________________
૧૭૬
શ્રાવણ માસ અને હિંદુ પર્વો ८२-श्रावण मास अने हिंदु पर्यो
શ્રાવણ માસને હિંદુઓ અતિ પવિત્ર માનતા આવ્યા છે. એ માસમાં જેટલા તહેવારે આવે છે તેટલા બીજા કોઈ મહિનામાં આવતા નથી. તહેવારો ઉજવવા અને જૂના ચિરસ્મરણીય વીરે, ધર્મ ધુરંધર અને મહાપુરુષોની તિથિ ઉજવી તેમનાં સ્મરણે તાજા રાખવા આવશ્યક છે. આ ઉસોમાં એક જાતનો કંઈક અદ્દભુત-અનેરે વેગ ઉત્પન્ન થાય છે, તેને સારે રસ્તે દેરવી સારાં સારાં કાર્યો કરવા તરફ વાળવો એ ઇરછનીય તેમજ આવશ્યક છે. ઉત્તમ ચારિત્રશીલ, મહાપુરુષોના સ્મરણાર્થે એ સર્વ કરવું ઈષ્ટ છે તથા તેમના જેવા થવા, તેઓએ કરેલાં કાર્યોને મરણમાં રાખી તેવાં કાર્યો કરવા તત્પર રહેવું એ હિંદુસમાજનું ભૂષણ છે; પરંતુ અફસોસ થાય છે કે, તેવું કાંઈ કરવાને બદલે મોટે ભાગે સૌ સામાન્ય જનસમાજ શ્રાવણ માસ એટલે જુગાર છૂટથી ખેલવાનું પર્વ એમજ ગણું, તેમાં વિશેષ પ્રવૃત્ત થઈ જાય છે; એ કોઈપણ રીતે ઈચ્છવા યોગ્ય નથી. પુરુષોને જોઈને સ્ત્રીઓ પણ આ માસમાં એ વ્યવસાયમાં પડી જાય છે. તે કાંઈ સારું કહેવાય નહિ. જુગારનાં અનિષ્ટ પરિણામેનાં દષ્ટાંત ઈતિહાસપ્રસિદ્ધ છે. હિંદુપુરાણો વગેરેમાં તેનાં સવિસ્તર વર્ણન કરેલાં છે, અને બહુજ ચેડા હિંદુઓ તેથી અજ્ઞાત હશે. હવે તો સમય વર્તે સાવધાન કરી હિંદુસમાજે સમય ઓળખી, જમાનો બદલાયો છે તે જોઈ-જાણી, પિતાનાં આચરણ સમયાનુસાર સુધારવાની અને સાવધાનતાથી વર્તવાની ઘણીજ જરૂર છે. આ
માં થઈ ગયેલા પ્રાચીન મહાપુરુષોના ચરિત્ર વાંચવા-સાંભળવાં-સંભળાવવા એજ હિંદુએને પરમ ધર્મ છે, એમ સમજી તદનુસાર વર્તવું ઈષ્ટ છે. વળી આધુનિક પ્રાતઃસ્મરણીય દેશભિમાની સસ્પષોનાં જીવનચરિત્રોને અભ્યાસ કરવો, તેમજ શ્રીમતિએ તો એવાં ચારિત્રપુસ્તકાની લહાણ પિતાના ઇષ્ટમિત્રામાં, પિતાની જ્ઞાતિમાં તેમજ શાળામાં ભણતા યુવકોમાં મફત વહેંચવાનો લહાવો લેવાની પ્રથા શરૂ કરવી આવશ્યક છે. આવા ચરિત્રના શ્રવણ-મનન અને અભ્યાસથી મનુષ્યની બુદ્ધિ ખીલે છે, તથા તેમને તેવા થવાની હોંશ થાય છે. અને તેથી પિતાના, ચારિત્રમાં પોતે જાતેજ અનેક ફેરફાર કરીને માણસ આખો બદલાઈ જાય છે.
આ માસનાં બે મુખ્ય પર્વ શ્રાવણ સુદ પૂર્ણિમા અને વદ આઠમને દિને આવે છે. પહેલો શ્રાવણ-બળેવ કે નાળીએરી પૂનમ અથવા બારાપૂજા; અને બીજે જન્માષ્ટમી અથવા કણજન્મ-મહોત્સવ કહેવામાં આવે છે. શ્રાવણું અથવા ઉપાકર્મ એ વૈદિક સમયથી ચાલતું આવેલું પર્વ છે. જે જમાનામાં આખા આર્યાવર્તામાં કેળવણી મફત અને ફરજીઆત હતી, દરેક શહેરની બહાર ઉપવનમાં એક ગુસકલ હતું. તેવીજ રીતે ગ્રામ્ય વસ્તી માટે પાંચ-સાત કે દશ ગામ ૬ ગુરુકુલ હતું. એવી રીતની ગુરુકુલ ૫દ્ધતિ તે સમયમાં પ્રચલિત હતી, તેથી ભાગ્યેજ કોઇ એકાદ ભલે-ચુંકે ભણ્યા વગર રહી જતા. બાલક છ કે સાત વર્ષનો થતાં ગુરુકુલના આચાર્ય તેનાં માવિત્રાને અગાઉથી ચેતવણી આપતા અને તે બાળકને ગુરુકુલમાં દાખલ થવાની યોગ્યતા માટે ઉપનયન સંસ્કાર વિધિપૂર્વક કરવામાં આવતો. ઉપનયન શબ્દજ સૂચવે છે કે, તેને હવે ગુરુઆઅમે મેકલ. એવી પ્રથા પ્રાચીન આર્યાવર્તામાં ફરજીઆત હતી, તેથીજ ગુરુસંનિધ રહી વીસથી ચાવીસ વર્ષપર્યત અખંડ બ્રહ્મચર્ય પાળી, અભ્યાસ કરી વેદપારંગત બનેલ બ્રહ્મચારીઓમાંથી અનેક મહાપુરુષો આ ભારતવર્ષમાં પેદા થતા. ભગવાન શ્રીકઠણ પણ સાંદીપની ઋષિના આશ્રમમાં ગરીબ બ્રાહ્મણ સુદામાની સાથે સાથે રહીને જ ભણ્યા હતા, તેવીજ રીતે ભગવાન રામચંદ્ર પોતાના બંધુ લમણુ સાથે વિશ્વામિત્ર ઋષિના આશ્રમે અભ્યાસાર્થ રહેલા. એથી સર્વ હિંદુઓ વિજ્ઞાન છે. તે હવે આ સમયમાં પણ એવા થોડાં ઘણાં સ્થાપિત થયેલાં ગુરુકલો માટે હિંદએ આ શ્રાવણ માસમાં ધ્યાન રાખીને તેને આશ્રય આપવાની આવશ્યકતા છે; અને આવાં ગુરુકુલ સારાં સુગઠિત અને સ્થાયી થાય તેમ કરવાના પ્રયત્નોમાં સહાયભૂત થવા પ્રત્યેક ભારતપુત્રની ફરજ છે.
આ માસનું પ્રથમ મહત્ત્વનું પર્વ શ્રાવણી છે, એને ઉપાકર્મ સંસ્કાર પણ કહેવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com