________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો જી, તુલસીદાસ, રામાનંદ અને રામાનુજ એજ દાસત્વથી કૈવયને પામી ગયા; માટે દરેક જીવાત્માએ ગરુડ અને હનુમાનજીએ શ્રીવિષ્ણુ અને રામચંદ્રજીની કરી હતી, તેમ દાસ્યભકિત કરવી. •
૮ મે માર્ગ–સખ્યભક્તિ સખી અથવા સખા એ સંસ્કૃતમાં મિત્રના, દસ્તના, સ્નેહી અને સહીમિત્તિના અર્થમાં વપરાય છે. જેમ આપણા ઈમિત્રપ્રત્યે આપણે પ્રેમ દર્શાવીએ, તેવી રીતે પ્રભુ આપણા પ્યારા દોસ્ત હાય નહિ શું, એવા ઉમળકાથી સખ્યભાવે તે માલિકને સંબોધીને તેની પ્રાર્થના કરવાની પણ એક રીત છે. જ્યાં સુધી એક ભક્ત પહેલા પગથી ઉપર નવોસવો અને કાચો હોય છે, ત્યાં સુધી તે જ્યારે પ્રભુપ્રાર્થના કરે છે, ત્યારે પ્રભુને ત્રીજા પુરુષમાં સંબોધીને સચૅવાહં હું તેનો છું, એમ બેલે છે. જ્યારે તે ભકિતમાર્ગે લાગે છે, ત્યારે પ્રભુને બીજા પુરુષથી સંબંધીને તેવૈવાઢું છું તારી છું; એવો ઉચ્ચાર કરવાને અધિકારી થાય છે; અને જ્યારે કેટલાક જમાંતરે તે: મુમુક્ષુ, ઈશ્વરને પિછાનવાને લાયક જિજ્ઞાસુપદ ઉપરથી ઉંચે ચઢે છે, ત્યારે તે તું-તું પિોકારતો બંધ પડીને તમેવા=હું પણ તુંજ છું, આમ પિકારવાને અધિકારી બને છે. આ તેની ભક્તિ સખાભકિતના વર્ગમાં આવે છે. પાદશાહ જમશેદ “મામ યઝદી ” એટલે “ હું ખુદા છું” પોકારવાને અધિકારી થયો હતો. મનસુર પણ “ અન-અલ-હક: ” એટલે હું હકક્કતાલાજ છું, એ ઉચ્ચાર કરવાને લાયક થયો હતો. અશે જરાયુસ્ત્ર દાદાર અહુરમઝદ સાથે મિત્રભાવે પુરશેશો પાસુખ યાને સવાલજવાબો કરવાને અધિકારી થઈ યઝદનો ઈલ્કાબ મેળવવાનો અધિકારી થયા હતા. પરમહંસ દીક્ષા મેળવવા પામેલા સધળા હિંદુ સદ્દગુરુએ તરવરિ–મહું બ્રહ્મદિન અર્થાત-તું તેજ છે, હું જ બ્રહ્મ છું, એવા ઉદ્દગાર કાઢવાને લાયક અધિકારીએ થયા છે.
મી તૂ બનો, તૂ ભી બનેલી; તૂ આત્મા, મી કાયા બાલી.
યે ન અસા કાલ કદા હી; મી, માં, તૂ તૂ હાઉનિ રાહી.” મરાઠીમાં જે પ્રમાણે સખ્યભક્તિનું ગૌરવ ઉપર મુજબ કહ્યું છે, તે મુજબ ફારસીમાં પણ કહ્યું છે કે –
મન તુ શુદમ તુ મન શુદી, મન તન શુદમ તું જા શુદી;
તા કસ ને ગુઈયદ બાદ અઝાં, મન દીગરમ તુ દીગરી. હે પ્રિય સખિ ! તું બની, તું હું બની; હું કાયા થઈને તે આત્મા બન્ય; એવો પ્રસંગ, હે સખિ ! કદિયે ન આવજો, કે તું જૂદો અને હું જૂદી કહેવાઉં. એ પ્રકાર “કેન્ડ વરશીપ” ને કહેવાય છે.
૯ મો માર્ગ–આત્મનિવેદન-ભક્તિ આ ભકિત છેવટની છે. આત્મજ્ઞાન તે આ પ્રકારની ભક્તિ છે. પરમાત્માના સત્યસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ આત્મતત્ત્વવિષે ભાવમાં ને ભાવમાં લીન રહી, તેનાજ સ્મરણુવિષે ગરક થઈ જવું, એ આત્મનિવેદન–ભક્તિ કહેવાય. એકનાથ, તુકારામ, હરિદાસ, રોહીદાસ વગેરે અનેક આત્મ–ભકતો થઈ ગયા. શ્રીકૃષ્ણ, શ્રી મયૂરવજ, શ્રી સગર, શ્રી જનક ઇત્યાદિ રાજાએ આ ભકિતમાં પૂર્ણતાને પામી ગયા. ચાલ જમાનામાં શ્રી સાંઈનાથ, શ્રી ઉપાસની મહારાજ, શ્રી મેહેરબાબા, શ્રી હરનાથ પાગલ, શ્રી વાસુદેવ આનંદ, શ્રી નારાયણ મહારાજ (કેડગાંવકર ), શ્રી તાજીબદીન ઓલિયા, શ્રી બાબા જાન( પુણા), શ્રી સુંદરતાથ વગેરે ધણા થઈ ગયા; અને હાલ ઘણાક અસ્તિત્વમાં છે. આ વર્ષમાં, જ્યારે તાજુબુદીન ઓલિયાએ દેહ છે ત્યારે પિપરે પેપરે પ્રસિદ્ધ થયું છે કે, નાગપુરનાં બધાં દેવળોમાંની મૂર્તિઓની આંખમાંથી નવધાર આંસુએ નીકળતાં, જોવામાં આવ્યાં હતાં ! મહાન જર્મન યુદ્ધની યૂહરચના ગોઠવનાર સાંઇબાબા કહેવાય છે. તેમણે યુદ્ધની શરૂઆત અને સમાપ્તિ કરેલી કહેવાય છે. યુદ્ધની પૂર્ણાહુતિ જેવી થઇ કે તુરત તેમણે પિતાનો દેહ છોડ્યો હતો. યોગીઓના કદ્રીમથના રાજા શ્રી સુંદરનાથ પરમાત્મા–નિવેદનભકિતમાં કેવા ચકચૂર હતી, તેને તાજો બનેલો દાખલો આપી આપણે સમાપ્તિ કરીશું. હિમાલય ઉપર તિહારી નામક ઘર અરણ્યમાં યોગસાધનામાં તેઓ
મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com