________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો પાશ્ચાત્ય પ્રજાઓને અને તેમાંયે ખાસ કરીને અંગ્રેજોને જ્યાં આંગળી મળે, ત્યાં પિચો કરડી ખાવાની બદદાનત થયાવિના રહેતી જ નથી. જ્યાં જ્યાં તેમની નજર પડી છે, ત્યાં ત્યાંની પ્રજની પાયમાલી નિર્માયેલીજ છે, એ વાત ઇતિહાસસિદ્ધ છે. વેપારને નામે પગપેસારો કરી કાવાદાવા, દગોફટકા અને પ્રપંચની જાળમાં પરદેશી પ્રજાને સપડાવી પિતાના વાવટા તેણે ફરકત કર્યા છે. આત્મરક્ષણને નામે લકરો જમાવી પરમુલકો પચાવી પાડવામાં તેને ઉપયોગ કર્યો છે. પોતાના સ્વાર્થ સાધવા ગમે તેવાં કાળાં કર્યો કરતાં તેમણે સંકેચ નથી રાખે. નીતિને તે તેમણે નેવે મૂકી છે. ન્યાયનાં તો તે કેવળ નાટક ભજવે છે. ચીનમાં પણ અંગ્રેજોએ એવી રીતે જ પોતાનો પગપેસારો કર્યો હતો.
આજથી ચાર વર્ષ પહેલાં સોળમી સદીમાં અંગ્રેજી વેપારી વહાણો ચીનના બંદરે લાંગય. ચીનાઓની દયા અને કૃપા ઉપર રહીને તેમણે પોતાના વેપાર ખેડવા માંડયા. બે સદીઓ એમ વીતી ગઈ. વેપારને નામે ઘેટા અને વરૂના ન્યાયે પરદેશે હજમ કરવામાં નામચીન બનેલી બ્રિટિશ ઈન્ડિયા કંપનીએ અઢારમી સદીમાં કેન્ટન બંદરમાં * પિતાના પાયા રોયા, ત્યારથી તેણે પિતાના દાવ ખેલવા માંડયા. વેપારની વધુ સગવડ માગવા શહેનશાહ પાસે એલચીઓ મોકલવા માંડવ્યા. ત્રણે ત્રણ પ્રયત્નો પછી પણ દાદ ન મળતાં ૧૮૩૯માં ઈંગ્લેંડે દાદાગીરી ચલાવી અને ચીનનાં કેટલાંક બંદરો કબજે કરી કેન્ટનપર ઘેરો ઘાલ્યો. ત્રણ વર્ષના સતુત યુદ્ધ પછી ચીનાઓ હારી ગયા અને ૧૮૪૨ માં ચીનાઓને નાનકીંગની નામોશીભરી શરતો સ્વીકારી, વિજેતાઓને ૨ કરોડ ૧૦ લાખ પૌડનો ચાંલ્લો કરવો પડે.
કેલકરની જ નાનકીંગની શરતોથી કેદન, એમેય, કુચા, નીંગ અને સેંઘાઈ, એમ પાંચ બંદરો પરદેશીઓ માટે ખુલ્લાં થયાં. ત્યાં તેઓ કશી પણ અટકાયતવિના પિતાને વેપાર ખેડી શકે, સંપૂર્ણ સ્વતંત્રતાથી વસવાટ કરી શકે અને પિતાના વ્યવહાર પર પોતેજ દેખરેખ રાખી શકે. જકાતના દર પણ તેઓજ નકકી કરે અને તેમાં ચીનની સરકાર કશે વધારે ન કરી શકે. તે ઉપરાંત અંગ્રેજેસિવાયના જે જે પરદેશીઓને ચીનની સરકાર છે, જે છટછાટો આપે, તે બધી અંગ્રેજોને પણ મળે. આમ આખી બાજી ઉલટાઈ ગઈ. હવે અંગ્રેજોએ દરેક બાબતમાં આપખુદી ચલાવવા માંડી. બે વર્ષ પછી એટલે કે ૧૮૪૪ માં અમેરિકન પ્રતિનિધિ કાબેલ કશીંગે ચીનપર નવી જાળ પાથરી અને અસાધારણ મુલકી હક્કના કાલકરારની જંજીરો ચીનના ગળામાં પહેરાવી દીધી. એ કલકરાર પ્રમાણે તે કોઈ પરદેશી ચીનમાં ગમે તે ગુન્હો કરે, તે તેની તપાસ ચીની અદાલતમાં નહિં પણ પરદેશી અદાલતમાંજ ચાલે; એટલું જ નહિ પણ કોઈ ચીને એ હદમાં ગુનો કરે, તે તેની તપાસ માટેના પંચના પ્રમુખ પણ પરદેશીજ બને. દિવસે જતા ગયા, તેમ તેમ પરદેશીઓએ કેલકરારોની કલમેનો મનમાન્ય અર્થે કરી પોતાના ખીલા મજબૂત ઠોકવા માંડ્યા. પછી તે ચીનની હદમાં પણ ગુન્હો કરીને કેાઈ ચીને પરદેશી હદમાં પલાયન કરી જાય, તે પરદેશી સત્તાની મંજુરી વિના ચીની અમલદાર તે ગુન્હેગારને પકડી પણ ન શકે. પરદેશી હદની મ્યુનીસીપલ ઉપજનો નેવું ટકા હિસે ચીનાઓ ભરે અને છતાં તેમનો મ્યુનિસિપલ વહીવટમાં કશેયે અવાજ ન મળે. ટૂંકામાં પરદેશીઓજ ચીનના ખરા માલીક બની બેઠા. ૧૯૦૦ ના બેક્ષર બળવા પછી કાયદા અને વ્યવસ્થા” જાળવવાના બહાના નીચે પરદેશીઓએ પોતાનાં લશ્કરો અને નૌકાઓ ચીનમાં ખડકવા માંડયાં-ચીનની ભૂમિ પર પોતાની જ પેસ્ટ ઍડીસે અને વાયરલેસ ગોઠવવા માંડવ્યા અને છેલ્લા યુરોપીય યુદ્ધના ઇગ્લેંડના સંચાલક જર્જ ફૈઈડે તે સિંગાપુરમાં નૌકાથાણુ નાખી ચીનના ગળાપર કાયમને ફાંસે નાખવાનો દાવ અજમાવ્યા: પરંતુ આખો લાડવો ગળવા જતાં ખાધેલું પણ એક કાઢવાને સમય આવ્યો.
૧૯૧૧ ના વિજયી વિપ્લવ પછી અને પ્રજાસત્તાકની સ્થાપના પછી ચીનને પિતાની પરાધીન દશાનું પૂરેપૂરું ભાન થઈ ગયું. તેને પિતાની ઉપર જડવામાં આવેલાં પોલાદી ચોકઠાં સામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com