________________
૩૦૦
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
૧૩૧–શીર્ષાસન નીચે માથું અને ઉપર પગ રાખીને ઉભા રહેવું તેને શીર્ષાસન કહે છે. શરૂઆતમાં આ આસન દિવાલ સાથે કરવાથી સહેલાઈથી થઈ શકે છે. દિવાલને અઢેલીને કરવાથી પાછળ પડી જવાની
બીક રહેતી નથી. જે એક-બે મિત્રોની મદદ લઈને કરવામાં આવે તો વળી ઘણું જ સારું. મદદ * લઈને ફક્ત સાત દિવસ કરવાથી પછી પિતાની જાતે જ મદદસિવાય કરી શકાય છે.
કહેવત છે કે “ઉતાવળે આંબા પાકે નહિ” તેમ એકદમ શીર્ષાસન કરવાનું શરૂ કરો અને પહેલેજ કે દિવસે અડધો કલાક કરો તે તેથી ફાયદો નહિ જ થાય, પણ બહુ જ નુકસાન થશે. તમે નબળા હે કે બળવાન હો, તોપણ ધીરે ધીરે અને થોડો થોડો વખત આજથી શરૂ કરો. પછી જુઓ કે, તમારું શરીર અને ગર્દન કેવી મજબૂત બની ગઈ છે.
પહેલા બે દિવસ મિનિટ કે અડધી મિનિટ સુધી, પછીના બે દિવસ બે મિનિટ સુધી, પછીના આઠ દિવસ ત્રણજ મિનિટ સુધી, પછીના આઠ દિવસ પાંચ મિનિટ સુધી, પછીના દશ દિવસ સાત મિનિટ સુધી અને તે પછીથી દરરોજ દશ મિનિટ કરવું. ધીરે ધીરે છ માસ - સુધીમાં અડધા કલાક સુધી લઈ જવું. શાંતિથી અને થોડી મહેનતથી બહુજ લાભ થાય છે.
શીર્ષાસન સવારમાં કરવાથી બહુજ લાભ થાય છે. આસન શરૂ કર્યા પહેલાં અને પછી દરરોજ ચાર-પાંચ પ્રાણાયામ કરવાથી બહુજ ફાયદો થાય છે. શ્વાસ શાંતિથી લે અને ઉસ પણ શાંતિથી કરો. શીર્ષાસન કરતી વખતે શરીરને કોઈ પણ જાતનું સખત બંધન હોવું જોઇએ નહિ. બધી નસ અને નાડીઓમાં છૂટથી લોહી ફરી શકે માટે ફક્ત લંગોટજ પહેરો અને તે પણ બહુ સખત પહેરો નહિ. સવારમાં ભૂખ્યા કાઠે જ આસન કરવું.
- આ આસને યથાવિધિ અને નિયમિત કરવાથી બહુજ લાભ થાય છે. જેમ શીશીમાં પાણી રેડીને ઉંધીચતી કરવાથી ધોવાઈને સાફ થાય છે, તેમ માણસનું શરીર ઊંધુંચતું થવાથી બહુજ લાભ થાય છે. આ આસન શરૂ કરતા પહેલાં તમારા પગને રંગ જુઓ, પછીથીજ શીર્ષાસન કરવાનું શરૂ કરો. આસન કયો બાદ વળી પાછા તમારા પગનો રંગ જુએ. શીર્ષાસન કર્યા પહેલાં તમારા પગના રંગ સફેદ
જણાશે. તમે જાતે જ વિચારે છે, તે શાથી સફેદ થય? શીર્ષાસન કરવાથી લોહી નીચે ઉતરી જાય | છે. લોહીનો અભાવજ પગનો રંગ કહી આપે છે; પરંતુ જયારે શીર્ષાસન છેડી દેવામાં આવે છે,
ત્યારે પગમાં નવા લોહીનો સંચાર થવાથી વધુ લાલાશ આપે છે. શુદ્ધ લોહીને સંચાર એજ આરોગ્ય. શીર્ષાસન કરવાથી શુદ્ધ લોહીનો સંચાર થાય છે. શરીરમાં સંપૂર્ણ રીતે લોહી ફરી વળવાથી આરોગ્ય વધવાનો સંભવ છે.
માથાનું દરદ, છાતીની કમજોરી, ઍની અરુચિ, કંઠદોષ, ગળું પડવું તેમજ સ્વપ્નદોષ અને વીર્યદેષ વગેરે દર્દી નાશ પામે છે. મગજમાં પણ શુદ્ધ લોહી પહોંચવાથી બુદ્ધિ અને - મરણશકિત વધે છે.
' લોહી માથા ઉપર ચઢાવવાથી રાત્રિદિવસ હૃદયને બહુજ કષ્ટ પડે છે, જ્યારે શીર્ષાસન કરવાથી હૃદયને આરામ મળે છે. શરીરનું સઘળું લોહી હૃદયમાં પોતાની જાતે જ આવીને એકઠું થાય છે અને શુદ્ધ થાય છે. હૃદયને આરામ મળવાથી તેની શક્તિ વધે છે અને શક્તિ વધવાથી આયુષ્ય વધે છે. એક દિવસમાં ફક્ત વધુમાં વધુ અડધા કલાકજ નિયમિત કરવું જોઈએ.
આ આસન નિયમિત અને યોગ્ય રીતિથી કરવામાં આવે તો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થતાંની સાથેજ આહારની ઈચ્છા થાય છે. શરીર ભૂખથી સાત્વિક ખોરાક મેળવે છે - અને પુષ્ટિ મેળવે છે.ભૂખ અનુસાર ભેજને નહિ મળવાથી શરીર બગડે છે. શીર્ષાસનના અભ્યાસીઓએ ગાય કે ભેંસનું માખણ, ઘી, દૂધ વગેરે સાત્વિક પદાર્થો લેવાથી સ્વાથ્ય સુધરે છે.
પાંચ વર્ષથી તે સાઠ વર્ષ સુધીની ઉંમરવાળા મનુષ્યને આ આસનથી સારું પરિણામ નીપજ્યું છે. આ વાત હજારો લોકોથી અનુભવસિદ્ધ છે. સાધારણ દૃષ્ટિથી જે અનુભવ છે અને જે કહ્યા છે, તે સારા વિચારવાળા ડૉકટરે અને શારીર-શાસ્ત્રના છે. આશા છે કે, આ આસન દરેક વ્યાયામ-શાળાના બંધુઓ સિદ્ધ કરશે અને તેનો લાભ ઉઠાવશે.
(“વ્યાયામ”ના એક અંકમાં લેખક–રા. અંબાલાલ પટેલ, કડી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com