________________
-ية مية مية مية مية مرة يومية مية تريه مه یه مرد به فرد به
vvvvv5
*****
મહાન દેશભક્ત જન હેનચિ પેસ્ટાલાજી
૫૯ અરસામાં તેને ત્યાં એક પુત્રરત્નનો જન્મ થયો. તેના વિચાર હવે શિક્ષણ તરફ વળ્યા; અને તેણે પોતાના ચાલું કર્તવ્યની સાથે ઉત્તમ શિક્ષણ આપવાની પણ એક યોજના તૈયાર કરી અને પિતાને ઘેરજ એક શાળા ખાલી. એ શાળામાં ૨૦ વિદ્યાર્થીઓ દાખલ થયા. પિતાના ખેતરમાં તેમનાદ્વારા કામ ' લેવાની સાથે સાથે તેમને યોગ્ય શિક્ષણ પણ આપવા માંડયું. તેમની સાથે કોઈ પણ એવી વાત તે નહોતો કરતો કે જે વાતમાંથી તેમને કંઈપણ શીખવાનું ન મળે. તરતજ તેણે પોતાના પ્રયત્નથી. વિદ્યાર્થીઓની સંખ્યા પચાસ સુધી
ની સંખ્યા પચાસથી વધારી, પરંતુ આ વખતે પણ તે નિષ્ફળ થયો: અને તેની સ્ત્રીનું ઘણું. ખરું ધન તેમાં જ ખર્ચાઈ ગયું. પિસ્ટોલોજી પિતાના વિદ્યાર્થીઓને ઉત્તમ ભોજન, વસ્ત્ર તથા: અમૂલ્ય શિક્ષણ પણ આપતો હતો. છતાં પણ એ વિદ્યાર્થીઓનાં માતપિતા તે એમજ માનવા , લાગ્યાં કે, એને ત્યાં તો અમારાં છોકરાં ઉલટાં બગડી જ જાય છે. આવા વિચારથી તેમણે પોતાનાં . બાળકોને તેની સ્કૂલમાંથી ઉઠાડી લીધાં. ગરીબ પિસ્ટોલોજી સાચેજ (ધરનું ગોપીચંદન ખર્ચવા છતાં, એટલે કે પૈસે અને મહેનત પુષ્કળ ખર્ચવા છતાં–જેમના ભલા માટે તે અસામાન્ય ભાગ આપી
હતો. તેમના તરફથી આ પ્રમાણે અપયશ અને નિષ્ફળતાજ પામવાવાળા) અભાગીએ. મજુર હતા.*
આ પછીનાં અઢાર વર્ષો સુધી ખરું જોતાં પિસ્ટોલોજીના આવા માઠા દિવસો રહ્યા કર્યા હતા કે, તે એવા સંયોગોમાં જીવતોજ શી રીતે રહ્યો, એજ એક આશ્ચર્યની વાત છે. એ સમયદરમિયાન તેને પૈસાના બહુજ સાંસા પડવા. મહીનામાં ઘણીખરી રાત્રિએ તેને માત્ર પાણી પીનેજ ગાળવી
હતી. કેટલીક વાર તો તેને કપડાંની સુદ્ધાં એટલી બધી તંગી આવી પડતી કે તેને લીધે તે સભ્ય સમાજમાં બેસી પણ શકે નહિ. આટઆટલું વીતવા છતાં પણ લોકશિક્ષણના સિદ્ધાંતને જેટલો વિચાર તેણે તે દિવસમાં કર્યો હતો તેટલો કોઈ દિવસ કર્યો નહોતો.
હવે તે વધારે પ્રખ્યાત કેવી રીતે થતો ગયે તે પણ જાણવા જેવું છે. ખેતીનું કામ બંધ કર્યા પછી તેણે “લિયન અને ગરડ” નામની એક ચોપડી લખી અને તેનું ખૂબ વેચાણ થયું.
જ્યાં જ્યાં જર્મન ભાષાના પ્રચાર હતો, ત્યાં ત્યાં તેને ખૂબ પ્રચાર થયે. એ એક નવલકથાનું પુસ્તક હતું. તેની નાયિકા ગરડ' નામે એક ગામડીઅણ હતી, કે જેણે પિતાના દિવ્ય ગુણોથી. પતિને પણ સુધાર્યો, સંતાનોને પણ સુશિક્ષણ આપ્યું તથા પોતાના ગામડા ગામને પણ સ્વર્ગ જેવું બનાવ્યું હતું ! પેઢલોજીનો આ પ્રથમજ ગ્રંથ તેના જીવનનું અણમોલ રત્ન હતો, પણ પાછળથી તેમાં બીજે વધારો કરવાથી તેની મહત્તા અનેક રીતે ઓછી થઈ ગઈ. આ પુસ્તકથી. સ્વીટઝરલેંડની સરકાર એટલી ખુશ થઈ ગઈ કે તેના લેખકને તેણે એક સુવર્ણચંદ્રક આપ્યો, પણ આ સમયે પણ પેસ્ટલજીના એવા વસમા દિવસો વીતતા કે રોટીને ખાતર તેને આ સુવર્ણચંદ્રકપણ વેચવો પડ્યો. આ વખતે તેણે ફરીથી એક વર્તમાનપત્ર કાઢવું શરૂ કર્યું, પણ તેય ન ચાલ્યું. પુસ્તકે લખવા માંડ્યાં, પણ એ ખાતે પણ નિરાશા મળી. તેની આવી સ્થિતિ પચાસ વર્ષની ઉંમર સુધી રહી. ત્યાર પછીજ તેને પુનઃ એક એવા અવસર પ્રાપ્ત થયા છે જયારે પોતાના શિક્ષણ સંબંધી વિચારોને વ્યવહારમાં ઉતારી શકો. પૈસાની પણ હવે તેને પૂર્ણ સહાયતા મળી.
સને ૧૯૯૮માં ક્રાંસની પ્રજાકીય સેનાએ સ્વીટઝરલેંડ ઉપર ચઢાઈ કરી વિજય મેળવ્યો. તે સમયે લુસની ઝીલની આજુબાજુ સ્વીટઝરલેંડનાં અનેક બાળકે અનાથ થઈ પડ્યાં હતાં. તેઓ. તદન અસહાય હતાં, તેમને ખાવાનું કે પહેરવા-ઓઢવાનું કંઈપણ ઠેકાણું ન હતું. તે વખતે રેચ સરકારને પણ રાષ્ટ્રીય શિક્ષણનું મહત્ત્વ સમજાઈ ચૂકયું હતું. તેથી તે સમયના ચ અમલદારો(જેએ તે સમયે સ્વીઝરલેડનું રાજ્ય ચલાવતા હતા)એ ટેજના અનાથાશ્રમમાં આ બાળકનું પાલનપેષણ કરવાનો અને શિક્ષણનો પણ સઘળા કારભાર પેલોજીના હાથમાં સુપ્રત કર્યો. ખર્ચે તે સરકાર પોતેજ આપતી હતી. તે ઉત્સાહી શિક્ષક અહીં પાંચ છ મહીનાથી વધારે ન રહી શકો. તેને બીજા
1 x અહી ફેંસમાં માત્ર આટલુંજ લખીને અટકવું પડે છે અને આવા દિવ્ય માનવના આ કડવા અનુભવની સ્વાભાવિક્તા ઈત્યાદિવિષે જે કાંઈ લખવું જરૂરી લાગે છે, તે અનાવકાશને લીધે અને મંદ પ્રકૃતિને લીધે આ સેવક અત્યારે લખી શકતો નથી.
ભિક્ષુ અખંડાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com