________________
૩૬૮
શુભસંગ્રહ-ભાગ.ત્રીજો
વસ્તુઓ બારીક ખરલ કરી આંખમાં આંજવાથી આંખનાં સર્વ દરદી ઉપર રામબાણ દવા છે. (૨) રીંગણનું મૂળ ચોખાના ધાવણમાં ઘસીને ચાર માસ સુધી આંજવાથી શીતળાનું કુલ પણ જાય છે. (૩) ચણોઠીની દાળ પાણી સાથે ઘસીને તેને નાસ લેવાથી કમળો જાય છે.
હાથ–પગ બંધાઈ જાય તે માટેની દવા --કોઈના હાથ-પગ બંધાઈ જાય છેલીમડાનાં પાન બાફીને આઠ દિવસ બાંધવાથી આરામ થાય છે. •
માથાના દુખાવા ઉપર-એરંડાનાં મૂળ, કાયફળ, કુકડવેલ, મરી, આ બધી ચીજોને વાટી ખદખદાવીને માથે લેપ કરવાથી શરદીથી દુખતું માથું ઉતરે છે.
આદાશીશીની દવા:-૧) ગરમાળાનાં પાનનો રસ કાઢી તેનાં ટીપાં નાકમાં નાખવાથી આદાશીશી ઉતરે છે. (૨) અરણીનાં મૂળ અને તાંદળજાનું મૂળ ઘસીને પીવાથી આધાશીશીમાં આરામ થાય છે.
' દાદર, ખરજવું, ખસ વગેરેને મલમ --સફેદ, સાકર, હડતાલ, પાર, ગંધક, સાજીખાર, રાળ, હીમજ, મનશીલ, અફીણ, એળીએ, હળદર, આંબાહળદર, ટંકણખાર, બદાર, પીતપાપડે, એ બધી ચીજો સરખા વજને લેવી. ગંધક અને પારે ભેગાં વાટવાથી પાર મરી જશે. તેની કજલીમાં ઉપરનાં બધાં ઔષધે ઝીણાં વાટીને તેમાં મેળવી લીંબુના રસની એક ભાવના આપવી. તેની
ગટીઓ બનાવવી. તેને લીબુના રસમાં ઘસી ચોપડવાથી દાદર, ખરજવું, ખસ, એવા લેાહીબિગાડના દરોમાં ફાયદો થાય છે. - મુંબઈની બિમારી માટે:- (અન ખાય ને નીકળી જાય તેને માટે) –કાગદી લીંબુ સૂકાયેલાં લઇ તેની બબ્બે ફાડ કરી અંદરનાં બી કાઢી નાખવાં, તે ફાડાને બાળી નાખી તેના અંગા: રાને બુઝવીને તેની ભૂકી મધ સાથે ચટાડવી. એમ સાત દિવસ આપવાથી ઉલટી બંધ થાય છે, એમ કરતાં ન મટે તે અંદર ત્રણ રતી લબાનનાં ફૂલ નાખીને તે ચટાડવું.
આંગળીને નખ પાકે તે ઉપર-હાથ દાંતને વહેર પલાળીને આંગળી પર બાંધવો.
ભગંદર માટે ખાવાની દવા-પીલુડી, અરણી અને ચિત્રક, એ ત્રણે ચીજોનું સરખા વજને ચૂર્ણ કરવું. તે ચૂર્ણ ગાયની જાડી છાશમાં પીવાથી આરામ થાય છે.
કમજોરી તથા અન્ન ન પચે; જવર, પિત્ત, શરદી તથા વાયુ વગેરે માટે:-સોનીનું સોનું-ચાંદી ગાળવાનું વાસણ (જેમાં વીસ પચીસવાર સોનું-ચાંદી ગળાઈ હોય) લેવું. તેના ઉપલા ભાગની માટી ફેંકી દેવી અને અંદરના કાટનું બારીક ચૂર્ણ કરીને તે એકથી ત્રણ રતી સુધી મધમાં અથવા માખણમાં આપવું.
પ્લેગની ગાંઠ ઉપર દવા:–બંગડી કે કડા જેવો સેનાના દાગીને તપાવીને ગાંઠ વચમાં આવે અને ચારે બાજુ દાગીને આવે એવી રીતે ડામ દેવાથી ગાંઠ મટી જાય છે.
બાળકને મૂત્ર છવા માટે:-ઉંદરની લીડીઓ વાટી ગરમ કરી પેટ તથા પેટા ઉપર લેપ કરી જરા શેક કરવો.
બાળકની પથરી ઉપર-ડાંગરનાં છોડાં અને સાહસ્રા રાત્રે ભીંજવી સવારે ગાળી ૫ તોલો હળદર અને અર્ધો તોલો ગોળ નાખી એકવીસ દિવસ પાવાથી બાળકની પથરી ગળે છે. • બાળકોને સેજા, તાવ, ઝાડા એકસાથે હોય તે ઉપર:–સહસ્ત્રા, ભોરિંગણ, ચિત્રક, સુંઠ, પીપર, નાગરમોથ, જીરૂ, હળદર, પાઢર જડ, એ સર્વ સમભાગે વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાંથી ચાર ચણોઠીભાર તુલસીના રસમાં આપવું.
બાળકના તાવ માટે સાધારણ દવા:–શણનાં પાન અને ચણાનાં ફોતરાં, એ બને સમાન વજને લઈ રાત્રે ભિંજવી રાખવાં. સવારે વાટી ઘુંટી ગાળીને ત્રણ દિવસ પાવાથી બાળકનો ગરમીનો તાવ જાય.
ધાવણા બાળકના વિષમ વાર માટે-(૧) ગલકાનું સરસીઆ તેલમાં શાક કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaraganbhandar.com