________________
૧૯૬
શુભસંગ્રહ-ભાગ ચેાથે
સર્વ વિદ્યાઓને અભ્યાસ કર્યો, તેને તદ્દન જૂદે આલેખી ભાગવતકારે કૃષ્ણની સ્તુતિ નહિ પણ નિંદાજ કરી છે, એમ કહેવામાં કંઈ ખોટું નથી. જ્યાં મહાયોગી કૃષ્ણ અને ક્યાં ભાગવતકારના દશમ સ્કંધને કણ ! કયાં માખણ-દહીં-દૂધની ચોરી કરનાર કુણુ અને કયાં નવ લાખ ગાયની
લકી ધરાવતો કૃષ્ણ ! આ પરસ્પર વિરોધી ભાવ મહાભારતના યુદ્ધકળાવિશારદ, રાજનીતિવેત્તા અને ધનુર્ધારી મહાબલી અર્જુનના સારથિ કૃષ્ણ માટે તો ન સંભવે. આવા મહાયોગી મહારાજ શ્રીકૃષ્ણ કે જેમણે મહાભારતના પાંડવ-કૌરવોના યુદ્ધ પ્રસંગે પાંડવકુલદીપક અર્જુનને સખાભાવે સંબોધીને તેનો ધર્મ બજાવવા-તેની ફરજ અમલમાં આણવા જે બોધ આપ્યો છે. તેનું કાવ્યરૂપે વર્ણન વ્યાસમુનિએ ગીતામાં ગુંચ્યું છે.
ચત્ર ચોઘઃ દળ પાથ ધનુધર: ક્યાં છે એવા યુદ્ધકલાવિશારદ, રાજનીતિજ્ઞ, મહાગી કૃષ્ણ અને કયાં છે એવા આજાનબાહુ, ધર્મધુરંધર, મહાબાણાવળી અર્જુને ! આ ભારત ભૂમિને તો હવે આવા કૃષ્ણ અને આવા અજુ નાનીજ અગત્ય છે. કર્ણ જેવા ઉત્તમ કોટીના રાજદ્વારીઓ અને અર્જુન જેવા ધર્મધુરંધર વીરોની જ હવે જરૂર છે. - અત્યંત ખેદ સાથે લખવું પડે છે કે, આવા બાલબ્રહ્મચારી અને મહાયોગી પુરુષને ચોર અને વ્યભિચારી ચીતરનાર ભાગવતકાર પિપદેવની શું મતલબ હોવી જોઈએ? આ મહાપુરુષને આ અધમ દેખાડવા એને કેમ સૂઝયું હશે ? જેવી રીતે ઘણાંખરાં પુરાણે મધ્યમ કાળના અંધકાર સમયમાં લખાયાં હતાં, તેજ પ્રમાણે ભાગવત પણ એજ અંધાધુંધીના સમયમાં લખાયેલ ગ્રંથ છે. અને તે ગ્રંથ મતલબી ધર્માચારીઓએ પોતાનો સ્વાર્થ સાધવા તથા ભેળા અને અજ્ઞાન લોકેમાં પિતાને પગદંડે જમાવવા પદેવ શાસ્ત્રીને પ્રેર્યો હોય, એ બનવાજોગ છે. અને કૃષ્ણ અર્જુનને કુતરા મમિ વિષે સમુરિથરમ્ નાગુvમસ્વર્યાકર્તિ મન એમ સંબોધીને કહે છે, તે શું ગોવાળોની સ્ત્રીઓ સાથે રાસ ખેલતો કૃષ્ણ હોય એ બનવા યોગ્ય છે? કદી નહિ. એમ માનવાવાળાએ બિચારા મૂર્ખ અને ભોળા ભાવિકે છે. અને તેવું મનાવનાર દુષ્ટ, સ્વાથી, મતલબ સાધનાર ધર્માચાર્યો છે. ધિકકાર છે એવા ધર્માચાર્યોને કે જેમણે આવા ક્ષત્રિય વીરગી પુરુષની નિંદા પોતાના મત-પંથનો ફેલાવો કરવા માટે કરી છે અને હજી પણ કરતા રહ્યા છે. આ મતપંથના વાડાના મુખી કે જેઓ પિતાને ગુસાંઈ કહેવડાવે છે. તેઓ પોતે જાતે વાનતાસી સંન્યાસીના વંશજ હાઈ વટલેલા તેલંગી બ્રાહ્મણ છે, અને પોતે જ કૃણરૂપ બની ભાગવતના દશમસ્કંધમાં વર્ણન કરેલ કૃષ્ણની લીલાઓ કરી મંદિરમાં ભ્રષ્ટાચાર આદરી બેઠા છે. જ્યાં એ મહાબલી શંખ-ચક્રધારી ક્ષત્રિયવીર કૃષ્ણ અને કયાં આ તેલંગણ વટલેલા ભટજીએ ! પિતાના પંથની આટ આટલી પોલ ઉધાડી પડવા છતાં પણ, હજી પિતાની ટંગડી ઉંચી રાખી પિતાને શુદ્ધ દેખાડવા ધમપછાડા મારી રહ્યા છે; અને બિચારા શ્રદ્ધાળુ ભકતો પાસેથી મેળવેલા હરામના ધનનાજ રે સય વક્તા ગરીબોને સતાવી રહેલા છે. તેમનો ખરો ન્યાય તે ઈશ્વરના દરબારમાં થશે. આ બનાવટી કનૈયા અને નકલી નાટકીઓએ હવે સમજી જઈ આ બદલેલા જમાનાને ઓળખી પોતાની લીલા હવે સમેટી લેવામાં જ તેમનું ભલું રહેલું છે; કારણ હવે તેમને છદ્મવેશ ઓળખાઈ ગયેલ છે, અને તેથી વામમાર્ગીઓની લીલા ત્યાગીને હવે કાંઈક જ્ઞાનમાર્ગ તરફ વળે તો બાકીના રહ્યા સહ્યા તેમના ભકતમાં એમને માટે થોડી ઘણી શ્રદ્ધા રહેલી છે, તેથી પોતાનું ગાડું ગબડાવી, પોતાની આ ધર્મને બહાને ઉભી કરેલ વેપારી પેઢીઓ ચાલુ રહેશે નહિ. પછી તે દેવાળું કુકી ઈશ્વરી દરબારમાં નાદારીનો લાભ લેવા અરજી નોંધાવવા જવું પડશે.
મહાપુરુષોની જન્મતિથિઓ ઉજવવી, તેમના આદર્શ જીવનના યશોગાનનું શ્રવણ, વાંચન અને અભ્યાસ કરે, એ હિંદુમાત્રની પરમ પવિત્ર ફરજ છે. મહાભારતના કૃષ્ણના જીવનચરિત્રનું બારીકીથી નિરીક્ષણ કરવું; તેવીજ રીતે જે જે અન્ય મહાપુરુષો અને ઋષિમુનિઓ થઈ ગયા તેમના જીવન આદર્શો સમજવા અને તે જીવનના ગૂઢ રહસ્યમાંથી તત્વ શોધી આ ભારતવર્ષના સર્વ બંધુઓને તેનું પાન કરાવવું આવશ્યક છે. હાલને સમયે તે ભગવાન કૃષ્ણ જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com