________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
२-उत्तम कोण ? पशु, पंखी के माणस ? ઠામ ઠામ જામેલા સ્વાર્થના અખાડા, કચડાયલની ભક્તિને એકજ માર્ગ
(આસપાસ નજર ફેરવીને જેનાર, તેમજ પશુપંખીના જીવનને સમભાવથી સમજનાર માણસ જોઈ શકે છે કે, મનુષ્ય કરતાં પશુ-પંખી વધુ સંયમી અને ઉચ્ચ જીવન ગાળનાર છે.
મનુષ્ય તો કેવળ પોતાના સ્વાર્થ માટે નિરંતર ઝઘડનાર અભિમાનનું પૂતળું છે. એવી માનવનતિમાં નિર્મળ રહે તેજ સદાય કચડાયેલાં રહેવાને પાત્ર ઠરે છે.)
મનુષ્ય પશુ–પંખી કરતાં બુદ્ધિશાળી અને શ્રેષ્ઠ જીવાત્મા છે, એમ કહેવું તે, મને તે અનેક રીતે સત્ય અને ન્યાયનું ખૂન કરવા જેવું લાગે છે. કાં તો સ્વાથી માનવીઓએ કેવળ પિતાની ખેતી મહત્તા ગાવાનાજ વિચારથી પ્રેરાઈને પશુ-પંખીઓના ઉદાત્ત ગુણોની જાણી જોઈને જ પરવા કરી નથી, અથવા તે તે જાણવા છતાં, સ્વાર્થ ખાતર સત્ય વસ્તુને છુપાવી અસત્યને આગળ ધકેલ્યું છે !
કેમ? વાચક! તને આ વિચારો જાણીને મારી તરફ હસવું આવે છે ? ભલે, તે ઘડીભર હસી લે! પણ મારી તે ખાત્રી છે કે, બોટ અભિમાન અને આબરની લાગણીનાં ઘેનની, તારી ઉપર ફરી વળેલી તંદ્રા કઈક વખતે પણ દૂર થશે, મનુષ્યસ્વભાવની નબળાઈ જીવનની એકાદ કે ધન્ય ક્ષણે દૂર થશે અને સાત્વિક ભાવના સામ્રાજ્યમાં દષ્ટિ નિર્મળ અને વિશાળ, બનશે, તે વખતે તને મારા કથનનું રહસ્ય અને સત્ય બને સમજાશે. તે દિવસે જરૂર તું મારી વાતને યથાર્થ સ્વરૂપમાં સ્વીકારીશજ, એટલું મને આશ્વાસન છે.
સુખ-દુઃખની લાગણી તે જેટલી મનુષ્યને હોય છે, તેટલીજ પશુ-પંખીને પણ હોય છે. સામાન્ય સમજશક્તિ તે જેમ મનુષ્યને હોય છે, તેમ પશુ-પંખીને પણ હોય છે. હા, મનુષ્યમાં લાગણી પ્રકટ કરવાની વાણી છે, ત્યારે પશુ–પંખીની એ વાણુને આપણે સમજી શકતા નથી. મનુષ્યમાં વિચારશક્તિ અને બુદ્ધિ વિશેષ છે; તેને લીધે તેનામાં સર્જકશક્તિ સવિશેષ જણાઈ આવે છે. પશુ-પંખીમાં પણ સર્જકશક્તિ છે જ, એનો ઉપયોગ તે પોતાને માટે જ કરે છે. પંખીઓના માળા, પશઓની બેડ, કોળીઆની જાળ, કોશેટાની રેશમ બનાવવાની ક્રિયા એ બધા તેમની સર્જકશક્તિના નમુના છે. વિચાર કરીએ તે તે સમજાય. આ રીતે મનુષ્ય અને પશુ-પંખીની વચ્ચે સમાનતા જણાય છે; પરંતુ બીજી ઘણી બાબતમાં તેમની વચ્ચે અસમાનતા જણાઈ આવે છે અને તેમાંજ મનુષ્ય કરતાં પશુ-પંખીની મેટાઇ જણાઈ આવે છે ! સંયમવૃત્તિ અને નૈસર્ગિક કાનનાના પાલનમાં તેઓ મનુષ્ય પ્રાણી કરતાં અનેકગણું ચઢી જાય છે; તેજ રીતે સંધબળમાં પણ ઘણે અંશે પશુ-પંખીની મહત્તા માનવસમાજને વટાવી જાય છે.
નર અને માદાનાં જોડકાં સાથેજ કરતાં હોવા છતાં, અને તેમને માનવીના જેવાં કશાંજ' ગોયની જરૂર ન હોવા છતાં, પંખી તેમજ પશુઓ વિષયલાલસામાં જે સંયમ બતાવે છે, તે મનુષ્યની સાથે સરખાવતાં અપૂર્વ છે, અજોડ છે. ખેટા અભિમાનથી ફૂલાઈને માણસો, અંદર અંદરનાં વચન માટે, “ગધેડા જેવું છે”, “કુતરા જેવો છે' એવાં વાક બેલે છે; પરંતુ વિચાર કરનારને જ સમજાય છે કે. એમ કહેવું તે ગધેડા અને કુતરાની જતિને અન્યાય કરવા જેવું છે, કારણ, એ બંને જાતિઓ વિષયેચ્છાની બાબતમાં ભારે સંયમી-હા, માનવપ્રાણુઓ કરતાં ભારેજ સંયમી છે. એમના એ સંયમ સમક્ષ ભલભલા માણસને માથું નીચું જ નમાવવું પડે !
સિંહના બ્રહ્મચર્યપાલનની તો વાત જ જુદી છે. કહેવાય છે કે, સિંહ જીવનમાં એકજ વખત વિષયતૃપ્તિ કરે છે, તે પછી સારુંય જીવન બ્રહ્મચર્યનું પાલન કરે છે. તેને લીધે તો માનવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com