________________
૨૪૬
શુભસંપ્રહ–ભાગ ત્રીજો
વૃત્તિઓ, નિવૃત્તિઓ, ટીકાઓ, ટિપ્પણીઓ, આલેાચને, રહસ્યા અને વિવરણા સંસ્કૃતમાં લખ્યાં છે કે એ બધું જે કોઈ વાંચવા માગે, તે તે પાછળ કોઈપણ માણસને બે-ચાર જન્મ તે લેવાજ પડે ! આ સાંપ્રદાયિક વિવેચને ઉપરાંત ગીતા ઉપર સેકડૅા સ્વતંત્ર વ્યાખ્યાથા પણ સંસ્કૃતમાં લખાયા છે. ભારતીય પ્રાકૃત ભાષાઓમાં પણ શ્લેાકાનુવાદ, ભાવાનુવાદ, છાયાનુવાદ, આલેાચન, અંતરંગ વિવરણ અને બહિરંગ સમાલેાચનાના અગણિત ગ્રંથી નીકળ્યા છે. એમાં લેાકમાન્ય તિલક, હીરેન્દ્રનાથ દત્ત અને અરવિંદ ઘોષના ગ્રંથા સર્વોત્કૃષ્ટ ગણાય છે. તુલસીકૃત રામાયણસિવાય ભારતવમાં કોઈપણ ભાષામાં એવા કોઈપણ ગ્રંથ નથી કે જેના ગીતાના જેટàા પ્રચાર હાય. પ્રત્યેક ધર્મપ્રેમી હિંદુ તેના નિત્ય-પાઠ કરે છે. મરણુ વખતે પણ ગીતાપદેશ સંભળાવવાની અત્યંત પ્રાચીન પરિપાટી આપણે ત્યાં છે. વધારે તેા શું, ભારતના જડ-ચેતનમાત્રમાં ગીતાપદેશના સંસ્કારા ભર્યાં પડયા છે; પરંતુ તે અવ્યક્ત છે, વ્યક્ત નથી; સુપ્ત ( સૂઇ રહેલા) છે, જાગૃત નથી.
"
66
ગીતાના આ દિવ્ય કિંતુ અવ્યક્ત અને સુપ્ત ઉપદેશને વિકાસ અને જાગૃતિના નવીન સ્વાંગ સાવવા એજ હિંદુજાતિનું આજનું પરમ આવશ્યક કાર્ય છે. આપણે ગીતા વાંચીએ છીએ; પરંતુ તેના સદુપયોગ કરવાનું નથી જાણતા. આપણે “ નિર્દેશ: સર્વ ભૂતેષુ ” ના પાઠ કરીએ છીએ, પરંતુ ધરમાંજ વેર-ઝેરના દાવાનળ સળગી રહ્યા હૈાય છે. આપણે “ યુધ્ધવ વિગતવર્:” નું રટણ કરીએ છીએ, પરંતુ ધર્મ અને જાતિની રક્ષાથે રાંગણમાં કૂદી પડતાં ડરીએ છીએ ! આપણે વ્યં મા મામઃ વાર્થ” નું પારાયણ કરીએ છીએ, પરંતુ મા-હેનેાની ખે આબરૂ થતી જોવા-જાણવા છતાંયે નપુંસકતા દર્શાવીએ છીએ. આપણે “ મુદ્દીન: ક્ષત્રિયા: પાર્થ સમતે યુદ્ધમીદામ્ ” તે દમ મારીએ છીએ, પરંતુ દેશની સ્વાધીનતાના સંગ્રામમાં નાગી તલવારાની ધારા ઉપર નાચતાં ડરીએ છીએ ! આપણે “ છુટું દાવત્ત્વ ત્યયોત્તિષ્ઠ પરંતપ” ની મુલદ ગર્જના કરીએ છીએ, પણ હીજડાઓની પેઠે ખીજાએાના માર ખાયા કરીએ છીએ. આપણે “ નૈનું ખ્રિવૃત્તિ રાજાળ તૈનાત પાવઃ ”તી બડાઈ હાંકીએ છીએ; પરંતુ ધર્માંત્માઓના તનતા. પરિશ્રમ છતાંયે આત્મબળના પ્રખળ પ્રતાપથી સંસારને ચકિત કરી શકતા નથી !
,,
ગીતાના નિત્યપાઠ કરા, તેને સમજો અને તે પ્રમાણે આચરણ કરેા. જો તમે એ પ્રમાણે કરા, જે ગીતાના વ્યાવહારિક ઉપયાગ કરેા તા તે તેને એક શ્લોક પણ તમારી નસેામાં ચેતના જગાવવાને પૂરતા છે. ગીતાના એક એક શબ્દ, એક એક અભય વાણીના એવા નમુના છે, કે જે અભય વાણીના ભક્ત મહાકાળને પણ ધૂળ ભેગા કરી શકે છે; તેા પછી મનુષ્યોના તે શા હિસાબ ? હકીકત આવી હાવાથી પ્રત્યેક સ્વાભિમાનીએ આ અભય વાણીને પેાતાના હૃદય–પટ ઉપર સુવર્ણાક્ષરે લખી લેવી જોઇએ. હિંદુસંગઠનના નિશામાં મસ્ત રહેનાર વ્યક્તિઓએ એવા પ્રખર પ્રયત્ન કરવા જોઇએ, કે જેથી પ્રત્યેક હિંદુગૃહમાં આ અભયવાણીનું–આ ગીતે પનિષદ્ભુ રામનામની પેઠે રટણ થાય. જે સ`સ્કૃતમાં ગીતા સમજી શકતા નથી, તેઓ પેાતાની માતૃભાષામાં વાંચે અને જેએ માતૃભાષા પણ જાણતા નથી તેએ ખીજાએ પાસે વંચાવીને સાંભળે, આ રીતે જે દિવસે બધાએ હિંદુએ ગીતાભક્ત થઇ તેના વ્યાવહારિક ઉપયાગ કરીને હિંદુજાતિ સમક્ષ જાગૃતિનેા શંખનાદ ગજવશે, તે દિવસે આ ભૂમડળમાં એવી કાઈ જાતિ નહિ રહે કે જે આપણી સામે આંખ પણ ઉંચી કરી શકે. જે દિવસે આપણે ધરક્ષણ અને આત્માભિમાનને ખાતર વીર વ્યાઘ્ર અર્જુનની પેઠે ત્રિશ્લેાકવિજયી ગાંડીવનેા વિજયટંકાર કરીશું, તે દિવસે આ સંસારમાં એવી તે કયી પ્રબળ શક્તિ છે કે જે ઘુંટણીએ પડીને શિર ના નમાવે ? ગીતા–સિદ્ધાંતના પાયા ઉપર જે દિવસે આપણે હિંદુસંગઠન કરી લખ્યું, તે દિવસે વિશ્વની પ્રભુતામત્ત શક્તિઓ પણ ધ્રુજી ઉઠશે અને મહાભયંકર કૃતાંત કાળ પણ કંપી ઉઠશે.
પૂનાના ગીતાધર્મમડળે માગશર સુ, ૧૧ (તા. ૫મી ડિસેમ્બર )ને દિવસ સમસ્ત ભારતવમાં ગીતા–દિવસતરીકે ઉજવવાના નિશ્ચય કર્યાં છે. એજ દિવસે સંસારમાં સૌથી મહાન યુદ્ધ મહાભારત શરૂ થયું હતું અને ધર્મના રક્ષણાર્થે આપણે પણ એજ દિવસથી મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com