________________
ઉત્તમ કેશુ? પશુ, પંખી કે માણસ? જાતિ એનું નામ સાંભળીને બાર ગાઉ ભાગતી ફરે છે!
એ સંયમની બાબતમાં તે માનવજાતિ-ખાસ કરીને વર્તમાન યુગની-દરેકથી પાછળજ આવવાની. એટલે જુદાં જુદાં પશુ-પંખીઓના નામથી ઉલ્લેખ કરવા જતાં પારજ આવે નહિ. માટે થોડાક નમુનાજ આપવા યોગ્ય છે; બાકી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, ઉંટ, હાથી, ચકલાં, મોર, બગલા, મઘર સૌને વિષે એજ રીતે વિવેચન કરી શકાય તેમ છે.
બીજી સંયમવૃત્તિ આહારની. એમાં પણ માનવજાતિને કેમ પશુ-પંખીની પાછળજ આવવાને! ખાઉધરાપણને અગે થતા રોગ જેટલા માનવજાતિને લાગુ પડે છે, તેટલા પશુ-પંખીને કદીજ થતા નથી. કલ્પના કરો, અમૃત જેવી મીઠી કેરીઓથી આંબાવાડીઉં લચી રહ્યું હોય તે વખતે આંબાવાડીઆમાં વસતાં પંખીઓમાંથી કેટલા હદ કરતાં વધારે ખાવાથી મરી ૫ડેલાં જથાય છે! અને પોતાની જાતિને વિષે ખૂબજ મગરૂરી રાખનાર, અભિમાનનાં પૂતળાં જેવાં માનવપ્રાણીઓમાં તે કેટલાએ, પારકા ભજનને પિતાના પેટમાં અકરાંતીઆની માફક ઠેલી ઠેલીને ભરવાથી, ત્યાં ને ત્યાં તરફડીને મરી ગયાનાં દૃષ્ટાંત ઘણુયે મોજુદ છે!
પશુ-પંખીઓ ઉપર પ્રેમદષ્ટિ રાખીને, કદીયે એમના જીવનનો અભ્યાસ કરવાની દાનત રાખી હશે તે કહી શકશે કે, સૂવામાં અને જાગવામાં, જે માણસે એમનું અનુકરણ કરે તો કદીયે દુઃખી ન થાય. પ્રાતઃકાળે કદી જુહુના દરિયાકિનારે ગયા છો? એ નાળિયેરીના વનમાંથી એ વખતે તે જાગૃત થઈ થઇને, ચારાની શોધ માટે ઉપડી જતી કાકસેનાના કોલાહલને સાંભળીને. ઉંઘણશી માણસે શરમાઈને મરી જાય તેવું લાગશે ! અરે! એટલે ન જવું હોય તેને માટે ઘરઆંગણે ચકલાં, કાબર, મેના, પોપટ, ક્યાં ઓછાં છે?
એક સુંદર નાનકડા ગામડામાં જોયેલું દશ્ય મારા જીવનસુધી હું વિસરી શકવાનો નથી. ગામને ઝાંપેજ એક વિશાળ તળાવ, તેની અંદર બરાબર મધ્યમાંજ નાનકડો બેટ, તેની ઉપર અનેક વૃક્ષોને સમૂહ-એ બધું કેવું લાગતું હશે? એ વૃક્ષાવલીની શાખાઓમાં, સંધ્યા સમયે ચારે દિશાએથી કેટલાએ ગાઉના પંથ કાપીને બગલાંઓને સંધ રાતવાસે ગાળવા આવે છે. બરાબર નિયમિત વખતે જ તે નિદ્રાધીન થઈ જાય છે. અને પ્રાત:કાળે ચાર અને પાંચની વચ્ચે તે જાગૃત થઈ ઉદરપોષણ અર્થે ચારો શોધવા ટુકડીઓ બંધાઈને અનેક બકપંક્તિઓ ત્યાંથી ઉડી જાય છે! માનવસમુદાય એમના જેવો નિયમિત અને એટલો ઉઘોગી હેત તો?
૪ કીડીઓ, પતંગી, મધમાખીઓ, ભમરાઓ અને બીજા અનેક જંતુઓની ઉઘોગપ્રિયતા અને સ્વાશ્રયી વૃત્તિ જોઈને પણ આપણે તે શરમાઈને લાજી મરીએ તેમ છીએ.
વાનરસેનાનું નિયમન અને વ્યવસ્થા જેઈને પણ આપણે માનવીની હાર કબૂલવી પડે તેમ છે. સંસારી અને બ્રહ્મચારી એવાં બે ટોળાંએ એમનાં હોય છે. સંસારી ટોળાઓમાં વાંદરીઓ અને તેમના સંતાનસમૂહના સંરક્ષણ માટે એકેક વીર સેનાપતિ હોય છે. તેના એકજ પિકાર આગળ આખી સેના કેવી નમી પડે છે અને પિતાના સ્વજનમંડળની આપત્તિ વખતે એકજ બુઢિયા કેવાં વિરલ પરાક્રમ દાખવી શકે છે, તે તે અનુભવેજ સમજાય! પિતાની એકજ સ્ત્રીને ગુંડાઓ કે તોફાની ગોરા સોજરોના પંજામાંથી બચાવી નહિ શકનારા, આજના અનેક નિર્માય હિંદુએએ, આ વાનર નરવીર પાસેથી શું ઓછું શીખવાનું છે! એમના બ્રહ્મચારી ટોળામાં બધાજ નરવાનરોજ હેાય છે. માદાઓનું નામ નહિ! કેવું તપ !! હનુમાનજાતિના એજ સાચા વંશજ કહેવાય, એમાં શું નવાઈ!!!
- કાગડાઓની ઉજાણુ, કાગડાઓનું પંચ અને તેમને શેક, એ પણ જાણવા અને સમજવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com