________________
નૂતન ભારતના વિધાયક તિલક મહારાજને સ્મરણાંજલિ ૧૧ ८०-नूतन भारतना विधायक तिलक महाराजने स्मरणांजलि
લોકમાન્ય તિલક મહારાજની આઠમી સંવત્સરી વેળા, નૂતન ભારતના વિધાયક એ નરને સમગ્ર પ્રજા વંદના અપી રહી છે. તિલક મહારાજનું નામ સંભારવું એટલે સ્વરાજની સાધના કરવી. એના આત્મસમર્પણની સ્મૃતિઓ તાજી કરવી એટલે આત્મવિશદ્ધિ આદરવી.
એ નરપુંગવના જીવનને સર્વપ્રથમ સંદેશ સ્વાશ્રય છે. તમારી મુક્તિ તમે પોતેજ મેળવી લ્યો-આજે જાણે એને એ સંદેશ કાન ઉપર અથડાય છે. સ્વદેશી એટલે આર્થિક સ્વાશ્રય; રાષ્ટ્રીય શિક્ષણ એટલે શિક્ષણવિષયક સ્વાશ્રય; સ્વરાજ એટલે રાજકીય સ્વાશ્રય–એ નેતાવરનાં એ જીવનસૂત્ર આજેએ હિંદી સ્વાતંત્ર્યયુદ્ધને પ્રેરણા આપી રહ્યાં છે.
કલકત્તાના એના પ્રખ્યાત ભાષણમાં એણે કહેલું કે “જો તમે સ્વાધીન બનવા ન ઇચ્છતા હો, તો તમે પતિત બનશે અને સદાને માટે પતિત રહેશે. આ સરકારને તમારી ઉપર શાસન, કરવામાં સાથ ન આપવા પૂરતી પણ તમારામાં આત્મસમર્પણની અને અસહયોગની શક્તિ નથી ! પડકાર કરો કે “મહેસુલ એકઠું કરવામાં અમે તમને (સરકારને) મદદ નહિ દઈએ; હિંદી શેણિતઅને હિંદી સમૃદ્ધિથી હિંદની બહાર અગર હિંદના સીમાડા ઉપર યુદ્ધ કરવામાં અમે તમને સાથ નહિ આપીએ; ન્યાયનો કારભાર ચલાવવામાં અમે તમને સહકાર નહિ આપીએ; અમે અમારી પોતાની અદાલત સ્થાપીશું; અને સમય આવ્યે અમે કરવેરા પણ નહિ ભરીએ.” તમારૂં સંઘબળ જમાવીને તમે આટલું કરી શકે તેમ છો? જો તમે એ કરી શકે, તો તમે આવતી કાલથી સ્વાધીન છે.”
એ સંદેશમાં શ્રદ્ધા, આશા અને વીરતા ધબકી રહ્યાં છે અને એનું જીવન એ પ્રાણવાન સંદેશના સદેહ પ્રતિનિધિરૂપ હતું. રાષ્ટ્રને નામે સારું જીવન સમપી દેનાર એ વીરનરને આપણે શી સ્મરણાંજલિ આપીએ ? આપણું અર્થ સાચા દિલની ભક્તિથી ભરપૂર હોય, ઉત્કટ માનભાવથી ઉભરાતાં હોય, તોયે એ તિલક મહારાજ સમા મહાન નરની સમીપ ઓછાં અધુરાંજ લાગશે.
વર્ષો પહેલાં હું કોલેજના વિદ્યાર્થી હતો, ત્યારે એ પુરુષવર પ્રત્યે મને આકર્ષણ થયું. હું પરીક્ષા માટે મુંબઈ ગયો. “તિલક મહારાજ જેલવાસી થશે એવા સમાચારથી વાતાવરણ ગંભીર બન્યું હતું. હું અને થોડા મિત્ર જેલમાં તિલક મહારાજનાં દર્શન માટે આતુર બન્યા. અમને જેલને દરવાજેથી પાછા વાળ્યા. એ પ્રસંગને વર્ષો વીતી ગયાં.
કલકત્તા ગયો. રાષ્ટ્રીય સ્વાધીનતાનાં સેણાં તો હું કોલેજમાં તત્ત્વજ્ઞાન અને સાહિત્ય શીખવતો હતો. મારા પૂજનીય મિત્ર અને મુર્શિદ સ્વામી ઉપાધ્યાય બ્રહ્મબાંધવના નેતૃત્વ નીચે. ચાલી રહેલી બંદે માતરમની હીલચાલ પૂર જોશમાં હતી. તિલક મહારાજનો જન્મદિવસ આવ્યો. કલકત્તાએ એ ઉજવવાનો નિશ્ચય કર્યો. કલકત્તામાં મહારાષ્ટ્રના નામને બંગદેશના પાટનગરને પાવન કરી જવા વિનતિ મોકલી.
- અડો. કલકત્તાએ એ આરાધનીય દેવનું કેવું ભવ્ય સ્વાગત કરેલું ! સમ્રાટો અને નરેંદોને જેની ઈર્ષ્યા આવે એવું માને તિલક મહારાજને આપી બંગદેશે પિતાની કીર્તિ વધારી. તિલક મહારાજના માનમાં સ્વદેશી મેળે ગોઠવાયો. એ મેળો ચાર દિવસ ચાલ્યો. સાંજે એણે જાહેરસભાને પ્રેરણસંદેશ આપ્યો. જાણે માનવસાગર ઘુઘવી રહ્યો હતો. સુરેન્દ્રનાથ અધ્યક્ષ હતા. ગગનના કડાકા થાય એવા હર્ષનાદ વચ્ચે એ બંને રાજદ્વારી પ્રતિસ્પધીઓ એકબીજાને ભેટ્યા. એ ચિત્ર અવિસ્મરણીય છે. સાદા, ત, સ્વદેશી લૂગડામાં શોભતા એ દેશભકતે એક કલાક સુધી
ને રાજકીય ધર્મ સમજાવ્યો. કેવો સાદો માણસ! અને છતાં કે બહુશ્રુત, કે વિદ્વાન, કે સાફદિલ, કેવો નિડર ! બંગદેશ તિલક મહારાજની પ્રશસ્તિથી ગાજી રહ્યો.
પણ આજે તેના આ અસામાન્ય ગુણની અને બીજી વિશિષ્ટતાઓની વાત હું આટલેથી પડતી મૂકીશ. હું આજે તિલક મહારાજના જીવનના એકજ લક્ષણપ્રત્યે સારા ભારતનું લક્ષ્ય નિમંત્રીશ. તિલક મહારાજની ગુપ્ત શક્તિ તેની નિર્ભયતામાં–તેની માન્યતાઓને હિંમતપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com