________________
www
w
૧૮
શુભસંગ્રહ-ભાગ ચાશે પ્રથમ તો તેમણે નવી દુનિયાનો પ્રકાશ પિતાની આંખેપર પડવા દેવું જોઈએ.
બીઝીકલ કલ્ચર) એ નામનું માસિક ૩૧ વર્ષથી મી. મેકફેડન પ્રસિદ્ધ કરે છે. તેના ગ્રાહકોની સંખ્યા પાંચલાખ છે. દુનિયા પર એની બરાબરી કરી શકે એવું એ વિષયનું એક પણ માસિક અત્યારે નથી. પિતાના ધંધામાં સહાયરૂપ થઇ પડવા માટે તે બીજા બાર માસિક અને ત્રણ દૈનિક પો કાઢે છે. તે પૈકી ૬ સ્ટોરી (ખરી વાર્તા) એ નામના માસિકની ૨૩ લાખ નકલો ખપે છે. બધાં માસિકેની કુલ ગ્રાહક સંખ્યા પચાસ લાખ છે. આ બધા સાહિત્યની પ્રસિદ્ધિ માટે તેણે મેન્ફડન પબ્લીકેશન કંપની કાઢી છે. તે દુનિયામાં મોટામાં મોટી પબ્લીશીંગ કંપની છે. એક માસિકનું લવાજમ દશ રૂપિયા ગણવામાં આવે તે પચાસ લાખ ગ્રાહક એટલે એકલા માસિકના લવાજમનાજ વાર્ષિક પાંચકરોડ રૂપિયા આવે. આ ઉપરજ હિંદુસ્તાનના પહેલા નંબરના રાજ્ય હૈદ્રાબાદની વાર્ષિક આવક જેટલી વડોદરા રાજ્યની બે વર્ષની કુલ આવક કરતાં પણ વધારે થવા જાય છે. આ તો એકલા બાર માસિકના લવાજમનીજ વાત છે. એ સિવાય બીજું સાહિત્ય પ્રગટ કરે છે તેની ઉપજ તો જૂદીજ. એટલા ઉપરથી કંપની કેટલા મોટા પાયા પર કામ કરતી હશે એનો ખ્યાલ વાચકે કરી લેશે. આ ઉપરથી કોઈએ એમ ન ધારી લેવું કે, મી. મેકફેડન અમેરિકામાં એક મેટો શ્રીમંત કરોડપતિ થઈ બેઠે છે. એને પિતાના આદર્શો પ્રજા સમક્ષ મૂર્તિમંત કરવા માટે નાણાંને ઘણો ભેગ આપવો પડે છે અને આટલી બધી પ્રવૃત્તિ છતાં નાણાંની બાબતમાં તેને સંકોચ રહે છે.
મી. મેકડને પિતાના જાતઅનુભવ અને શોધથી આરોગ્ય અને કુદરતી ઉપચારવિષે ઘણાં પુસ્તકો લખ્યાં છે. એ સર્વમાં બીલ્ડીંગ ઑફ વાઇટલ પાવર ઘણું ઉત્તમ છે. એ વિષે તે પોતેજ ખાત્રી આપે છે કે “તંદુરસ્તી અને એક સુંદર ખીલવણી કરેલું શરીર, એ આખી દુનિયાની લત કરતાં વધારે કિંમતી છે. જેને આપણે સંપૂર્ણ તંદુરસ્તી કહીએ છીએ, તે મેળવવા જેઓ ઈચ્છતા હોય તેમને માટે મારાં લખેલાં સર્વ પુસ્તકમાં કોઈ પણ એવું નથી કે જે મારા આ પુસ્તક કરતાં ચઢીઆતું હોય.” એ ઉપરાંત તેઓએ “એનસાઈકલોપીડીયા ઓફ ફીઝીકલ કલ્ચર એટલે આરોગ્ય અને કુદરતી ઉપચારસંબંધી જ્ઞાનકોષ, એ નામનો કિંમતી ગ્રંથ લખ્યો છે. તેમાં ૩૦૦૦ પૃષ્ઠ અને ૧૨૦૦ ચિત્ર આપેલાં છે અને તેની સો રૂપિયા કિંમત છે. એની સાત આવૃત્તિઓ થયેલી છે. આટલા ભગીરથ પ્રયત્ન પછી પ્રજા એને ફાધર ઑફ ફીઝીકોપથી ના નામથી ઓળખે છે તેમાં શું આશ્ચર્ય !
મે ૧૯૨૮ન “ફીઝીકલ કચર' ને અંક પ્રગટ થયો છે તેમાં બરનાર મેકફેડનને ચાર કંપનીઓએ મળી તેમની ૬૦ વર્ષની ઉંમર છતાં રૂ. ૧૦ લાખને વીમે ઉતાર્યો છે; એવી હકીકત પ્રગટ થઈ છે! ૪૫ વર્ષની ઉંમર પછી વીમા કંપનીઓ કોઈને વીમો ઉતારવાનું ના પાડે છે. એમ છતાં ૬૦ વર્ષની ઉંમરે મોટી રકમનો વીમો ઉતારવાની વીમા કંપનીઓએ હિંમત કરી છે તે ઉપરથી બર્નાર મેકફેડનનું આરોગ્ય ઘણું જ ઉત્તમ હોવું જોઈએ. વીમાકંપનીના વેંકટરોએ તેમના શરીરની તપાસણી કરી તેમાં તેમનું આરોગ્ય ઉત્તમ પ્રકારનું છે, એવું જણાઈ આવ્યું છે. વીમા, ઉતાર્યાની વાત બર્નાર મેકફેડન પિતાનાં તત્વોને વિજયસૂચક સમજે છે. વ્યાયામ અને નૈસર્ગિક આહારથી મનુષ્ય પોતાનું આરોગ્ય ઉત્તમ પ્રકારનું રાખી દીર્ધાયુષી બની શકે છે, એનો આ એક ઉત્તમ દાખલો છે. (“વ્યાયામ” ના જુલાઈ ૧૯૨૮ ના અંકમાં લેખક-રા. મણિભાઈ મોતીભાઈ પટેલ. મુ. સંખેડા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com