________________
૨૬
શુભસંગ્રહ-ભાગ ત્રીજો આ ઈલાજથી રફતે રફતે અલોપ થતો જાય છે. ડૉ. બૂક આ ઈલાજ નીચે મુજબ અમલમાં મૂકવાની મજબૂત ભલામણ કરે છે.
મેલેરિયા ઉપર મીઠું કેમ વાપરવું? સ્વરછ સૈડિયમ કલોરાઇડ (મીઠ') એક મુઠ્ઠી ભરી લેવું અને તે ચૂલાપર તપતી કઢાઈ(ાઈગ-પેન)માં નાખવું. નીચેથી ગરમી આપવાનું ચાલુ રાખવાથી મીઠામાં પાણીને ભાગ ઉડી જશે. જ્યાં સુધી કઢાઈમાંનું નમક (મીઠું) ભૂરો રંગ પકડે, ત્યાં સુધી તેને ગરમી આપવાનું ચાલુ રાખવું.
ઉંમરે પહોંચેલા શસેએ ઉપરની રીત મુજબ ભુજેલા મીઠાને ડેઝ' એક મોટો ચમચો ભરીને લે, જે વજનમાં એક ઔસ જેટલો છે. આ મીઠું ગરમ પાણીથી ભરેલા એક ગ્લાસમાં નાખવું અને તેને ખૂબ એકરસ કરી તાવ હુમલો કરે તેની એક દિવસ અગાઉ સવારના પહોરમાં પી જવું. પછી તે ભૂખ્યા પેટે પીવાની સંભાળ રાખવી. મીઠું એક ઔસથી વધુ નહિ તેમજ એક ઔસથી ઓછું પણ નહિ હોવું જોઇએ. આ ઇલાજ ભૂખ્યા પેટે કરવામાં નહિ આવે, તો તેની જરા પણ અસર તાવ પર થઈ શકવાની નથી, તે ખૂબ યાદ રાખવું. આ નિમક લેતાં પહેલાં ખોરાક તે શું પરંતુ પાણી પણ પીવું નહિ. મીઠાને “
ડિઝ' લીધા પછી દદને પાણીના શેષ પડે યા ભૂખ લાગે તે તેને પાણી સિવાય બીજું કશું આપવું નહિ. દવા લીધા પછી અગર જે પાણીને શેષ લાગે તે સહેજ ગરમ કરેલું પાણી થોડુંક પી જવું. અગર જે દર્દીને ઘણી ભૂખ લાગે તે તેને કાંજી જે હલકો ખોરાક આપવો, પરંતુ તે પણ ૪૮ કલાક પસાર થવા પછીજ. મીઠાનું પાણી પીધા પછી ચોવીસ કલાક પછી માત્ર થોડું , પાણી પીવું અને ૪૮ કલાક પસાર થયા પછીજ હલકે ખોરાક લે. આ રીતે કરવામાં અગર જે સંભાળ રાખવામાં નહિ આવે તે દર્દીને આરામ થશે નહિ. વળી મીઠાનું પાણી લીધા પછી ૪૮ કલાક સુધી શરદી કે ઠંડા પવન શરીરને લાગે નહિ તેની ખૂબ સંભાળ રાખવી. આવા દર્દીઓએ હમેશાં ગરમ ડગલે અને મોજા પહેરવાની ટેવ પાડવી.
બૂક ખાત્રી આપે છે કે, મેલેરિયાથી વખતોવખત પટકાતા દર્દી ઓ ઉપર મુજબનો ઇલાજ અજમાવશે તો તેઓ ઘણી સહેલાઈથી મેલેરિયાથી હેરાન થતા બચી જશે.
બીડીથી આંખોને બગાડ મારા પ્રિય વાચક ! બીડી અને તમાકુથી થતાં નુકસાનનું ચિત્ર હું વખતોવખત તમારી જાણ માટે રજુ કરતે રહીશ. એ પહેલાં આજે બીડીથી આંખોને કેટલું નુકસાન થાય છે તે હું દાખલા-દલીલથી બતાવવા માગું છું. જેઓ એમ ધારતા હોય છે, તમાકુથી અમને કશું નુકસાન થતું નથી, તેઓ નીચલા અખતર અજમાવી જશે તો તેઓને તુરત માલમ પડશે કે, શરીરની મુખ્ય ઇદ્રિય આંખ ઉપર ચાલુ તમાકુ કેવી બુરી અસર કરી શકે છે.
મહેરબાની કરી બીડી પીનારને કહો કે “બારીની બહાર જુઓ, હવે તમારી આંખ બંધ કરો અને દિવાલની સામે જુઓ.”
ઉપર મુજબનો હુકમ માન્ય કરનાર બીડી પીનાર બારીનું એક ચિત્ર જુએ છે. પણ રંગ ફેરવાયેલો જુએ છે. દાખલાતરીકે બ્લ રંગ તરફ જતાં તે પિતાની આંખ બંધ કરે છે, ત્યારે તે લાલ રંગ અથવા લાલ કે લીલા રંગને શેડ જુએ છે.
હવે જુએ કે, આખો આગળથી આ રંગે ગુમ થઈ જતાં કેટલો વખત લાગે છે? બારીનું ચિત્ર જે તેની આંખમાં છે તે ગુમ થતાં કેટલો વખત લાગે છે? તે ચિત્ર ફક્ત ડીજ સેકંડમાં નાબુદ થવું જોઇએ; પણ જેઓને બીડી કે તમાકુની ટેવ પડી ગયેલી હોય છે તેઓની આંખ આગળથી તે ચિત્ર દૂર થતાં કઈ વાર પંદર મિનિટ જેટલો વખત લાગે છે. એનું કારણ એ છે કે, બીડી પીનારની આંખને એવી રીતે લકો મારી ગયેલો હોય છે કે તે ચિત્ર લાંબા વખત સુધી તેની આંખ આગળ રહે છે. સર્વથી ઓછા જથાની તંબાકુ પણ ઝેર સમાન છે.
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com