________________
કેટલાક વૈદ્યકીય પ્રયોગો
૩૫
માયું, કુલવેલી ફટકડી, ધાવડીનાં ફૂલ, એ બધી ચીજો સમભાગે લઈ ભેગી બારીક પીસી છ આંગળ પહોળા અને દોઢ વેંત લાંબા મલમલના કકડા ઉપર તે દવા પાથરવી. પછી દવા અંદર રહે તેવી રીતે તેની વાટ કરવી. તે વાટને એક છેડે મજબૂત દોરો બાંધો અને તે દોરાને કેડે બાંધી રાખવો. ઋતુ આવી હોય તે દિવસની સાંજે તે વાટ કરીને રાત્રિએ સૂતી વખતે નિમાં રાખીને સૂવું. સવારે સ્નાને વખતે તેને કાઢી નાખવી. વચમાં પીશાબ વખતે કાઢી લઈ તેજ જગાએ પાછી રાખવી. ત્યારબાદ ત્રણ દિવસ પૂરા થાય ત્યારે ચોથે દિવસે નીચેની દવા સાંજે સ્ત્રીને આપવી.
સ્ત્રીને ગર્ભ રહેવાની દવા.-શિવલિંગી તોલો બા, ભગલિંગી તોલો , પીપળાની વડવાઇ માસા ૪, પારસ પીપળાનાં બી માસા ૪, શંખાવળી (શંખપુષ્પી અથવા ધોળલી) પાવલીભાર, સેનાગેરૂ ૩ રતી, સાચાં મોતી બે આનીભાર (મોતીને કુલડીમાં ૭ તેલા દૂધમાં રાંધવાં ત્યાર પછી વાટવાં). ઉપરની સધળી ચીજે જૂદી જૂદી વાટી ખૂબ ઝીણી કરી તેને એકઠી કરી તેની એકવીસ ગોળી કરવી. તેમાંથી એકેક ગોળી દૂધની સાથે સવારે આપવી, તે સાત દિવસ સુધી ચાલુ રાખવી. ખોરાકમાં દૂધ (ગાયનું), ઘી, ચેખા, સાકર લેવું. આ સિવાય કંઈ પણ ખાવું નહિ. તે તે દિવસોમાં પુરુષ સ્ત્રી પાસે જવું. જે ફરીથી ઋતુ આવે તો ઉપર પ્રમાણે ફરી સાત દિવસ સુધી તે દવા આપવી. ત્રણ વખતમાંજ ઘણેભાગે કાર્યસિદ્ધિ થાય છે. સેંકડે પંચાણુ ટકાને ફાયદો થયેલ છે.
પુરુષપરીક્ષા:–પુરુષના પીશાબથી જવ ઉગે અને પાછા કરમાઈ જાય અથવા બળી જાય અથવા નજ ઉગે તે તેને સવારમાં ઉઠતી વખતનો પીશાબ લઈ લે. તેમાં તે લાભાર તેજાબ નાખવો. તેજાબ નાખવાથી પીશાબ ચેખા પાણી જે થઈ જાય તે જાણવું કે તેનું વીર્ય શુદ્ધ છે. જે પિશાબમાં ફોદાફાદા જણાય અથવા દોરા જેવા રેસા જણાય તો તેને ધાતુસ્ત્રાવ થાય છે, માટે તેને ધાતુપુષ્ટિની દવા નીચે મુજબની આપવી; અને તેમાં દહીં જેવી ગાંઠે થાય તો તેનું વીર્ય કાચું છે, એમ જાણવું. તેના અંડકોશની એક ગોળી અથવા બને નબળી હોય તો તે અસાધ્ય રોગ છે.
ધાતુપુષ્ટિના ઉપાયો –(૧) શિરોડીને ચુનો તોલા ૫ અને આકડાનું દૂધ ૪૦ તેલા, તેને ગજપુટ આગ દેવી. તેની ભસ્મ એકથી બે રતી નાગરવેલના પાનમાં અથવા મધમાં રોજ સવારે
વી. તેલ, મરચું, ખટાઈ વગેરે ન ખાવું, સ્ત્રીસંગ ન કરવો, અગ્નિ પાસે બેસવું નહિ, ગરમાગરમ પીણાં પીવાં નહિ તેમજ ગરમ કે કોઈ અતિ ઠંડી ચીજ ખાવી નહિ. દવા પંદર દિવસ ખાવી અને ઘી-દૂધ પચી જાય તેટલું ખાવું. (૨) પાણી જેવું વર્ષ થઈ ગયું હોય તેને માટે અફીણ દશઆની ભાર, વછનાગ શાધેલો દશઆની ભાર, ધોળી કરેણનું મૂળીઉં બાળી તેની રાખ દશઆની ભાર, ચણીઉં દશઆની ભાર; ઉપરની ચીજો વાટી ભેળવીને તેને રાસ્નાની સાત ભાવના આપવી. પછી અક્કલકરો દશઆની ભાર, ભાંગનાં બી દશઆની ભાર, ભાંગરે ધોળે દશઆની ભાર, ગોળ દશઆની ભાર, કરંજ બી દશઆની ભાર, શોધેલાં ઝેરચેલાં દશઆની ભાર, ધતુરાનાં બી દશ આની ભાર અને સમુદ્રશેષ દશઆની ભાર, તે બધી દવાઓને વાટી ઉપરની દવામાં ભેળવી દેવી. પછી આદુના રસની સાત ભાવના આપવી. પછી નાગકેસર દશ આની ભાર, તજ દશઆની ભાર, તમાલપત્ર દશઆની ભાર, અજમેદ દશઆની ભાર અને જાયફળ દશઆની ભાર, એ બધી ચીજો વાટીને ઉપરની દવામાં ભેળવવી. પછી ખસખસનાં ડોડવાના પાણીની સાત ભાવના આપવી. પછી મધ સાથે મેળવી તે બધાની ચણી બોર જેવડી ગોળીઓ કરી તેને સેનાના વરખવાળી થાળીમાં ફેરવી તેના ઉપર વરખ ચઢાવી છાંયડે સૂકવી દેવી. પછી તે એક ગોળી ગાયના દૂધ સાથે સવારમાં આપવી. આ દવા એકવીસ દિવસ ચાલુ રાખવી. દૂધ ગરમ કરી પીવા જેવું ઠંડુ કર્યા પછીજ વાપરવું. પરહેજી ઉપર પ્રમાણે પાળવી.
ઊર્વવાયુ યાને ઉલટીમાં ઝાડો આવે તે ઉપર–પાર (પારી નહિ પણ પારોજ) તેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com