________________
:૩૮૦
શુભસંગ્રહ-ભાગ ત્રીજો માતાના ઉદરમાં વાયુ છે. છોકરી જીવે પણ છોકરા ને જીવે તેમને માટે પણ આ દવા ઉપયોગી છે.આસંધ, પીપર, જીરૂ, ઇંદ્રજવ, અજમાદ, રતાંધળી, મરી, એથમી જી૨, કડાછાલ, સિંધવ, સાંઢના લીંડાની રાખ, સુંઠ, દારુહળદર, ભેંસો ગુગળ, અજમે, હરડાં, બેડાં, આમળાં અને ગળીનાં પાન, એ દરેક સવા સવા તેલ લઈ તે બધાનું વસ્ત્રગાળ ચૂર્ણ કરીને ગર્ભાવસ્થા પહેલાં એક મહીના સુધી મધ સાથે રોજ સવારમાં આપવું. ખાટું, તીખું, તેલ, હીંગ, ગેળ અને શેરડી તથા અતિ ગરમ અને અતિ ઠંડી એવી ચીજો ખાવી નહિ. પથ્ય પાળીને દવાનું સેવન કરનારનાં બાળકે ઈશ્વરકૃપાથી જીવતાં રહે છે.
સ્ત્રીઓના પ્રદરની દવા:–ઉંદરની લીંડીઓ તેલ વાટીને મધની સાથે સાત દિવસ સુધી ચટાડવી. તેલ, મરચું, ખટાઈ ન ખાવી.
વિંછીની દવા:–(૧) પીપળાની પાપડી (ગળ ફળ-સૂકાં કે લીલાં) ચલમમાં ભરીને બે દમ મારવાથી વિંછી ઉતરી જાય છે. (૨) બોડી અઘાડીનાં પાને હાથમાં ચોળીને રસ કાઢી જ્યાંસુધી ચઢ હોય ત્યાં સુધી ઉપર લીટા કાઢવા, એટલે તે ઉતરવા માંડશે. છેવટે ખ ઉપર રસ ચેળવો. (૩) ગરમાળાની શીંગનું બી ઘસીને ડંખ ઉપર ચઢી દેવું, એટલે ઝેર ચૂસી લીધા પછી જ તે ઉખડી પડશે.
દિવસે એ સૂઝતું હોય અને રાતે બીલકુલ સૂઝે નહિ તેને માટે દવા:–હળદર, દાંત હળદર, ચમેલીનાં પાન, લીમડાનાં પાંચ અંગ (પાન, ફૂલ, છાલ, ફળ અને મૂળ) સમાન વજને લેવાં. ગાયના છાણના રસમાં તેને બારીક સૂરમાની પેડે ખરલ કરી તેની પાણીમાં ગોળી કરવી. રાત્રે સૂતી વખતે તે ગોળી ઘસીને આંખમાં આંજવી.
ગળીનો ગલ ખાધામાં આવે તો-એક એક તેલ ઘોડીને પિશાબ મટતાં સુધી પીધા કરે.
બળદને ખાંધ પડી હોય તે આકડાના અંગારાને તેલથી ઓલવી નાખી તેનો મલમ કરી ખાંધ ઉપર રાત્રે ચોપડે; તેમજ ગાય અથવા ભેંસના આંચળના જખમ ઉપર ચોપડવાથી આરામ થાય છે.
હેર બંધાઈ ગયું હોય અથવા તેને આફરો ચઢયો હોય:–ોરના સળેખમ ઉપર કોથળાને બાળીને તેનો ધુમાડો આપવાથી નાકમાંથી પાણી નીકળી મટી જાય છે. આફરે ચઢયો હોય તો બે મૂઠી રાફડાની માટી લઈ તેને ઢોરનાં ગલોફાંમાં અંદર ઘસવાથી તેને આફરો ઉતરી જાય છે.
શીળસ (ચામડી ઉપર જાડું દગડું બંધાય છે તે ઉપર–ગુલાબનું તેલ ( તેલમાં એકતાળીસ દિવસ ગુલાબના ફૂલ નાખી હલાવતા રહેવાથી થાય છે.) અને સીરકે ચેપડવાથી મટી જાય છે.
* સફેદ કેટ માટે:–માલકાંકણું શેર એક ગોમૂત્રમાં ચાળીસ દિવસ ભીંજવવી. ત્યાર બાદ તેને બહાર કાઢી સૂકવીને તેની ફાકી લો તોલો ચાળીસ દિવસ લેવાથી આરામ થાય છે.
માથાની તાલ ઉપર–જૂના લાકડા ઉપરના બિલાડીના ટોપને બાળી તેલમાં મલમ કરીને ચોપડવાથી તાલ જાય છે.
છોકરો થવાની દવા –મેરપીંછના સાત ચાંદલાને ઝીણા કાતરીને કચરી જૂને ગોળ સાથે મેળવી સાત ગળી વાળવી. ગર્ભ રહ્યા પછી એકવીસ દિવસ બાદ સાત દિવસ સુધી સવારમાં ખાવાથી કરજ થશે.
ગરમી પ્રમેહ-પ્રદર ઉપર નાના પાનની દૂધી અર્થે તેલો અને પાંચ-સાત કાળાં મરી, ચણાનાં ફોતરાંના કસવાળા નવટાંક પાણીમાં વાટીને ખાંડ નાખી સાત દિવસ શરદાઈ પીવડાવવી, અને ઠંડે પ્રમેહ હોય તો ઉના પાણીમાં મધ નાખીને પીવાથી આરામ થાય છે. | વા ઉપર, મંદાગ્નિ ઉપર, કબજીયાત તથા તાવ ઉપર–કાળા ધતુરાનાં બી એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com