________________
ગરીબનું અર્થશાસ્ત્ર કે પોં પર ગૌર કરે. હરએક ફૂલ મેં ગંધ ન દેના ક્યા આપકી ભૂલ નહીં હૈ?
અબ પદાર્થ-રચના કા ભી નમૂના દેખિયે –અગર સોને મેં સુગંધ દે દિયે હોતે, તે ઈસમેં આપકા કૌનસા નુકસાન થા? હીરે કા પહાડ ઔર ખાને મેં ઉત્પન્ન કરના ક્યા ઉનકી ભૂલ નહીં હૈ? ક્યા સમુદ્ર કા જલ ખારા હોના ચાહિયે થા ? અગ્નિ એસે તેજોમય પદાર્થ કે મુખ કે ધૂમ્ર કી કાલિમા સે કલુષિત કરના કૌનસી બુદ્ધિમાની થી ? દીપક મેં કાજલ કહાં તક ન્યાયસંગત હ ?
અબ આપ હી ફેસલા કીજીયે, પંચરાજજી ! ક્યા વિધાતા–વૃદ્ધ બ્રહ્મા ને ભૂલેં નહીં કીં ? ક, એક દો નહીં સેંકડે હજાર કી ઔર યહ સમાલોચકે કી હી કૃપા હૈ કિ હમ લોગોં કી આંખ કા પદ હટા સત્ય બાત આપકે જ્ઞાત કર સકે હૈ. યદિ સંસાર મેં હમ સમાલોચક કા અસ્તિત્વ ન હોતા તે સારા સંસાર અજ્ઞાન કે ઘોર અંધકાર મેં હી પડા રહતા.
(“હિંદૂપચ” માં લખનાર–પં. રામનારાયણ શર્મા)
૧૧૫–ગરીબનું અર્થશાસ્ત્ર
એક ગામડામાં ગયો. એક ગરીબની ઝૂંપડીમાં સૂપડામાં કાંઈક અનાજ પડેલું હતું. મેં એ કદી જોયેલું નહિ. મેં પૂછયું કે “આ શું છે ?” બે–ચાર સ્ત્રીએ હસી પડી. હસે. એમાં શી નવાઈ? આટલુંયે હું જાણું નહિ.
એકે કહ્યું-“આ કેદારા; અમે તો આજ ખાઈએ.' મેં પૂછ્યું-“આને કેવી રીતે રાંધે?”
એને ખાંડીએ અને પછી તદ્દન સાફ થાય, ત્યારે આવા દાણા નીકળે. એમ કહી સાફ કરેલા કેદરા લાવી. પછી એને દળીને રોટલા કરીએ.”
દાણ બહુ ઝીણા જોઈ મેં કહ્યું “ આ તો બહુ ઝીણું છે ! આમાંથી ડાં બહુ નીકળી જતાં હશે ?”
“હા, મણે અધમણ દાણ આવે.” મેં પૂછયું-આનો ભાવ શે ?” દોઢ રૂપિયે મણ.'
આ તો ત્રણ રૂપિયે મણ પડયું. ત્યારે તમે એને બદલે બાજરી કેમ ન ખાઓ ? એ પણ એટલીજ કિંમતની થાય ને?”
એમ ન પાલવે; કારણ કે આ કોદરામાં તો અમે અડધાં છોડાં રહેવા દઈએ, એટલે થોડો દાણું અને બહુ છોડાંથી છોકરાંનાં પેટ જલદી ભરાઈ જાય. બાજરીમાંથી તો છોડાં નીકળેજ નહિ;
અને છોકરાં કોદરાના જેટલો જ બાજરીનો રોટલો માગે. એટલે વધારે ધાન પેટમાં જાય. વળી -બાજરીનો રોટલો વધારે મીઠા લાગે તેથીયે વધારે ખવાય, એટલે બાજરી મેંઘી પડે.”
આ વાત બે-ચાર સાથીઓને જણાવી. એમણે ટેકો આપતાં કહ્યું કે, કેટલીક જગ્યાએ ઘઉં જુવારને ભાવે મળી શકે છે, છતાં લોકો જુવારે ખાય છે. કારણ ઘઉં સાથે ઘી જોઈએ, નહિ તો ગરમ પડે. ઘીનો ખર્ચ પાલવે નહિ, એટલે લોક જુવારજ પસંદ કરે છે. એજ કારણસર બાજરી કરતાં જુવાર માંઘી હોય તેયે જુવારમાંથી બે–ચાર જાતની ગરીબની વાનીઓ થઈ શકતી હોવાથી અને ઘી વિના ખાઈ શકાતી હોવાથી ઘણે ઠેકાણે બાજરી કરતાં જુવારજ પસંદ કરવામાં આવે છે, ગરીબનું અર્થશાસ્ત્ર આવું છે !
(“નવજીવન માં લખનાર કિશોરલાલ ઘ. મશરૂવાળા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com