________________
છાત્રાના ધર્મ
૧૨૦ છાત્રાના ધર્મ
૬૯
આજનું વિદ્યાર્થી જીવન જેવું હાવું જોઇએ તેવું નથી, એ અનુભવ દરેકના છે,ચારિત્ર્યની, સારી ટેવાની અને આદર્શોને સેવવાની જે દઢતા જોઇએ છે તે પૂરતા પ્રમાણમાં નથી મળતી. આખા. જીવનમાં એક જાતનું અસાધારણ પાચાપણું આવી ગયું છે. મુશ્કેલીઓ સામે ઝૂઝવાની શક્તિના વિચાર કારે મૂકીએ, પણુ જમાનાની જાગૃતિને અંગે જે સગવડા, તકેા અને અનુકૂળ પ્રસ ંગેા પ્રાપ્ત થાય છે. તેના લાભ લેવાની શક્તિ કે ઉત્સાહ પણ વિદ્યાથીએ પૂરતા પ્રમાણમાં નથી બતાવતા. એમ તેા. આજના વિદ્યાથી એમાં સમાજસેવા કરવાની ધગશ ચાખે ચેાખ્ખી દેખાય છે, જૂનાં ખધના ફેંકી દેવાની ઉત્કંઠા પણ દેખાય છે, ઉચ્ચ આદર્શો પાછળ ખુવાર થવું પડે તે તેમ કરવાની અભિલાષા પણ નથી હાતી એમ નથી. પરિસ્થિતિ સમજવાની શક્તિ આજના વિદ્યાર્થી એમાં વિશેષ પ્રમાણમાં દેખાય છે; છતાં કાંઈક અગમ્ય શિથિલતાને લીધે અથવા પર પરાથી વધેલા તમેગુણને લીધે કહેા, કાઈ પણ જાતના સંસ્કારે। દૃઢ કરવા તરફ એમનું મન વળતું નથી. જુવાનીના ઉત્સાહમાં અનેક જાતની કાર્યકુશળતા કેળવવાની અદમ્ય ચળ હાથપગને હાવી જોઇએ. બાળક જે કઈ જુએ તે પોતે કરવા બેસે એ પ્રાકૃતિક નિયમ છે. એ વૃત્તિ ઉચ્છ્વ ખળ ન થાય એટલા માટે મુરબ્બીએ એને અંકુશમાં રાખે, લગામ ખેંચે, એજ સ્વાભાવિક પરિસ્થિતિ ગણાય, એના બદલામાં જુવાને શિથિલ-નિરુત્સાહી રહે, જડતા દાખવે અને મુરખ્ખીએ એમને ઉઠે,. ઉઠા, કઇ કામ કરા' એવી હાકલ દેતા રહે, એ સ્થિતિને શું કહી શકાય? વીર્યવાન યુવાનેા લગામના અધિકારી હાય, ચાબુકના નહિ.
છાત્રાલયના વાતાવરણમાંથી ખીક, લાલચ, હરિફાઈ, ઈનામા અને સજા જેમ અને તે” જલદી કાઢી નાખવાં જોઈએ. ત્યાં તેા ફક્ત જિજ્ઞાસા, સેવા અને સહકારનું જ વાતાવરણ હેાય. ધામિક કળા અને ઉચ્ચ રસિકતા માટે તહેવાર છેજ. દરેક જીવનસંસ્થાના વાતાવરણમાં પંચમહાયજ્ઞને સ્થાન હેવું જોઇએ. આ પાંચ યા માનવસસ્કૃતિના વિકાસના દ્યોતક છે. વિદ્યાર્થી પ્રથમ જલાશયદ્ધિ કરી એની પૂજા કરે. નદી, તળાવ, કૂવામાંથી કાદવ કાઢી આસપાસ બધું સાફ રાખે. આ પહેલા યજ્ઞ થયે!. બીજો મહાયજ્ઞ તે વૃક્ષ-વનસ્પતિની સેવા. ફળઝાડ, ફૂલઝાડ વગેરેનાં મૂળમાં જમીન પેાચી કરી, ખાતર નાખી, તેને પાણી પાવું. ત્રીજો યજ્ઞ જેમની સેવા પર આપણે હમેશ નિર છીએ એવાં ગ્રામ્ય પશુઓની સેવા. કૃતજ્ઞતાપૂર્વક ગાય, બળદ વગેરે પશુઓને ખવડાવીએ, તેમને ખરેરા કરી નવડાવીએ, ચાંચડ-મચ્છર સામે એમનું રક્ષણ કરીએ. વગેરે વસ્તુઓ પણ એક મહાયજ્ઞ છે. ચેાથેાયજ્ઞ તે હાથે કાંતી કપડાં વણી લેવાં તે. સુથારીને સમાવેશ પણ એમાંજ કરાય. તર્ક અને તક્ષ (ત્રાક અને ફરસી) એ આ યજ્ઞનાં સાધને છે. પાંચમે મહાયજ્ઞ તે સ્વાધ્યાય.. શુભ સંસ્કારા આપી, સસ્કૃતિને જાગૃત રાખનાર સમ્રથાનું વાચન અને મનન તે સ્વાધ્યાય. આ પંચમહાયજ્ઞ જ્યાં ચાલતા હાય, ત્યાં કેળવણી જરૂર તેજસ્વી થવાની. એવી કેળવણી દેશમાં દાખલ કરવાને છાત્રાલયા સાધનરૂપ થાઓ.
( છાત્રાલય સંમેલનના પ્રમુખસ્થાનેથી શ્રી. કાલેલકર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com