________________
શુભસંગ્રહ-ભાગ ચોથો છે. કેટલાક તેને ઉત્સર્જન પણ કહે છે. શ્રાવણી પર્વ તિજમાત્રને કરવું આવશ્યક છે. જે કોઈ પણુ મનુષ્ય અભ્યાસ કરી લાયક બનીને યજ્ઞોપવીત ધારણ કરે છે, અને તેને અંગે કહેલા વૈદિક નિયમોનું યથાર્થ પાલન કરે છે તેને દ્વિજ કહી શકાય. એવા ઉપવીતધારી દિએ એ દિને ઉપાકર્મ સંસ્કાર કરવો જોઈએ. ઉપવીત પહેરનાર દિજ એક જાતનું બંધન પિતાને શિરે લે છે, એ બંધન તે ધર્મબંધન છે; એટલે તે ઋષિઋણ, પિતૃઋણું અને દેવઋણું પૂરું કરવાને બંધાયેલો છે. આ બંધન તે ધર્મરક્ષા કરવાની લીધેલી પ્રતિજ્ઞા સ્મરણ કરાવતું બંધન છે. એની બ્રહ્મગાંઠ આર્યોને પોતાની ધાર્મિક ફરજનું ભાન કરાવનાર ગાંઠ છે. આર્યોને માટે તે આ માસમાં સ્વાધ્યાયgવાનાખ્યાં કમતિ ચમ્ એ શિક્ષાને સ્મરણમાં રાખીને આર્યસમાજના ત્રીજા નિયમાનુસાર વેદનું ભણવું અને ભણવવું એને જ પિતાને પરમ ધર્મ માનવાને છે. ઉપવીત સાથે અનેક જાતનાં ધાર્મિક બંધનો ઐહિક અને પારલૌકિક ઘડાયેલાં છે; પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે, હાલના સુધરેલામાં પોતાને ખપાવનાર કેટલાક આગળ વધેલા હિંદુએ, કે જેમનાં માવિત્રાએ હજારો રૂપિયાનો ખર્ચ કરીને તેમને પહેરાવેલ આ યજ્ઞોપવીત એક સૂતરને તાંતણે ગણીને તેને ત્યાગ કરી બેઠા છે-તેને કાઢી નાખીને ફેંકી દીધું છે; આ તેમની કેટ મૂર્ખતા છે! આમાં એમને દોષ નથી, પરંતુ તે માટેના ખરા દોષભાગી તેમનાં શ્રીમંત માવિત્ર છે, કે જેઓ પોતાની ગાડી, વાડી ને લાડીની મેજમાં આ તેમના સુપુત્રોને કઈ પણ જાતનું ખરું ધાર્મિક જ્ઞાન ન આપ્યું, ખરો ધર્મ ન સમજાવ્યું કે તેના સંસ્કારો પોતાના પુત્રપરિવારમાં પાડવા પ્રયત્ન ન કર્યો, પરંતુ બીજો વિચાર કરતાં એમ દેખાય છે કે, બિચારાં એ માબાપ પણ લોભી અને દંભી ગુરુઓની લાલચુ જાળમાં ફસેલાં હતાં તેમને પોતાને પણ ધર્મ એ કયી જાતનું પ્રાણી છે કે શું ચીજ છે, તેનું ભાન ન હતાં અંધપરંપરાના ન્યાયે મેંઢાના ટોળામાં ભળેલા હોવાથી અને તેમના મતપંથના ગુરુઓ તે ઉપવીત ધારણ કરાવવા માટે પિતાની ફી સવા રૂપીઓ ઠરાવી રાખી બેઠેલ હતાં તેવા ઠગારા-દંભી ધર્માચાર્યોનેજ શિરે આ કત્યને દેષભાર રહેલ છે. તેવી જ રીતે યજ્ઞોપવીત સંસ્કાર કરાવનાર બ્રાહ્મણ કે જેણે તે આચાર્યતરીકેનું પોતાનું કર્તવ્ય બરાબર સમજી-સમજાવીને નહિ કરેલું તે પણ આ દોષને ભાગીદાર બને છે. આવા બિચારા અનેક સુશિક્ષિત યુવાનો જોઈનું મહત્વ સમજી ન શકવાથી એકબીજાની નકલ કરીને જોઈ કાઢી ફેંકી દેવાનું જે અધમ પાપ કરી રહ્યા છે, તેમણે અવશ્ય જરા વિચાર કરવો ઘટે છે કે, આ ઉપવીત ધારણ કરવાનું પ્રયોજન શું? તેમણે જાતે એનું રહસ્ય સમજવા જિજ્ઞાસા રાખી, એ વિષયના જાણકારોને મળી પિતાની શંકાનું સમાધાન કરવું ઘટે છે; પરંતુ આમ નકલી સાહસ કરીને તેમને હજારો રૂપિયાનો ખર્ચ પહેરાવેલ ઉપવીતનો એકદમ ત્યાગ ન કરવો જોઈએ. જેને ધર્મ શું છે, અધર્મ શું છે, એ જાણવાની જિજ્ઞાસા છે એ તો અવશ્ય આવું સાહસ કરવા પહેલાં ખરો ધર્મ સમજવા પ્રયત્ન કરશે; પરંતુ જેઓ હાલમાં ચૂ૫; અમેરિકામાં ચાલી રહેલા જડવાદ, પૈસાધર્મ, પૈસાકર્મ, પૈસા હી ઉન્ને પક્ષ ને સાચો ધર્મ માની બેઠેલા છે, તેવાઓને માટે તો કાંઈ કહેવાપણું રહેતું જ નથી. બની બેઠેલ પરમહંસો અને ધમાંચાર્યોની ફરજ છે કે, આ વિષયનું જ્ઞાન તેમના શિષ્યોને આપવું અને ધર્મના મહત્વને બોધ કરે; પણ એ બિચારાઓને મંદિરોના દેવનાં દર્શન કરાવવા આઠ આઠ વખત દેવના દરવાજાની ઢાંક ઉઘાડ કરવા અને પ્રસાદની પાતલો તથા પાનનાં બીડાં ચાવતાં પુરસદ કયાં રહે છે! વળી પોતાના એશઆરામમાં અને મોજશોખ આદિમાં મશગુલ રહેતા હોવાથી આવા ઉપદેશ આપવાને સમય એ છે રહે છે. તેમજ તેમને ત્યાં હજારો અને લાખોની ભેટ કરનારા તેમનાં ભોળા ભટાક સેવક-સેવિકાઓને જે દરોડો પડે છે, તે આવાં જ્ઞાન આપવાનાં કામો કરવાથી તેમને મળતી હરામની આવક અટકી પડવા ભય રહે એ કુદરતી હોતાં, તેવા ધર્માચાર્યો ખરો ધર્મ સમજાવવા તજવીજ કરતા નથી અને કરશે પણ નહિ, એ ચોક્કસ છે. આથી એવા લેબીઓ ઉપર આધાર ન રાખતાં ખરો ધર્મ સમજાવનાર ઉદારવૃત્તિના વિદ્વાનોને મળીને ધર્મા રહસ્ય સમજવું જોઈએ.
ઉપવીત એ ધર્મબંધન છે, એ ધારણ કરનારને તેના ધર્મની–ફરજની ભાવના જાગૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com