________________
સેવાધર્મને સંન્યાસી
૨૩
www
જામ્બરીના મેદાનમાં આજે સમસ્ત સ્કાઉટની કૂચ છે. સહુ “રાઈટ લેફટ, રાઈટ લેફટ’ કરતા ઘૂમી રહ્યા છે. તેમની વચ્ચે આ શું? આ કેશુ? ખાખી “નીકર, ખાખી પહેરણ, કમરપટ, મોજાં, માથે ફેટ અને સહુને ટપી જાય એવા પગમાં કાળા કાનપુરી દોરીવાળા બૂટ. મંડળના સ્કાઉટ એંગેનાઇઝર' પેલા વણકર બાદશાહ ભેળા કદમોશ મીલાવતા. આ પડછંદ વીર કોણ છે? જાણવું છે? એજ પેલા ઠક્કર બાપા. વાંચનાર ! આશ્ચર્યમાં પડીશ નહિ. ખુલાસે પૂછતાં ઠકકર બાપાએ જવાબ આપે છેઃ “જેમાં હું માનું છું, જે હીલચાલને મારો સાથ છે, તેના સધળા કાયદા અને શિસ્ત મારે શિરસાવંધ છે. શિસ્ત ફરમાવે છે કે, મારે યુનિર્ફોર્મમાં સજજ થવું અને તે મારે અનુસર્યેજ ટકે.” હજી કાનપુરી જોડા જેમના તેમ અનામત છે, ભીલ સેવા મંડળની ઍફિસમાં પડ્યા છે. પુણ્યસ્મરણ તરીકે અમે તો જાળવીજ રાખવાના.
- આ તો હજી ગઈ કાલનોજ બનાવ છે. રેલસંકટને કામે બાપા વડોદરે જાય છે. પાવાગઢ, બેડીયા વગેરે માટે “મેડીકલ એઈડ ટુરમાં સેવક પણ સાથે જ હતો. કેટલાક વખતથી પૂજ્ય બાપાનું રાત્રિભોજન ટ્રેનમાં જ થાય છે. નિયમ પ્રમાણે આજે પણ, ઑફિસના મહારાજે ભાખરી, શાક ને ગોળ બાંધી આપેલ છે. ગેધરામાં રાત પડી ગઈ. એક મહારાષ્ટ્રી મેજીસ્ટ્રેટ એમના એક ઊંટર સગાને વિદાય દેવા આવેલા. તેમણે પૅટરને ઓળખાણ આપીઃ “ઠક્કર સાહેબ ચા નાવ એકટા આ કા ? હેચ તો મી. એ. વી. ઠક્કર.” એમ ઓળખાણ અપાઈ. અરસપરસ જય જય થયા. ર્ડોકટર સાહેબને આવા મોટા જાહેર પ્રજાસેવક સામે બેસવું પડયું. સંકોચાઈ બેઠા ને ગાડી ઉપડી. પૂ. બાપાએ ગોધરા સ્ટેશનના નળમાંથી એક પ્યાલામાં મારી પાસે પાણી ભરાવી રાખેલ. ગાડી વેગમાં આવ્યા બાદ, કાં નાસ્તા શરૂ કરીશું ને ?” એમ કહી એક ખૂણાને પાટીએ ચઢયા. આ સાદાઈ ર્ડોકટર સાહેબ તો જોઈ જ રહ્યા.
આજે ભીલ સેવા મંડળની વ્યવસ્થાપક સભામાંથી પરવારી, અમે મુસાફરીએ નીકળ્યા હતા. વ્યવસ્થાપક સભામાં એક ભાઈને તેના ગુન્હા બદલ માફી અપાઈ હતી. એ વિચારમાં બાપાને આનંદ માતો નહોતો. એમનું માનસિક વાતાવરણ કેવળ ધાર્મિક કવિતામય બન્યું હતું, જાણે એમની જુવાની પાછી પાંગરતી હતી.
નાસ્તો બાંધેલું છાપાનું પડીકું છુટયું. અંદરની વાનીમાં પિષક તત્ત્વના ૩૦ ટકા હતા, તે જલાબના ૭૦ ટકા હતા. ખારી ખારી ભાખરી, બટાકાના અર્ધાકાચા અને ફિકકા કકડા અને ડોક ગોળ. બટાકાનું મીઠું પણ મહારાજે ભાખરીમાં નાખ્યું લાગતું હતું. સેવક તો માંડ ધીમે ધીમે ચગળીને એક નાનકડી ભાખરી પતાવી શકો.બિચારા ભૂખ્યા બાપા તો કલાપિની
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યા છે; પાપી તેમાં ડૂબકી દઈને પુયશાળી બને છે.” વગેરે કવિતા માણતા હતા. ભાજનની એમને એછીજ પડી હતી ? આજે તે એક ગુન્હેગારને માફી બક્ષી તેની મોજ મણાતી હતી. ઓફિસના મહારાજે આવાં તો કેટલાયે વાળુ એ વૃદ્ધ સંન્યાસીને કરાવ્યાં હશે; પણ એ વિતરાગે હજીસુધી, એ બાબતમાં મહારાજને કશું જ કહ્યું નથી. આ રિથતપ્રજ્ઞને તે રસાસ્વાદની કશીજ નથી પડી. विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः । निर्ममो निरहंकारः स शांतिमधिगच्छति॥
૧૯૭૯ને દુષ્કાળ કંઈક શો છે. ધગશની મૂર્તિસમા શ્રી ઈન્દુલાલભાઈએ બાપ સાથે મળી ભીલોના એ કાયમી દુઃખના નિવારણથે કંઈક કરવું એ નિશ્ચય કરી દાહોદથી આઠ માઈલ છે. ગુજરાતની રળિયામણું અગાશીસમી મીરાખેડીની ટેકરી ઉપર કઈક શુભ ચેઘડીએ આશ્રમની ખુંટી રોપી. હવે અમારા બાપાના આશ્રમની શરૂઆત, એટલે ઉપર કંઇક છાયા, આસપાસ ખુલું અને કહેવાતા મકાનમાં ધસી આવતા પવન અને ધૂળના ગેટાને સહકાર. આ વસ્તુસ્થિતિમાં બે જુવાનીઆઓ વિદ્યાથીઓને ભણાવવા રસાળા ગુજરાતમાંથી આવ્યા અને મુકામ નાખ્યો. દિવસ પછી દિવસ અને મહિના પછી મહિના વીત્યે ગયા. ગમે એટલા પણ નવજુવાન શોખીન અને રસીલા ગુજરાતનિવાસી, ઉપરના એકધારા અરણ્યવાસથી કંટાળ્યા અને એક દિવસ વિચાર કર્યો : જાફત ઉડાવવાનો. દાહોદના બજારમાંથી પાકેલા પપૈયા આપ્યા. પૂરી તળાઈ અને ભજીયાંનું ખીરું
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com