________________
હિંદુઓમાં બાયલાપણું કેમ પિઠું ? સમાયેલું છે. એ સાટાપાટામાં આપણે વટાઈ ચાલ્યા છીએ અને હજીએ વટાઈશ. “સંધબળ કંઇ અમલ વસ્તુ છે' એવું જે આપણે સમજતા હોઈએ, તો આપણી ચોખ્ખી ફરજજ છે કે, તે સંઘબળ કયી રીતે પ્રગટ થાય, તે તરફ પૂર્ણ લક્ષ્ય આપવું તથા ગમે તે ભેગે આપણે તેને પ્રગટ કરવું અને તેમ કરવામાં આપણે જરૂર નમતું તો આપવું જ પડે, એ સ્વાભાવિક વાત છે. જો આપણે નમતું ન આપીએ તે આપણું ધારેલું કાર્ય થતું નથી અને તે જે ન થાય તો આપણી સ્થિતિ કંઈ સુધરતી નથી; માટે જ આપણે સુધારાની, સુધરવાની કે સુધારવાની આશા છોડી દેવી જોઇએ છે. આપણી આશા-આપણું ધ્યેય-આપણી મહત્ત્વાકાંક્ષા કેવળ આપણું બાયલાપણુંજ કેમ દૂર થાય તે તરફ હોવી જોઈએ અને ધ્યેય પ્રાપ્ત કરવાને માટે સહેલામાં સહેલે ઉપાય–રસ્તો કે જે દરેકને પણ ઝાઝા પ્રમાણમાં-મોટા સમુદાયને અનુકૂળ પડે તેજ લેવો જોઈએ. એ રાજમાર્ગ તે બીજો કોઈ નહિ, પણ ધર્મહકકોની સમાનતાને માટે સર્વ ધર્મમંદિરે, દેવળાનાં બારણાં દરેક હિંદુ ગણાતા સર્વ કોઈને માટે ખુલ્લો મૂકાવાં જોઈએ. દેવળના બારણે ખાસ મુદ્રાલેખ હોવો જોઈએ કે “તમામ હિંદુને ન્યાત-જાતના બાધવિના આ દેવળ ઉઘાડું છે.” એમાં કંઈ પૈસાની જરૂર નથી પડવાની અને ખરી ચાવી એજ છે. જે આપણે સંઘબળ જાગ્રત કરવું હોય, હિંદુધર્મ દીપાવ હોય, હિંદુ હોવાની મગરૂરી દરેક હિંદુમાં જાગ્રત કરવી હોય, હિંદુ ધર્મની નિંદા થતી અટકાવવી હોય, તો દુનિયામાં એનાથી બીજો કોઈ રસ્તો છેજ નહિ.
આ લેખ લખનારને પોતાને ખાતર તે દેવ-દેવળની લેશમાત્ર જરૂર નથી, કેમકે લેખક મૂર્તિ પૂજક નથી; છતાં મૂર્તિપૂજકોની સંખ્યા ઘણી મોટી હોવાથી આગ્રહ કરવામાં આવે છે અને તે પણ કેવળ સમાજસુધારણાની અને બાયલાપણાના પંજામાંથી મુક્ત થવાની ખાતરજ.
છતાં ભૂલ દેખાડવી એ મનુષ્યજ છે, એમ સમજી કેવળ આપણી ભૂલ ક્યાં થઈ રહી છે, તેને ભિન્ન ભિન્ન રીતે વિસ્તારીને જણાવવામાં આવે છે.
બીજાની (મુસલમાનની) ભૂલ કાઢવા કરતાં આપણી ભૂલ આપણે સુધારીએ એ લાખ દરજજે બહેતર છે. શુદ્ધિ અને સંગઠનના કાર્યાથી મુસલમાન ભાઈઓ ચીઢાય–છેડાય છે; કેમકે તેમાં તેઓ વેર વાળવાની , જાએ છે, પણ ઉપર સૂચવેલા ઉપાયને તેઓ આડે આવી શકે એમ નથી, કેમકે એમાં એવી ભાવનાને અવકાશ જ નથી. એ કાર્યમાં જે આડે આવે છે તે કેવળ આપણું બાયલાપણું નંબર બેનું છે.
આપણે જે ધડો લેવો હોય અને પાઠ શીખવો હોય, તે દુનિયાના બીજા ધર્મોના સંઘબળ તરફ દૃષ્ટિ નાખવી જોઇએ, તેનો અભ્યાસ કરવો જોઈએ, તેની ખેજ કરવી જોઈએ અને તેને એક વાર નહિ પણ એકવીસ વાર ચારણીમાં ચાળી જોવું જોઇશે તો આપણને ખબર પડશે. દાખલાતરીકે આપણા મુસલમાન ભાઈઓના સંઘબળને વિચાર કરીએ. એમનું સંઘબળ જવાંમદપણું એ એમનામાં ધમહક્કોની સમાનતાનું ફળ છે. જેઓ મુંબઈમાં વસે છે તેઓ ઇદને દિવસે તેમની સગી આંખે દરેક મજીદ આગળ જઈને અને કેટના મેદાનમાં જઈને તેમની નિમાજની થતી ક્રિયાનું અવલોકન કરે. એમનામાં પણ જાતિ જેવું છે, નથી એમ નહિ; પણ ધર્મહક્ક દરેકના સમાન છે. પછી ભલે તે પૈસાદાર હોય કે ભીખારી, અમીર હોય કે ફકીર, ભીસ્તી હોય કે સોદાગર; પરંતુ બધા એકબીજાની પડખે પડખે મજીદમાં કોઈ પણ જાતના પ્રતિબંધ વિના સરખા ને સામટા નિમાજ ગુજારે છે. એમનામાં ગુજરાતી, મરાઠી, મદ્રાસી, બંગાળી કે કાબૂલી એવા વાડા નથી. મજીદ મુસલમાન માત્રને માટે ખુલ્લી છે, તે પછી આપણે દરેક હિંદુને માટે આપણું દેવ-દેવળો કાં નહિ ઉધાડાં હોય?
ઈશ્વરે પાસના કરનારને, દેવદર્શન કરનારને, સેવા-પૂજા કરનારને અને તેને ભજનારને આપણે અટકાવનાર કોણ? આપણને શો અધિકાર છે? આપણે કેમ પ્રતિબંધ મૂકી શકીએ ?
આપણી હાલની મનોવૃત્તિ તદ્દન વખોડી કાઢવા લાયક છે; કેમકે આપણે એમ કરી ધર્મને ધકો-નુકસાન પહોંચાડયું છે. ધર્મના પ્રચારને બદલે આપણે તેના મૂળમાં મીઠું મૂક્યું છે. આપણે ખરું જોતાં ધર્મનું ગુમાન રાખતાં શરમાવું જોઈએ; નહિ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com