________________
તંદુરસ્તી વિષે મિતી સૂચનાઓ
૨૭ તંબાકુને કહે અનુભવ | મી. એલ. ઈ. બેન્કસ જે ફિઝિકલ કચરના વિષયમાં સ્પેશિયાલીસ્ટ ગણાય છે, તેણે તંબાકુથી થતા નુકસાનના અનેક દાખલાઓ જે તેની નજર આગળથી પસાર થયા છે તે–રજુ કર્યો છે, જે આપણા દેશી જુવાનીઆઓ માટે ધડ લેવા જેવા હોવાથી હું તેમાંના બે ત્રણ આજે જાહેરમાં મૂકવાની લાલચ દૂર કરી શકતો નથી. હું તેનાજ શબ્દોમાં જણાવવાનું વાજબી ધારું છું:
“એક યુવાન કલાક ફિઝિકલ કચરના શિક્ષણ માટે મારી પાસે આવ્યો. તેની છાતીમાં એક વરસ કરતાં વધુ મુદતથી દુ:ખારો ચાલુ રહ્યો હતે. તે સાથે તે ખાંસીથી પણ વધુ અને વધુ પીડાતો હતો, જેથી તેના મનમાં ક્ષયના હુમલાને મોટો ભય પેસી ગયો હતો. તે બે વરસથી સીગારેટ પીતો હતો. તેના દુઃખનું કારણ સીગારેટ હેવાનો મને પાકે શક હતો. મેં તેને સીગારેટ છોડી દેવાની તાકીદ કરી. ફિઝિકલ કલ્ચરના શિક્ષણના પ પિતાની તબિયતમાં કાંઈક સુધારો થતો લાગ્યો; પણ છ અઠવાડીઆં પૂરાં થતાં તેણે પિતાને છાતીના દુ:ખારા અને ખાંસીના દરદથી સમૂળગે મુક્ત થયેલો જોયો. એ વખતે દરમિયાન તેણે કલાર્કની નોકરી છોડી બહારના કામકાજની નોકરી હાથ કરી હતી. તે ‘ફિઝિકલ કચરના શિક્ષણની મજબૂત તારીફ કરતે હ; પણ તે સમજી શક્યો નહિ કે, બહાર ફરવાની નોકરીથી કે શારીરિક કસરતના શિક્ષણથી તેનું દરદ નાબુદ થયું હતું. કેટલાક મહીના સુધી તેની સાથે મારે મેળાપ થઈ શકયો નહિ. એક દિવસે તે ઓચિંતે મને મળ્યો અને પોતાની આગલી નોકરી પર પાછા જવાથી તેનું દરદ પાછું ઉભરી આવશે કે નહિ તે માટે મને પૂછવા લાગ્યું. મેં તેને સલાહ આપી કે, જે સીગારેટ પીવાની છેડી દેશે તો ગમે તેવી નોકરીથી તેનું અસલ દરદ પાછું ઉભરી નીકળી શકશે નહિ. હું ખરો પડ્યો. થોડાક વધુ મહીનાએ મજબૂત સાબીત કર્યું કે, તેની છાતીને દુ:ખારે અને ખાંસી સીગારેટની મેહેકાણુ હતી.
બીજો દાખલો—હું એક કસરતાજને ઓળખું છું. જેને ધંધે સરકસમાં બાઇસિકલ ઉપર અદભુત કામું દેખાડવાને હતે. એ કસરત “સાઇકલ-હલ”ના નામથી જાણીતી છે, જેને હતુ સાઈકલને એકદમ ચક્રાવો આપવાનો છે. આ કસરત ઘણીજ જોખમભરેલી ગણાય છે અને તે માટે ઠંડાપણું અને મજજાતંતુને બળની ઘણી જરૂર છે. આ ધંધે તેણે પોતાની ચાળીસ વરસ‘ની વયે છેડી દીધે; કેમકે તેને લાગ્યું કે, આવી મેટી ઉંમરે આ કસરત કરતાં તેને ગભરાટ છતો હતો અને તે બીકણ બનતો જતો હતો. અને સીગારેટ છોડી દેવાની સલાહ તેને એ વેંકટરે આપી. આ સલાહ ઉપર અમલ કરતાં તેણે કદી નહિ ધારેલું એવું પરિણામ આવ્યું. તેણે પિતાની બગડેલી તંદુરસ્તી અને તનની શક્તિ એટલી બધી તો મેળવી કે તે પિતાની આગલી નોકરીમાં પાછા દાખલ થયો અને બાઇસિકલ ઉપર આગલી જ ફતેહ સાથે ઘણું વર્ષો સુધી પોતાને કાબું ચાલુ રાખ્યો.
ત્રીજે દાખલ ઘણોજ જાણવા જોગ છે. કોલોરાડ ખાતે રહેતી એક અમેરિકન સ્ત્રી ખાસ ભલામણથી મારી સલાહ લેવા માટે મારી મુલાકાતે આવી. મારી પાસે મેકલનારને હેતુ એ હતો કે, કસરતના શિક્ષણથી તેણીના હાર્ટમાં થોડોઘણો સુધારો થવા પામે. મેં તેણીને સવાલ કર્યો કે, તેણીને હાર્ટનું દરદ છે, એમ તેણુને કેમ માલમ પડયું? તેણીએ મને સમજાવ્યું કે, તે પિતાની ડાબી બાજુએ સૂઈ શકતી નથી; કેમકે સૂતાં આંખની બાજુએ કાનપટી આગળ મજબૂત ધબકારા થાય છે. મેં તેણીની હકીકતપરથી જાણ્યું કે, તેણીને સીગારેટ પીવાની બહુજ બુરી ટેવ પડી ગઈ હતી. અંતે હું તેણીની સખ્ત વેદના દૂર કરવાને ફતેહ પામે; પણ ફિઝિકલ કચરની કસરતથી નહિ. અલબત્ત, કસરતે તેણીની સામાન્ય પ્રકૃતિને લાભ કર્યો હતે ખરે, પણ તેણીનું જાલમ દરદ સીગારેટ પીવાનું છેડી દેવાની મેં તેણીને પાડેલી ફરજથી સમૂળગુ દૂર થયું હતું. આ દરદ સીગારેટ પીવાનું છોડયા પછી ફક્ત દશ દિવસની ટુંક મુદતમાં ઘણેક દરજજો દૂર થયું હતું. પાછળથી મને માલમ પડયું કે, સીગારેટ પીવાનો તેણીનો આગલો લખ પાછો ઉભરાઈ આવવાથી તે અગાઉનાજ દુઃખને કમનસીબ ભોગ થઈ પડી હતી.
બીજા ઘણુક દાખલાઓ રજુ કરીને મી- એબેન્કસ જણાવે છે કે, તંબાકુ કેાઈન પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com