનાવ નોંધી દરેક કાર્યમાં અંત્યજોને મનુષ્યોચિત હક્ક આપવાના દરેક પ્રસંગમાં હિંદુ જનતા પાછળ નહિ હ. એજ અસ્પૃશ્ય ઢેડ થા ભંગી કાલે ખ્રિસ્તી યા મુસલમાન બની તમારી પાસે આવે તો તમે તેને તમારી ગાદીપર બેસાડે, તમારા ઘરમાં આવવા દે અને છૂટથી તેની સાથે વર્તે, તે તમારી સેવાનું આજન્મ વ્રત લીધેલી પ્રજાને આ કર તિરસ્કાર કરે એથી વધુ અધમતા અન્ય શું હોઈ શકે ? જે હિંદુસમાજ હજુ પણ નહિ ચેતે, હજુ પણ નહિ વિચારે તો સમસ્ત હિંદુજાતિનું દુનિયાના પટ પરથી નામનિશાન પણ ભૂંસાઈ જશે. આજે ધર્માચાર્યોની સ્વાર્થી વૃત્તિ હિંદ પ્રજાને નાશ નીહાળી રહી છે. દરેક ધર્મના અનુયાયીઓએ સૌથી પહેલાં પોતાના ધર્માચાર્યોને આવા કાર્યમાં રસ લેતા કરી આ ધાર્મિક ઉન્નતિનો પ્રશ્ન માની હિંદુત્વના ઉદ્ધારના કાર્યમાં યાહામ ઝંપલાવે.
(“હિંદુ” તા. ૨૯-૧-૨૮ ના અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com