________________
૧૮૦
શુભસંગ્રહ-ભાગ ચોથા એજ દશા!ત્રીજી બારી નૈકા કાફલામાટેના પ્રવેશદ્વારની હતી, ત્યાં તે મને પગ પણ મૂકવા દીધો નહિ.
મને સહેજ નિરાશા તે થઈ; પણ તુરતજ હિંમત એકઠી કરીને હું આગળ વધે.
પહેલી બારી વિદેશ તરફ જવાની આવી. મને એમ થયું કે ચાલો, આ બારીમાં જ પ્રવેશું, અહી સુંદર તક છે. બસ અમેરિકા જઈને કયાંક સેનાની એકાદ ખાણું શોધી કાઢીશ, પરંતુ મને ત્યાં તે ડોકીઉંજ કરવા દીધું. જોળી ચામડીના અનેક જુવાનીઆ ત્યાં ચઢ ઉતર કરી રહ્યા હતા. હું પણ એમની સાથે જવાની આશાથી આગળ વધે, ત્યાં અમેરિકન દ્વારપાળે મને હસીને કહ્યું કે
ભાઈ ! તમારે માટે ત્યાં જગા નથી.” મેં હવે તે રકઝક કરવાનો વિચાર કર્યો હતો, એટલે જરાક દમામથી પૂછયું: “કેમ ભાઈ?”
“કારણ તમે હિંદી છે ! ”
અરે, હિંદી છું એટલે શું થયું ?” મેં દલીલ કરી. “એ તો મને ખબર નથી, પણ હિંદીને અહીં પેસવા દે નહિ, એવું ફરમાન મને છે.”
હું કંઈક નિરાશ થયે, છતાં આગળ ચાલ્યા; પણ મને ત્યાં જણાયું કે, સીડીના છેલ્લા પગથીઆ આગળ ઉભા રહેવાની પણ મારે માટે મનાઈ છે.
પછી તો હિંમત કરીને હું તે હિંદી સનદી નોકરીના બારણા આગળ ગયો. ત્યાં થોડાક હિંદીઓને જોયા ખરા, પણ સીડીની ટોચે તો કેઈજ નહોતું. બે ચાર કે પાંચ પગથીઆં સુધી જ માત્ર તેઓ જોઈ શકાતા હતા ! અને અંદર જવા માટે મારે છેક વિલાયતસુધી જવાનું હતું. એટલા પૈસા મારી પાસે નહોતા !
આજ અનુભવ બીજી બધીજ બારઓ આગળ મને થયો.
એટલે ધક્કામુકી કરતાં મેં રેવેની બારીમાં પગ મૂક. એટલો પગ મૂકવા માટે પણ મારે બહુ માથાકૂટ કરવી પડી.
પિલા વિલાયતી શિક્ષકે કહ્યું હતું તેમ અહીં “ટિકિટ કાપનારમાંથી ડિરેકટર થવાની તક છે” એમ મેં માન્યું.
સ્વપ્ન આગળ વધ્યું. હું રેલવેમાં ટિકિટ કાપનાર તરીકે દાખલ થયો. તેને વર્ષો વીતી ગયાં, છતાં પેલા પદવીદાન સમારંભ આગળ ઇલાકાધિપતિએ કરેલા ભાષણ પ્રમાણે ડિરેકટર થવાનું તે બાજુએ રહ્યું, પણ વધુ ઉંચે ચઢવાનું જ મને મળી શકયું નહોતું. ત્યાં તો બધા ગેરાએ ચઢી બેઠા હતા.
આથી હું સેક્રેટરિયટમાં દાખલ થયે, ત્યાં પણ એજ દશા !
પછી મને ખબર મળી કે, મારા જેવા ઉત્સાહથી બીજા પણ મારા કેટલાયે સહાધ્યાયીઓ જુદાં જુદાં ક્ષેત્રમાં દાખલ થયા હતા, પરંતુ સૌને મારા જેવો જ અનુભવ થયો હતે !
અમે બધાજ આમ નિરાશ થયેલા એક વખત મળ્યા, અને ખૂબ ચર્ચા પછી જીવનમાં મળેલા જૂદાં જુદાં ક્ષેત્રોના અનુભવ પછી સૌને એજ મત જણાયો કે, નીસરણીના છેલ્લા પગથીઆ આગળથી છેક ઉંચે ચઢવાનું શકય છે, પણ તે ગેરા જુવાનીઆઓનેજ સારૂ; હિંદી જુવાનીઆએમાંથી તે ભાગ્યેજ કોઈ ફાવી શકે છે.
અને અમે અમારા યુગના પ્રકાશવાહક છીએ એ વાત તો અમે બધા ભૂલી જ ગયા હતા, ભૂલી ગયા ન હોત તો પણ અમને પ્રકાશ ફેલાવવાનો અવકાશ નહોતો !
આથી દિલગીર થતા અને નિઃશ્વાસ નાખતા જતા હતા ત્યાં મારી આંખ ઉઘડી ગઈ!
સ્વપ્નદર્શનથી હું નિરાશ તો થયો હતો જ, પણ ખરી નિરાશા તો જુદાં જુદાં ક્ષેત્રમાં સીડીનું છેલ્લું પગથીઉં મેળવવા માટે કરેલા તમામ પ્રયાસો નિષ્ફળ જ જતા હતા તે જોયા પછી મને થઈ. મને પેલા મિત્રને અભિપ્રાય ખરો લાગ્યો અને છેવટે હું એજ નિર્ણય ઉપર આવ્યો કે, પદવીદાન સમારંભનાં ભાષણો માત્ર ભાષણોતરીકેજ ઠીક છે. વ્યવહારમાં તે તે દિવાલ સામે માથાં પટકવાના પ્રયત્નજ થઈ પડે છે અને ખાસ કરીને તે હિંદી જુવાને માટેજ.
(દૈનિક “હિંદુસ્થાન”ના તા-૨૯-૮-૧૮ ના અંકમાં લેખક-શ્રી. સીતારામ શર્મા )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com