________________
૫૧
પ્રભુને આંગણે અથવા પ્રભુ પાસે જવાના માર્ગ - ર૮-પ્રભુને આંગણે અથવા પ્રભુ પાસે જવાના માર્ગ
આ સંસાર દુ:ખો રૂપી ઉધઈના રાફડાઓથી ભરેલો છે. આ પૃથ્વી સંકટ, વિપત્તિઓ, ચિંતાએ, પીડાકારીઓ તથા મેતના ભયના ભયાનક વિસ્તારથી લંબાયેલી હોવાથી કંટાળેલા મનુષ્યો પ્રભને આંગણે વહેલા જવા ઇચ્છે છે, પરંતુ પ્રભુને પહોંચવાને કયા ૫થે જવું અને કયો માર્ગ કાર્યસાધક થઈ પડશે, પ્રભુની પ્રસન્નતા શી રીતે થઈ શકશે, તેની મનુષ્યને ગમ પડતી નથી. માનવીને માથે જે પ્રભુનું છત્ર ન હોય તો મુશ્કેલીઓ અને મુશીબતેથી ઘેરાયેલો મનુષ્ય આપધાતસિવાય બીજો આરો કે ચારો ધરાવી શકે નહિ. જ્યાં સુધી પ્રાણી પિતાના પરમેશ્વરને પૂરેપૂરો પિછાની શકતા નથી, ત્યાં સુધી તેને કશી સૂઝ પડતી નથી; એટલા માટે તે મહાન પિતાને ઓળખવાના ચઢ-ઉતર ત્રણ ધેરી માર્ગે સગુઓએ બતાવેલા છે. પહેલો કમા, બીજો ભક્તિમાર્ગ અને ત્રીજો જ્ઞાનમાર્ગ. એ ત્રણેમાં ભક્તિમાર્ગ સરળ છે, જેથી તેના - પિટામાર્ગો બતાવેલા છે. તે નવ માર્ગો પૈકી પહેલા ૩ માર્ગો આમવર્ગ માટે, બીજા ત્રણ માર્ગો ખાસ લોકો માટે અને ત્રીજા ત્રણ માર્ગો ઉચ્ચ કોટિના સંત પુરુષો માટે ઠરાવેલા છે. જ્ઞાનમાર્ગ પકડવાની શક્તિ કાંઈ સર્વ મનોમાં હોતી નથી. ભક્તિથી ભાવ અને ભાવથી જ્ઞાન આવે છે, જેથી ઉત્તમ માર્ગ ભક્તિનો છે. ભક્તિ કરતે કરતે જ્ઞાન પણ સંપાદન થાય છે. તે એવી રીતે કે, જે વસ્તુને અહોનિશ ભાવ. પ્રેમ, આસક્તિ રાખવાથી જેમ તે વસ્તુનું જ્ઞાન થઈ જાય છે, તેમ પ્રભુનું હરહમેશ બાન અને ધકના રાખવાથી પ્રભુમય થઈ જવાય છે. ઝાડ ઉપરથી આલા લીલા કીટ(કીડ)ને ભ્રમરી માટીના એક ઘરમાં પૂરે છે અને વારંવાર તે કીટને આવી આવીને ડંશ મારે છે, ત્યારે તે જમરીની ચાલ ને ચાલું ધગશમાં રહેલો કીડો છેવટે ભ્રમરીજ બની જાય છે: તે ન્યાયે કરીને મનુષ્ય પણ પ્રભુની ચાલુ ને ચાલુ ધનામાં પ્રભુમય થઈ જાય છે. એ ભાવ-ભક્તિના શાસ્ત્રકારોએ જૂદા જૂદા નવ પટામાર્ગો ઠરાવ્યા છે.
૧ લો માર્ગ–શ્રવણભક્તિ શ્રવણેન્દ્રિય મારફતે જ્યાં પણ અને જ્યારે પણ ઈશ્વરચર્ચા થતી હોય ત્યાં અને ત્યારે ઉંચા કાન કરી કરીને ઈશ્વરની વાત સાંભળતા જ રહેવાનો ચડસ રાખો, એ પણ એક પ્રકારની ભક્તિ જ છે, જે પ્રેઅર ઈન એડીશન' કહેવાય છે. શ્રીરંગ નામને એક સાહુકાર, જે શ્રાવકને
ધર્મ પાળતો હતો, તેને તેના નોકરે શ્રવણભક્તિનો રંગ લગાડવાથી તે ઈશ્વરચર્ચા સાંભળવા લાગ્યો અને આમ કરતે કરતેજ તેને પરમાત્માવિષે જ્ઞાન થયું હતું. વેલિંગ્ટને કહ્યું હતું કે, પ્રભુને ભજવાની આ રીતિમાં ધર્મ અને નીતિનાં બધાં તો સમાઈ જાય છે. ઈ. સ. ૧૯રપ માં મુંબઈમાં મરણ પામેલા શ્રી ધારૂ ઉર્ફે રામબવા રત્નાગિરિથી મુંબઈ આવી મુકાદમ ધંધે કરતા હતા. તેમની અતિસુંદર સ્ત્રી અને ધનનું હરણ થયાથી તેમને એવી ચોટ લાગી ગઈ, કે સંસારનો
કરીને જ્યાં પણ હરિકથા ચાલતી હોય, જ્યાં પણ હરિકીર્તન થતાં હોય, ત્યાં જરૂર હાજરી આપી કથાકીર્તન સાંભળવા બેસવું. આમ કરતે કરતે તેઓને પરમાત્માનું જ્ઞાન આ ભવમાંજ થઈ જવા પામ્યું હતું. “સંસાર તરવાને કાજ નામ-નાવ છે મોટું ઝાજ.” પ્રભુનું માત્ર નામ સાંભળતાં સાંભળતાં તે કાનમાં પ્રભુજ ધમધમી રહે છે અને કાનવાટે એ નામની છાપ મન ઉપર સજજડ ચટી જાય છે. પછી સ્વપ્નાં પણ તેનાં ને તેનાંજ આવવા માંડે છે. આ પ્રકારને પ્રભુ-પરિચય પરીક્ષિત રાજાને પણ થયો હતો. સો કામ પડતાં મૂકીને પરીક્ષિત રાજા હરિકીર્તન સાંભળવાને
જ્યાં હોય ત્યાં દોડી જતો. રામનામનો મહિમાજ મોટો સમજવો. જ્ઞાન થવા લાયક જેમની મનઃશક્તિ કે મગજશક્તિ જોરાવર ન હોય, તેમણે તે જ્યાં અહુરમઝદવિષે વાયજી થતી હોય, પ્રભુની પ્રભુતાવિષે જ્યાં ઉપદેશ અપાતા હોય, ખુદાની યાદમાં જ્યાં બાંગ પાકોરવામાં આવતી હોય, ત્યાં ધાઇ ધાને દોડી જવું.
रामनामाश्रयं कृत्वा जलोपरि शिलाऽतरत् । शैलोऽपि तत्पभावाच्चतरुपत्र तुलांगतः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com