________________
૧૮૧
માંદા પડવું તે ગુનો છે. ૮–માં પડવું તે ગુન્હો છે.
આ વિશ્વમાં પરમાત્માની અનેક ચમત્કૃતિઓમાંની એક તે માનવ અંગ. આપણું શરીર તે આત્માને રહેવાનું મંગલ મંદિર છે, તે મંદિરને સદા નિરંતર સ્વચ્છ અને સશક્ત રાખવું તે દરેક મનુષ્યની ફરજ છે. શરીરમાં કઈ જાતનો નાનો કે મોટો રોગ થાય તો આપણેજ વાંક સમજવો. કુદરતના કાનુને પ્રમાણે જ્યાં સુધી વતીએ ત્યાં સુધી કંઇ દર્દ થતું નથી. તેજ સૂચવે છે કે, માંદા પડવું કે નહિ તે મનુષ્યના હાથમાં છે. દર્દ થાય તે તેની ચિકિત્સા વૈદકશાસ્ત્ર કરે છે. ઘણાં માણસો માંદા પડવું કે નહિ તે નશીબને આધીન ગણે છે; પરંતુ જે નશીબને લીધે તેમ થતું હોય તે વૈદકશાસ્ત્ર શામાટે આપણા પૂર્વજોએ રચ્યું ? વૈદકશાસ્ત્રની હયાતીજ કહી આપે છે કે, આપણા પૂર્વજો જે આપણા કરતાં વિશેષ ડાહ્યા હતા, તેઓ આ બાબતમાં નશીબ ઉપર આધાર રાખતા નહિ: તેથીજ વૈદકશાસ્ત્ર બનાવ્યું. વિધાતાને લીધે જ ઘડીએ ઘડીએ મનુષ્ય માંદુ પડે તે શા માટે દવા-દારૂ કરવાં જોઈએ? જન્મ, લગ્ન અને મરણ જેવા મહાન પ્રસંગે માત્ર વિધાતાને આધીન છે, એમ માની લેવું જોઈએ; પરંતુ ઘડીએ ઘડીએ સાવ માંદા થવું તેમાં બીલકુલ વિધાતાને વાં ક નથી, પણ મનુષ્યના પિતાનો છે. હાલતાં ચાલતાં દરેક નજીવી બાબતમાં નશીબનો દોષ કાઢવો તે દેખીતી રીતે ભૂલભરેલું છે. જે દરેક બાબતમાં બાપડું' મનુષ્ય પ્રાણી નશીબને આધીન હોય તે પુરુષાર્થ જેવી વસ્તુ હોતજ નહિ. પુરુષાર્થને લઈને મનુષ્ય વિજળી, વિમાન ઇત્યાદિ ચમત્કૃતિઓ શોધીને રચી કાઢી છે. જે દરેક બાબતમાં - નશીબ હોત તો પંજાબમાં જનરલ ડાયરે જે ખુનામરકી ચલાવી હતી તેમાં જનરલ ડાયરને દોષ ન હતા, પણ જાલમના ભોગ થઈ પડેલા મનુષ્યોના નશીબનો દોષ હતો.
ખરેખર, આપણા શરીર ઉપર આપણે પોતેજ અનેક અત્યાચાર કરીએ છીએ, રુચિ ન હોય તેપણ માત્ર સ્વાદ ખાતરજ અનેક જાતનાં ખાનપાન કરીએ છીએ, અનેક અરી ટેવોને શરીરના હિસાબે ને જોખમે પિષીએ છીએ, અનેક જાતના અતિભોગ ભોગવીએ છીએ; તે ખરેખર શરમજનક બાબત છે.
જે કોઈ મનુષ્ય નીચે લખેલી પાંચ જરૂરીઆતો પ્રમાણે વર્તે તો રોગ-દર્દ બીલકુલ ન થાય; એટલું જ નહિ પણ પોતાના શરીરનો બાંધે સ્વચ્છ અને સુદઢ રાખી શકે.
૧–નિર્મળ હવામાં અને સૂર્યપ્રકાશમાં રાતદિન રહેવું, ઘરનાં બારી-બારણાં તેટલા માટે ખુલ્લાં રાખવાં.
૨-જીવનશક્તિવાળો પશ્ય ખોરાક, રુચિ હોય તો જ, ખૂબ ચાવીને ખાવો; તેમજ જરૂર પડે ત્યારે એક બે દિવસના ઉપવાસ ખેંચી કાઢવા.
૩–શરીરના દરેકે દરેક સ્નાયુને નિયમસર કસવા.
૪-પૂરેપૂરી સ્વચ્છતા રાખવી; અં તે માટે સ્નાન કરવાં. ઠંડા જળનું સ્નાન શક્તિવર્ધક છે, ગરમ પાણીનું સ્નાન ચોકખાઈ કરન્સર છે.
પ-સંપૂર્ણ આશાયેશ અને મનનું સાચું વલણ.
માત્ર આ પાંચ જરૂરીઆત પૂરી પાડવામાં આવે તે અંગ હરહમેશ નિરગીજ રહે. કુદરતના આ પાંચ મેટા કાયદા નહિ પાળવા તેજ ગુહો છે. તેની શિક્ષામાં કંઈ ને કંઈ દરદ થાય છે.
અમેરિકામાં કેટલાંક વર્ષો થયાં એક નવું શાસ્ત્ર નીકળ્યું છે તે દવા વિરુદ્ધ છે; એટલે ગમે તે રોગ દવા વગર મટાડી શકાય છે. આનું નામ ““ કુદરતી ઈલાજ ” કહેવાય છે. આ શાસ્ત્ર પ્રમાણે દવા એક ધતીંગ છે; એટલું જ નહિ પણ દવા શરીરને માટે વિરોધી વસ્તુ છે-અર્થાત ઝેર છે.
દવા પીવાથી રોગ મટતો નથી, પણ રોગની નિશાનીઓ મટે છે. રોગનાં કારણે મટાડવામાંજ ખરી ખુબી છે, અને તે દવાથી કદી મટતાં નથી, પણ માત્ર કુદરતી ઈલાજેથીજ મટે છે.
આગળ જણવી ગયા કે, દવા તે ઝેર છે. આ સૂત્ર પીવાની દવાને લાગુ પડે છે, પણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com