________________
૩૦૧,
ઘરઘરાઉ હુન્નરે ૧૩ર—ઘરઘરાઉ હુન્નરે
અશક્ત બાઈઓના ધાવણ–વૃદ્ધિની દવા કેટલાંક કારણોથી સ્ત્રીઓના અંગપરના દૂધમાં ઘટાડો થાય છે. આથી છોકરું: પીએ તો તેને પેટ ભરી દૂધ મળી શકતું નથી. તેમાં ત્રણ પ્રકારના દોષ હોય છે -
(૧) સમૂળગું દૂધ ન આવવું, (૨) દૂધ થોડું આવવું, (૩) કમતી કે જાતી આવીને જલદી બંધ થાય છે. વઘક શાસ્ત્રના નિયમ પ્રમાણે છોકરાંને દાંત આવતાંસુધી પણ તેની માતાનું દૂધ પૂરતું મળવું જોઈએ. તે ખામી દૂર કરનારી દવા ખાસ અને લખી છે; તેનો લાભ શહેરની અને ગામડામાં વસતી સ્ત્રીઓ જરૂર લેશે.
શેરડીના મૂળનું ચૂર્ણ (ભૂકી) તોલા ૨૦, મેથીના ઝાડને સુકાવીને બનાવેલું ચૂર્ણ તોલા ૨૦, આસન તોલા ૨૦, કપાશીઆનાં મૂળનું ચૂર્ણ તલા ૨૦, દિવેલીઆનાં પાતરાંનું ચૂર્ણ તલા ૨૦, ઘીમાં તળેલી કણક તેલા ૨૦.
ઉપરની ચીજો બરાબર વજનથી લેવી. તે દરેક ચીજ સાફ કરીને તેનું ચૂર્ણ (ભૂકી) ઘણું બારીક બનાવવું. તેનું એક મિશ્રણ બરાબર બનાવવું. પછી તેના એક તિલાનાં પડીકાંઓ બાંધી રાખવાં. એવાં પડકાંઓ શહેરમાં અથવા ગામડાંઓમાં બનાવી વેચી શકાય છે.
પડીકાં વાપરવાની રીત -દશ તોલા ગરમ દૂધમાં એક તોલો સાકર મેળવીને તેમાં એક પડીક ચૂર્ણનું મેળવીને ઓછું દૂધ આવનાર બાઈને ચટાડવું. એ મુજબ દિવસમાં બે વખત બે પડીકાંઓ પીવરાવવાં. એ મુજબ પીવાથી તે બાઈના લેહીમાં સુધારો થઈને વૃદ્ધિ થાય છે, તેમજ તેથી દૂધ પણ પુષ્કળ આવે છે.
ઠ ડ ( કપડાં ધોવાને) સંડા બનાવો સોડાએશ-ધવાને સેડા પાણીમાં નાખીને મિશ્રણ કરવાથી તે પાણી જરા ગરમ થાય છે, તેથી તેને ગરમ સોડાએશ કહેવામાં આવે છે. તેવા સેડાના પાણીથી કપડાં ધોવામાં આવે તો તે કપડાં ખરબચડાં-રફ થઈને જલદીથી ફાટી જાય છે. એવો કેટલાકને પૂરતો અનુભવ છે. તેવા લોક કપડાં ધોવામાં ઠંડે સેડા વાપરે છે. તે બનાવવાની રીતઃ-લોખંડની કઢાઈમાં ૧૦ શેર સોડા સીલીકેટ અને ૫ શેર ઠંડુ પાણી, એમનું મિશ્રણ કરીને ઉકાળવું. ગરમ કરતી વખતે તાવેથા વડે હલાવીને બધું મિશ્રણ એક જીવ મિશ્ર કરવું–એટલે તળીએ સીલીકેટ સોડા ચોટશે નહિ.
ઉપરનું મિશ્રણ પાતળું થયા પછી તેમાં સોડાએશ ૪૦ શેર ભૂકો થોડો થોડો મેળવીને તે બધું મિશ્રણ હલાવીને બરાબર મિશ્રણ એકસરખું બનાવવું. તે મિશ્રણના તળીએ ધીમી ગરમી આપવી. જેથી તેના મેટા અથવા ઝીણું ગાંગડાઓ અને ભૂકી બનશે. ગાંગડા મોટા થયા હોય તો વાટીને અથવા લોખંડની ખાંડણીમાં કુટીને તેની ભૂકી બનાવવી. તે ભૂકીને ડે સેડાએશ કહે છે. તે ભકી ટીનના ડબ્બામાં એક રતલ જેટલી ભરવી, અથવા કાગળનાં પડીકાંઓમાં અર્ધાએક શેર જેટલી ભરવી. સોડાએશ કરતાં આ ઠંડો સોડાએશ માં વેચાય છે. આ ધંધે રૂપિયા ૧૫ થી ૨૦ માં સારી પેઠે કરી શકાય છે. તે છેવાનાં પડીકાંઓનું વેચાણ કરવું.
આંખના ખીલ મટાડનારી મેશ બનાવવી નાનાં છોકરાંની આંખમાં અસ્વછતાથી ખીલ થાય છે; અને તેનું ઘર્ષણ આંખની અંદરની બાજીઓ ઉપર થવાથી ફૂલ, છારી તથા ત્રણ પેદા થાય છે. તે સર્વે દર્દનું મૂળ કારણ જે ખીલ તે મટાડનારી દવા સ્ત્રીઓને બનાવતાં આવડવી જોઈએ. તેથી તે એક સ્ત્રીઓનોજ ઉદ્યમ ગણી શકાય છે. તેવી સરસ જાતની મેશ (કાજળ) વપરાય છે, તે બનાવવાની રીત:
મુલાવેલી ફટકડીની ભૂકી તેલા ૨, ફુલાવેલું મોરથુથુ (સફેટ ઑફ કોપર) તેલા ૨, કપૂરની ભૂકી તેલ , સુરોખાર સ્વચ્છ ભૂકી તેલા ૨, દીવેલના દીવા ઉપર પાડેલી મેશ તોલા ૮ અને ચોખું ઉત્તમ ગાયનું ઘી તોલા ૨૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com