________________
૩૬૧
ગુજરાતને એક તિર્ધર ૧૭૧–ગુજરાતનો એક જ્યોતિર્ધર
દેશભક્તિનું મુખ્ય અંગ દેશના સદગત મહાત્માઓનું દર્શન છે. આ મહાત્માઓએ દેશને ભજવા યોગ્ય બનાવ્યો; એમની જ્યોતિથી આપણો સંસ્કારાગ્નિ પ્રગટાવ્યો અને એમનાં દર્શનથી જ આપણે દેશની ભૂત મહત્તા જોઈ શકીએ છીએ અને ભાવિ વિકાસ સાધી શકીએ છીએ; પણ એ દર્શન તે કૃત્રિમ નહિ, કાલ્પનિક નહિ, ધાર્મિક કે રાજકીય ઝનુનથી રંગેલું નહિ–પણ આબેહુબ અને નિષ્પક્ષપાત દર્શન; અને એ દર્શન તે દેવરૂપનું નહિ, દાનવરૂપનું નહિ પણ મનુષ્યરૂપનું-તેના હતા તેવા રૂપનું-સગુણ ને દુર્ગુણ, શક્તિ ને અશક્તિના સંભારરૂપ માનવરૂપનું.
પ્રણાલિકા એવી છે કે, સદગતો અને ખાસ કરીને સદગત મહાત્માઓને દેવ જેવા પ્રતાપી અને ઈશ્વર જેવા અપૂર્વ માનવા. આ મૂર્ખાઇભરી પ્રણાલિકાથી સદ્ગત મહાત્માઓનું ખરૂં દર્શન થતું નથી–ન સમજાય એવું, ન ઉપયોગમાં આવે એવું, ન પ્રેરે એવું, ફટકી ગયેલા ચિત્ર
જેવું દર્શન થાય છે; અને પરિણામે મનુષ્યતરીકે તે કેવો હતો, કેમ છળે, કેટલું કરી ગયો, કેની સાથે આથશે તે ખરેખરૂં સમજાતું નથી; અને ભૂતકાળ કે ભૂત મહત્તાનું ખરું રહસ્ય પરખાયા વિના રહી જાય છે. આ પ્રણાલિકા જૂનાં પુરાણ અને પ્રબંધને વારસો છે. અજ્ઞાન, શ્રદ્ધા. ધાર્મિક આડંબરના જમાનામાં રચાયેલું આ સાહિત્ય દંતકથાને ઇતિહાસ લેખે છે, ઈતિહાસને ધાર્મિક સિદ્ધાંતો પ્રચારવાનું સાધન બનાવે છે, અને સદગત મહાત્માઓની દૈવી શક્તિ ને પરાક્રમના અધિકારી બનાવવાના ઉત્સાહમાં તેની ખરી મહત્તાનું દર્શન કરવા દેતા નથી. પણ આપણે ખરેખર માનવી જેવો છે; કાલ્પનિક દેવ જેવો નથી.
શ્રીકૃષ્ણને દેવાંશી તરીકે ગમે તેવા ગણુએ, પણ એક સ્વાભાવિક માડીજાયા તરીકે તેને ગણીએ તો તેનાં પરાક્રમ કેવાં મહાન લાગે છે ! આત્મબળને શૌર્ય ને મુત્સદ્દીપણાથી એક ગોવાળને છોકરા વાસુદેવ બને છે, સામ્રાજ્ય સાચવે છે ને ઉથલાવે છે, ગીતા ઉચ્ચારે છે, આર્યાવર્તન અહં બને છે. દેવ જન્મી દેવત્વ દર્શાવવા કરતાં ખરી મહત્તા મનુષ્ય જન્મી દૈવી પરાક્રમ કરવામાં છે. તેવીજ રીતે બધા મહાત્માઓનાં દર્શન કરવામાં જ તેમની મહત્તાની ખરી પીછાણ પડે છે.
તેજ પ્રમાણે ચાચીગના પુત્ર ચાંગાનું માહાસ્ય પારખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને દેવાંશી માનીએ તો તેની કિંમત ઘટે છે અને ગુજરાતની મહત્તા પણ ઘટે છે; પણ તેનું માનવીતરીકે દર્શન કરીએ તોજ ગર્વપ્રદ ચિત્ર ખડું થાય છે.
અંધાધુંધીનો અંધકારમસ્ત મધ્યયુગ પ્રવર્તતે હતો. તે સમયનું ધંધુકા; તેનો એક અવિદ્વાન વાણીએ; તેને એક પુત્ર–અજ્ઞાન જનતાના સાગરનું એક બિંદુ તે–ચાંગો. કુમળી વયે દેવચંદ્રસૂરિ તેને દીક્ષા આપે છે, ચાંગો સોમચંદ્ર બને છે.
તેની તેજસ્વી કારકીર્દિમાં તે અનેક નામ ધારે છે, અનેક બીરૂદ પામે છે; જૈન સાહિત્યમાં તે ભલે “કલિ-કાલસર્વજ્ઞ હોય, સંસ્કૃત સાહિત્યમાં તે ભલે હેમચંદ્ર હોય; પણ એ મહત્તાના તેજમાં ધંધુકાને શેરીમાં રમતે પાહિણીને પુત્ર ચાંગો ગુજરાતના પ્રતાપના સ્કૂલિંગરૂપ મારી નજર આગળ તરે છે.
સેમચંદ્ર હવે વણિક નથી; પણ જૈન સાધુ છે. તે સમયનો જૈન સાધુને સંધ એટલે જ્ઞાન અને વિવાદકલાના ઇજારદારોનો સમુદાય, વિશાળદષ્ટિ બ્રાહ્મણના ઈજારાની સ્પર્ધા કરવાની ઈચ્છા રાખનાર બંડખોર સૈન્ય. આ સૈન્યમાં રહી સોમચંદ્ર માત્ર જૈન સાધુ નથી રહેતા, પણ સારસ્વત મંત્રની સિદ્ધિ મેળવે છે. ધંધુકાના અનેક ચાંગાએ એકવીસ વર્ષે દુકાને બેસવાની શક્તિ મેળવતા હતા, પણ આ ચાંગે જાતિર્ધર થવા જ હતા. એકવીસ વર્ષે વિદ્વાન સાધુઓ તેના જ્ઞાન અને શક્તિની કિંમત આંકે છે. સંવત ૧૧૬૬ માં તે આચાર્યપદ લે છે. ધંધુકાને આ નાનકડો ચાંગે આત્મબળથી વિઠ૫રંપરાનું પરમ લક્ષ્ય એવું પદ લે છે. હેમચંદ્રસૂરિ એવું બીરૂદ ધારી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com