________________
૧૧૬
શુભસંગ્રહ-ભાગ છે
६४-बैरांनुं पंच રામજી પટેલ ગામના આગેવાન છે; એટલે તેમની ડેલીએ લોકેાની સારી ઠઠ જામતી, રામજીની આજ્ઞા લેકે હોસેથી ઉઠાવતા; અને તેથી તે પણ તેમને ધન્ય માનતા. ગરમીની મોસમ આવી. ગામમાં વિકૃચિકા-કૅલેરા ફાટી નીકળ્યો. રામજીની મેટાઈનો ખ્યાલ રાખ્યા વગર કૅલેરાએ તેમના મોટા દીકરાની વહુને જીવ લઈ લીધા.
રામજી પટેલને ત્યાં કોઈનું મરણ થયું છે, એ સમાચાર જાણી દરેક ઘરનાં બૈરાં માથે આથું ઓઢી રોવા-ટવા તેમના ઘર તરફ જવા નીકળ્યાં. ગામમાં રમણ જરા સુધારાની વાતે કરનાર નવજુવાન ગણાતે ! એટલે તેણે તેની પત્ની સુમતિને રામજી કાકાને ત્યાં રોવા-ફૂટવા મોકલી નહિ.
આખા ગામમાં ચર્ચા ઉપડી. લોકે મરનારને તે તરતજ ભૂલી ગયા અને રમણની વહુ સુમતિએ છાજીયાં ન લીધાં અને રોવા-ફૂટવાની કવાયતમાં ભાગ ન લીધે, તે વિષે ગરમાગરમ ચર્ચા ચલાવવા લાગ્યા. ખુદ રામજી કાકાનાં ધણીઆણી પોતાના દીકરાની વહું મરી ગયાને શેક ભૂલી જઈ સુમતિ તેમને ત્યાં રોવા-કૂટવા ન આવી એટલે “નક્કી તે અભિમાની છે” એમ કહેવા લાગ્યાં.
બારને વખત હતા, ગામના લોકે કંઈક વેરાયા, એટલે સુમતિ અને રમણ રામજી કાકાને ત્યાં સહાનુભૂતિ બતાવવા ગયાં.
રમણને જોતાંજ રામજી કાકાનાં ધણીઆણી ચંચળબા રાતાં પીળાં થઈ જઈ બેય: “કેમ, હવે તે તમે મોટા માણસ થયા ! તમારાં મડમ સાહેબ હવે તો શું કરવા ગામની રીત પાળવા અમારે ત્યાં આવે ?”
ચંચળબાની આજુબાજુ ફેસીઓની પલટણ હતી, તેમાંની એકાદ ડોસી બેલીઃ “હા, હવે સુમતિ બહુ મોટી થઈ ગઈ, એટલે રીતરિવાજમાં શું કરવા ભાગ લે?”
રમણે કહ્યું કે “સીમા ! હું છાતી કઢી કટી. ઘાંટા પાડી શોક બતાવવામાં માનતો નથી. ખરેખર, આ ખોટું ધતીંગ મને ગમતું નથી; એટલે સુમતિને ન મોકલી. તમને અમે હૃદયની સહાનુભૂતિ બતાવવા આવ્યાં છીએ. તમારા દુઃખથી ખરેખર અમને પણ દુઃખ થાય છે, પણ રોવા-ફરવાનું નાટક ભજવી અમારું દુ:ખ બતાવતાં અમને આવડતું નથી.”
કહ્યું? આ બધું નાટક છે? અમે બધા અહીં બેટો ઢગ કરીએ છીએ? રહેવા દે, રહેવા દે; જોયું તારું ડહાપણ!” એમ ધનકેરબાએ ગર્જના કરતાં કહ્યું. '
“સીમા! આ નાટક નથી તો શું છે? રડવું આવે કે ન આવે, છતાંયે માથે આવું ઓઢી, લશ્કરી પદ્ધતિએ થતી રડવાની કવાયતમાં સામેલ થવું–આને નાટક-ગ-નહિ તો બીજી શું કહી શકાય? તમે શું એમ કહી શકશે કે, અહીં ભેગાં મળેલાં બધાં ખરા હૃદયપૂર્વક રડતાં હતાં? અહીંથી ગયાં કે તરતજ નહિ જણાય તેમના મુખપર શેક કે નહિ જણાય તેમની આંખોમાં આંસુ. આ તે ખરેખર નાટકના તમાશા જેવું છે.”
“પણ, અમે ફૂટીએ નહિ તે લકે કહેશે કે, મરનાર માટે અમને બીલકુલ લાગણી ન હતી.” ગંગાબા બોલ્યાં.
“એમ ...ત્યારે તે તમે કોને બતાવવા ખાતરજ રડો છે, નહિ વાર?” રમણે પૂછ્યું. “ત્યારે શું? લાગણું બતાવવા કંઈ સાધન તે જોઈએ ને?” “વાહ વાહ ! ખૂબ કરી. લાગણી બતાવવી હોય તે રડારોળ કરી મૂકવી અને છાતી ટી
મચાવવી, એમ તમે માને છે? તમારી આ ભૂલ થાય છે. હદયની ખરી લાગણી બતાવવી હોય તો મરનારનાં શુભ કર્મોને યાદ કરો અને તેનાં સગાંવહાલાંને ધર્મની વાતો કરી દિલાસે આપો.”
ચંચળબા આ બધું સાંભળી બોલ્યાં કે “બેટા રમણ! તારી આ બધી વાતે તે સાચી છે, મને પણ આમજ લાગે છે, પણ શું કરીએ? લોકાચારને આધીન થવું પડે છે!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com