________________
નવયુગના યુવક
६८ - नवयुगनो युवक
૧૨૯
દેશના જુવાને દેશનું ધન છે. જેવી એમની શારીરિક અને માનસિક અવસ્થા, તેવીજ દેશની દશા. સ્વાતંત્ર્યનાં યુદ્દો જ્યાં જ્યાં ખેલાયાં છે, ત્યાં ત્યાં નવજુવાનાએજ આગળ પડતા ભાગ લઈ દેશની સ્વતંત્રતા હાંસલ કરી છે. ધરડાએ તા ગુલામીમાં સબડવાનું પસંદ કરતા હતા, પણ નવજીવાના એવી વૃત્તિ સાંખી શક્યા નહિ; તેથી તેમણે સ્વત ત્રતાને માટે કેસરી કર્યાં અને તે મેળવી ત્યારેજ પગ વાળીને બેઠા. આપણા દેશમાં જીવાના તે છે; પણ તેમને જુવાન કહેવા કે ઘરડા કહેવા, એ એક પ્રશ્ન છે. ઉંમર ભલેને નાની હાય, પણ તેથી કંઇ જીવાન કહેવાય ? જેનામાં જુવાનીનુ લેાહી થનથનાટ કરતું વહેતું ન હેાય તેને જીવાન કહેવાય કેવી રીતે ? વયને લીધે વૃદ્ધ ગણાતા માણસ પણ જીવાનીના જોસથી જીંદગીનાં કબ્યા કરવામાં પાછી પાની કરતા ન હેાય અને સૌંકટની સામે કમર કસીને ઝઝુમતા હાય તા એને પણ જુવાન ગણવામાં કશાજ વાંધેા નથી.
અત્યારે ભારતવર્ષમાં ચામેર અંધકાર છવાયેા છે. એ અંધકાર દૂર કરવાને અને પ્રકાશને ફેલાવવાને માટે તેજસ્વી નવયુવાની જરૂર છે. અત્યારે ભારત કટાકટીના સમયમાંથી પસાર થાય છે, તેને નવયુગને યુવકજ પેાતાના બાહુબળથી ઉગારી લેશે. હાલના યુવકની મનેાદશા દેશને ઉદ્ઘાર કરે એવી લાગતી નથી. તે તે પોતાના કુટુંબનેજ જગત માની બેઠા છે, અને પાતાનાંજ સુખ-સગવડમાં રચ્યાપચ્યા રહે છે. ખીજા ડૂબે કે તરે તેની તેને ચિંતા નથી; પણ તેને ચિ’તા હાય ક્યાંથી ? ભૌતિક દેહનેજ સસ્વ માની લેવાનુ શિક્ષણ તેને મળેલુ છે. આધુનિક શિક્ષણનું આ માઠું પરિણામ છે. ગુલામી વાતાવરણમાં શિક્ષણુ લેનારની મનેાદશા એવાજ પ્રકારની બંધાય છે. માટે પ્રજાકીય શિક્ષણસસ્થાઓમાં સૌથી પહેલી જરૂર સ્વતંત્રતાનું વાતાવરણ ઉત્પન્ન કરવાની છે.
હાલના જુવાન ભણી તા જુઓ! કેવુ નાજુક શરીર ! ઉડી ગએલી આંખેા અને મેસી ગયેલા ગાલ પ્રથમ દૃષ્ટિએ પડે છે. છાતીની પાંસળીઓ ગણવી હેાય તેપણ ગણી શકાય. હાથપગ દારડી અને પેટ ગાગરડી ! એ રેાટલી પણ પરાણે પચે ! આવા યુવક સમાજનુ` કે દેશનુ શું ઉકાળે? આવાનાથી તા શેક્યુંા પાપડ પણ નહિ ભાગે, તે એની પાસેથી સમાજસુધારા કરાવવાની કે સ્વતંત્રતાના યુદ્ધમાં ઝંપલાવવાની આશા રાખવી એ ફાકટ છે. વળી એને પુરુષમાંથી સ્ત્રી બનવુ હાય એવા એના કેટલાક ચાળા જણાય છે. ભારતવષ જે યુવકેા માગે છે, તે આવા માઈકાંગલા નહિ; પણ ક્રાઇક જૂદીજ ધાટીના માગે છે.
સમાજસુધારા કરવા હાય કે સ્વરાજ્યની લડત લડવી હોય તેા મજબૂત બાંધાના અને ખડતલ શરીરના, ચાલે ત્યારે ધરતી ધમધમે એવા, ટાઢતાપને નહિ ગણકારનારા, બુદ્ધિના જેટલુ જ મહત્ત્વ મહેનતને આપનારા, જુલમની સામે આંખઆડા કાન ન કરતાં ઝુઝવાનું જોમ ધરાવનારા, કામની ધૂનમાં ભૂખને ભૂલી જનારા કે ચપટી ચણાથી ચલાવી લેનારા અને ધ્યેયની પાછળ ગાંડા થઇ કુરબાની કરનારા યુવકેાની જરૂર છે. આવા યુવકેા દેશમાં પેદા થવા લાગ્યા છે, એ દેશના ઉદયની નિશાની છે. આજે એની ઉષા ઉગી છે અને આવતી કાલે એમાંથી સવાર થશે. એ ઉષાનું દર્શન આપણને ખારડાલીમાં થયું છે, સવાર પૂર્ણ થયા પછી થાડે કાળે મધ્યા શાલશે એ તે નિઃસંશય છે. ખારડાલીમાં આવું જબરદસ્ત સંગઠન સહેજ સહેજમાં નથી થયું, તેની પાછળ કેટલાએ યુવકાએ લેાહીનું પાણી કયું છે. કામ કરવામાં દહાડા કેરાત જોયાં નથી, ઉનાળાના તાપતડકાને ગણ્યા નથી, ભૂખ તરસને ગણકારી નથી અને થાકને તે સમજ્યાજ નથી, ત્યારેજ ખારડાલીના ખેડૂતા આવડી મેાટી સલ્તનત સામે માથું ઉંચું રાખી ઝુઝી શકયા છે.
નવયુવકને કરવાનાં કાર્યોની ક્યાં ખાટ છે ? તેને માટે વિશાળ ક્ષેત્ર ખુલ્લુ છે. કેવળ આપણે સમાજસુધારાની વાત લઈએ તે તેમાંથી પણ કેટલા સડા દૂર કરવાના છે ! સૌથી પહેલું ધ્યાન એ તરફ આપવાની જરૂર છે. આપણા સમાજ ધાર નિદ્રામાં પડયા પડયા કુંભકર્ણેની માફક ધારે છે. તેને જગાડવાને થાબડશે કે પંપાળશેા તે તે વધારે વધારે બ્રા જશે, તેને તે ફૅટ
શું ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com