________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો કયનું બરાબર ભાન હોય. રમજાન મહીનાના રોજ ઉપરાંત પેગંબર સાહેબ વધારે ઉપવાસ કરતા તેમનું અનુકરણ તેમના શિષ્યો કરતા. તેમને પેગંબર સાહેબે જે ચેતવણી આપી હતી તેમાં ઘણું વજુદ હતું. પેગંબર સાહેબ તેમને કહેતા કે “હું તો ઉપવાસ કરું છું ત્યારે માલિક પૂરતો ખોરાક મારા આત્મા માટે મોકલે છે, તમને તે ખોરાક મળતું નથી.” શરીરના ઉપવાસ વધતા જાય, તેમ તેમ આહાર માટે લાલસા વધતી જતી હોય તે આત્મશુદ્ધિ અર્થે કરેલા ઉપવાસ શા અર્થના છે ? (ચં. ઈ. માંથી)
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૩૦–તંદુરસ્તી વિષે કિંમતી સૂચનાઓ
નાળિયેરની ખુબી નાળિયેરીન ઝાડ કદરત તરફની કેટલી ઉત્તમ બક્ષિસ છે તે મારા થોડાજ વાંચનારાઓ જાણતા હશે. આ ઝાડના કાંઈ નહિ તે એક સે ઉપયોગ થઈ શકે તેમ છે. બીજા ઉદ્યોગને હાલ તુરત બાજુએ મૂકી તેની એકજ ખુબીના સંબંધમાં હું આજે કાંઈક બેલવા માગું છું. નાળિયેર દરેક રીતે સંપૂર્ણ ફળ છે. તેમાં કુદરતે ખોરાક અને પાણી એ બંનેનો સમાવેશ કર્યો છે. ઓટમીલ, પપેતા, ચોખા અથવા બીજા કાર્બોહાઈડ્રેટ ખેરાકેથી થતા ઈલાજો સામે હાલની આગળ વધેલી તબીબી વિદ્યાથી જે વાંધાઓ ઉઠાવવામાં આવે છે, તે નાળિયેરના ફળને કદી પણ લાગુ પડી શકતા નથી. આ ફળની ખૂબી એ છે કે, માણસોની તંદુરસ્તી અને સુખમાટે જે તત્ત્વોની જરૂર છે તે સધળાં તો નાળિયેરના ફળને નસીબ થયાં છે. મીઠી પીશાબના દર્દીઓને માટે આ ફળનો ખોરાક ધાસ્તી વગરનો છે. નાળિયેરનું પાણી ઉપલા દર્દીઓ માટે બહુજ ફાયદાકારક સાબીત થયું છે, તેમજ તે પીનારને ઘણી ઠંડક આપે છે. વળી તે શેષને શાંત પાડે છે. તે વાતાવરણ કરતાં ૨૫ ડીગ્રી જેટલું વધુ ઠંડુ હોય છે.
નાળિયેરનું તેલ મીઠી પીશાબના ઈલાજ માટે અકસીર ગણાઇ ચૂક્યું છે. હાલમાં જ્યારે શહ અને સ્વચ્છ ઘી મળવાની મોટી મુશ્કેલી પડે છે, તેવા વખતે નાળિયેરીનું સ્વરછ અને ભેળસેળ વગરનું તેલ ઘણુંજ ઉપયોગી અને ફાયદાકારક થઈ પડે એમ છે. કેટલાક તબીબે આ તેલને કંડલીવર ઑઈલની પંક્તિ ઉપર મૂકવા જેટલું ઉપયોગી માને છે. આ તેલ માંકડ, માથાની રજૂ અને બીજાં જીવજંતુઓનો નાશ કરવા માટે પણ રામબાણ થઈ પડે છે. આગલા વખતમાં, ખાસ કરી બંગાળીએ એજ તેલ પિતાના આખા શરીરે મસળતા હતા. આજે પણ દેશાવરોમાં આ રીત ચાલુ જ છે. પણ જ્યાં જ્યાં અને જે જે કામમાં આ અસલી રિવાજબંધ પડવ્યો છે, ત્યાં ત્યાં અને તે કેમમાં દર્દી અને બિમારીએ કેટલો વધારો કર્યો છે, તે શોધી કાઢવામાં આવે તો તે રિવાજની ખુબીઓ ખુલ્લી થયા વગર રહે નહિ.
X બાળકોને ઉધરભાવ-નારંગી નારંગી, દૂધ અને અંજીરને પૂરવણીને ખોરાક બાળકોના ઉધરભાવ ઉપર કેટલી હદે અસર કરે છે. તેનો અનુભવ મેળવવાની અનેક કીસમની કોશીશ અમેરિકામાં કરવામાં આવે છે. ૪૭ બાળકોને એકજ કીસમનું રાબેતા મુજબનું જમણું આપવામાં આવ્યું હતું. ૧૩ છોકરાઓને પૂરવણીના રાતના ભેજનતરીકે અધ પેંટ જેટલું દૂધ દરરોજ દરેક બાળકને આપવામાં આવ્યું હતું. તેર છોકરાંઓને વધારાના ખેરાકતરીકે એક એક મોટી નારંગી આપવામાં આવી હતી. દશને ચાર ચાર અંજીર આપવામાં આવ્યાં હતાં, જ્યારે ૧૧ છોકરાંઓને વધારાનો કશો ખોરાક આપવામાં આવ્યો ન હતો.
આ રીતે બાળકને ચાલુ ખોરાક કેટલીક મુદત સુધી આપવા પછી માલૂમ પડયું હતું કે, પહેલા નંબરે નારંગી ખાનારાં બાળકો, બીજા નંબરે અંજીર, ત્રીજા નંબરે દૂધ અને ચોથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com