________________
૩૬૨
શુભસંગ્રહ-ભાગ ત્રીજો જિનશાસનનો નેતા બને છે, સૈનિક સેનાપતિ બને છે. નેલિયનની ધૂમકેતુસમ કારકીર્દિનું સ્મરણ થાય છે. કલ્પના તેની શક્તિને ખ્યાલ કરતાં કરતાં કાંપે છે.
તે સમયમાં મહત્તાનું મૂલ રાજસત્તા હતી. જેને કીતિ જોઇતી હોય, તેણે રાજદરબારે શોભવું જોઈએ; જેને માન જોઈતું હોય તેણે રાજા પાસે તે મેળવવું જોઈએ; જેને આધિપત્ય જોઈતું હોય તેણે રાજાને હાથમાં રમાડવો જોઈએ. જેને પોતાના ધર્મને વિજય જોઇતો હોય તેણે રાજા પાસે તે સ્વીકારવો જોઈએ. આ કારણથી વિદ્વાનો રાજાના દરબારમાં બુદ્ધિની મલકુસ્તી-વિવાદ કરતા; રાજાને પોતાના હાથમાં લેવા મથતા; રાજાને પોતાના ધર્મના અનુયાયી કરવા સતત પ્રયાસો કર્યા કરતા. પહેલા બ્રાહ્મણ ને બૌદ્ધોએ, પછી બ્રાહ્મણ ને જેનોએ સદીઓ સુધી આ. સિદ્ધાંતે સ્વીકારી સ્પર્ધા કરી છે.
જિનશાસનની સ્થિતિ તે વખતે કફોડી હતી. ગુજરાતસિવાય હિંદમાં બીજે તેનું પ્રાબલ્ય નહોતું અને અહીં પણ તેમનું બળ નિરંકુશ સત્તા અપાવે એવું જબરું નહોતું. સિદ્ધરાજ જયસિંહ ઉસ્તાદ હતું, બધાને શિરપાવ આપતેઃ પણ તે માનતો શિવ સંપ્રદાય ને નમતો સોલંકીઓના ઇષ્ટદેવ સોમેશ્વર ભગવાનને. તેના રાજયકાલમાં જિનશાસને તેને પિતાને કરવા પ્રયત્ન કર્યા ખરા, પણ તે એકનો બે થયો નહિ. તે છતાં તે બધા સંપ્રદાય તરફ ઔદાર્ય રાખતો અને નેમિનાથ ભગવાનને ભજતાં તેને વાંધો નહોતે.
આચાર્યપદ પામી હેમચંદ્રસૂરએ જિનશાસનનો વિજય સાધવો શરૂ કર્યો. સંવત ૧૧૮૧માં* જયસિંહદેવ સમક્ષ વેતાંબરી દેવસૂરિ કુમુદચંદ્ર જોડે વિવાદ કરે છે અને ઉછરતો જુવાન હેમચંદ્રસૂરિ દેવસૂરિની પડખે ઉભો રહી તેને વિજય અપાવે છે. હેમચંદ્રનું વર્ણન મેહક છે. વિવિદ્ ચરિત્રનતરરાવ: અને તે પ્રખર ને વયેવૃદ્ધ વિદ્વાનોના કંઠયુદ્ધમાં નામ કાઢે છે. ધંધુકાને બાળક પાટણના ચક્રવત પરમ ભટ્ટાર્કની ધ્યાનમાં આવવા માંડે છે.
આ સમયે શ્રાવક ઉદા મહેતા ખંભાત બેઠા બેઠા જિનશાસનના સૂત્રધારનો ભાગ ભજવતા હતા. તેનું ધન, તેની શક્તિ, તેની સત્તા બાલસૂરિને હિંમત આપી રહ્યાં હતાં.
હેમચંદ્રસૂરિ સિદ્ધરાજ જયસિંહને મુગ્ધ કરવા પિતાની શક્તિનો ઉપયોગ કરી રહ્યા. એને માત્ર કીતિ નહોતી મેળવવી, વિવાદો નહોતા જીતવા; પણ પાટણને જિનશાસનનું પાટનગર, કરવું હતું અને એના પ્રભાવ સામું કાણું ટકી શકે ? કયી કલા ને કથી વિદ્યા એને નહોતી આવડતી ?
શાકટાયનાદિ વ્યાકરણોને આધારે તેણે “સિદ્ધ હેમચંદ્ર ” લખ્યું; આગળ વૃદ્ધ સિદ્ધરાજ રીઝે એવી પ્રશસ્તિ લખી: આખરે ગુજરાત કાશ્મીરમાં શોભે એવું કાંઇ લખ્યું. પાટણ એ પુસ્તક પર મુગ્ધ થયું. રાજાએ તેની ત્રણ પ્રત કરાવી આખા આર્યાવર્તામાં મોકલી. કાયસ્થ કકલ વિયાકરણે તેને પાટણમાં શીખવવા માંડયું.
મહાન હેમચંદ્ર વિજયેપ્રયાણ શરૂ કર્યું હતું. પ્રશંસા મેળવ્યા પછી વિજય મેળવવા વચ્ચે થોડોજ અંતર હોય છે. એ અંતર કેમ કાપવો, એ તેને આવડતું હતું. પછી તેણે “યાશ્રય લખે; અને વ્યાકરણુકારા સિદ્ધરાજની કીર્તાિ અમર કરી.
કુમારપાલ-રાજ્યનો વારસ, સિદ્ધરાજના ભયંકર ક્રોધથી ત્રાસતો નાસતો ફરતો હતો. હેમચંદ્ર અને ઉદા મહેતાએ તેને મદદ કરી પિતાનો કર્યો અને જ્યારે સંવત ૧૧૯૯ માં સિદ્ધરાજનો સ્વર્ગવાસ થયો, ત્યારે જિનશાસનનો સૂર્ય આકાશે ચઢયો. વૃદ્ધાવસ્થામાં પ્રવેશવાની તૈયારી કરતો કુમારપાલ આખરે ગાદીએ આવ્યો. એ સૌભાગ્યના કારણભૂત હેમચંદ્રસૂરિ હોય કે ન હોય, પણ ઉદા મહેતા તો હતા જ. કુમારપાલના મુખ્ય મદદગાર ઉદા, તેના પ્રિય મિત્રો તે ઉદાના. પુત્રા વાગભટ્ટ અને આમ્રભટ્ટ: પછી હેમચંદ્ર જેવા પ્રખર મુત્સદ્દીને બીજા કેવા શુભ સંયોગ જોઈએ? તેણે કુમારપાલને જૈન કરવાના પ્રય
કુમારપાલ સોમનાથ ગયો ત્યારે પણ સૂરિ સાથે ગયા અને આજના કેટલાક ચુસ્ત જૈનોજે જનો હિંદુએથી જૂદા છે એમ કહે છે અને મનાવે છે–તેમને ન રૂચે એવું કાર્ય કર્યું.
( પ્રભાવક ચરિત્ર ૨૧. ૧૫ મેતું. આ પ્રસંગ ૧૧૯૨ માં મૂકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com